STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

રમલ જોનારનું અપમાન

રમલ જોનારનું અપમાન

1 min
706


એક સમે રાતના શાહને એવું સ્વપ્નું આવ્યું કે, તેના બધા દાંત એકદમ પડી ગયા. માત્ર એક દાંત રહી ગયો. વળતે દિવસે શાહે સવારના રમલ જોનારને બોલાવી તે સ્વપ્નાંનો ખુલાસો પૂછ્યો. રમલ જોનારે રમલ જોઈ કહ્યું કે 'નામવર ! તમારા બધાં સગાંવહાલાં તમારી હયાતીમાં જ ગુજરી જશે.'

આ મૂરખ રમલ જોનારનાં આવા વાક્યો સાંભળી શાહને એકદમ રીસ ચઢવાથી રમલ જોનારને ત્યાંથી તરત કાઢી મુકાવ્યો. થોડીવાર પછી બીરબલ આવ્યો. તે જોઈ તે સંબંધી હકીકત કહી સંભળાવીને શાહે ખુલાસો પૂછ્યો ધીમેથી બીરબલે કહ્યું કે, ' સરકાર ! એ સ્વપ્નનો ખુલાસો ખુલ્લો જ છે, આપ આપના સગાસ્બંધીઓથી વધારે લાંબુ આયુષ ભોગવશો. માત્ર એકજ દાંત રહી ગયો તે એકજ સંબંધી આપનાથી વધારે આયુષ ભોગવશે.

બીરબલનો આ ખુલાસો શાંભળી શાહ આનંદ પામ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics