Minal Jain

Classics Inspirational

3  

Minal Jain

Classics Inspirational

તમારી નવરાત્રી કેવી જાય છે?

તમારી નવરાત્રી કેવી જાય છે?

3 mins
15.1K


હલો વ્હાલાં મિત્રો, વડીલો,ભાઈઓ,બહેનો દોસ્તો

તમારી નવરાત્રી કેવી જાય છે?

મારી નવરાત્રી એટલે 150 કિમિ દૂર એક હોલમાં અરવિંદ વેગડા ગરબા નાઈટ એ પણ પેઈડ ગરબા. બિલ્કુલ અમદાવાદની જેમ પાર્ટી પ્લોટ જેવી ધમાલ,મસ્તી,સંગીત અને હિલોળે ચઢેલું માનવ મહેરામણ. જી, હા, બિલકુલ સાચું દેશ વિદેશમાં નવરાત્રી આવી પેઈડ રીતથી જ ઉજવવાની છે. ચાર કલાકમાં વર્ષભરની માની આરાધના અને ઉત્સાહનું રિચાર્જ એટલે ગરબા નાઈટ.

50 લીટર પેટ્રોલ તો ખરું જ. ટાંકી ફૂલ નથી કરાવતી,કેમ ભાવ ઈન્ડિયામાં જ વધારે હોય ઑસ્ટ્રેલિયામાં ના હોય, $1.72નું લીટર છે બાપલા પણ એનિથિંગ ફોર ગરબા ....હા ...હા....

ગાડીનું પાર્કિંગ ફ્રી હતું, થેન્ક ગોડ.

વિતલમ હૉલ લિવરપુલ પહોંચતાં જ બધાં બજેટ સમીકરણ અને દુઃખ ગાયબ થઈ ગયા જ્યાં અરવિંદ વેગડાના કંઠે ગવાયેલ ગરબાએ રમઝટ જમાવી. જે પણ હોય ભાઈ ભાઈ બોસ દિલથી ગરબા ગાયા.

વેગડાજી સાથે સતત સ્ટેજ પર ગાતા એક ભાઈ નામ અને એક બહેન નામ ખબર નથી પણ એ પણ ખરેખર સુપર્બ ગાતા હતાં. સાથે સ્ટેજ પર ગાયક,વાદ્ય વૃંદ અને ભાતીગળ વસ્ત્રોમાં ચીયર પરફોર્મરસ ચાર ચાંદ લગાવતાં હતાં.

વેગડાજી માતાજીની આરતીથી લઈ એક એક ગરબો બહુ દિલથી ગાયા કોઈ પણ પ્રકારનાં સેલિબ્રિટી એટીટ્યુડ વગર સાવ ડાઉન ટુ અર્થ. સ્ટેજ પરથી નીચે ઊતરી ખેલૈયાઓ સાથે ગ્રુપમાં ખૂબ સરસ ગરબા ગાયા, બસ મઝા આવી ગઈ.

ઈન્ડિયામાં તમે લકી છો કે તમે નવે નવ દિવસ ગાઈ શકો છો, અમે તો વિકેન્ડ કે બે ચાર દિવસ ગાઈને ખુશ થઈ જઈએ છીએ. વર્ષ ભર માની યાદ અને ભારતની યાદમાં નેક્સટ ઈયર નોરતાંની આંખો બિછાવી રાહ જોઈએ છીએ. તમે સાચે જ લકી છો શરદપૂનમ સુધી ગરબાની રમઝટ અને મઝા માણી શકો છો.

વિવિધ સોસાયટીઓમાં ભાવિક ભક્તો આજે પણ સુંદર વહીવટ અને ખેલૈયાઓને બ્રેકમાં ચા પાણી નાસ્તો પૂરો પાડી રાતભર થિરક્તા રાખે છે.

મા જગદંબા સૌને આમ જ નાચતાં કૂદતાં હસતા, રમતા રાખે.

મારી ઉંમર થઈ ગઈ છે,મૂડ નથી,કાન ફાટી જાય છે, હાથ પગ દુઃખે છે,ઉજાગરો નથી થતો વિગેરે વિગેરે હજારો બહાના કોરાણે મૂકી મા ના ચોકમાં એક આંટો મારી આવો કોઈ નુકશાન નથી થવાનું. હા,તમે ના જાવ તો કંઈ નહિ જે જતાં હોય એમનો મૂડ બગાડી વિઘ્નસંતોષી તો ના જ બનતા. સકારાત્મક વડીલની છાપ રાખજો,આવનારી પેઢી ભારતીય સંસ્કૃતિ અને શક્તિની આરાધના કરતી રહે એવું ઈચ્છતા હોવ તો એ માટેનો માહોલ પણ જૂની પેઢીએ આપવો જ રહ્યો. કંઈ નહિ તો ગરબે રમતાં ભાઈ બહેનોના મોબાઈલ પર્સ,દાંડીયા સાચવવવા બેસજો।

વડીલની અનુભવી જાગરૂકતાથી ઘણું બધું બચાવી શકાય,સાચવી શકાય અને એજ તમારી કિંમત બહુમૂલ્ય બનાવે છે. સજ્જન વડીલનો દરજ્જો અપાવે છે. સ્વચ્છ ભારત અભિયાન નીચે યથાશક્તિ આસપાસ સ્વચ્છતા જાળવવામાં,વ્યવસ્થા,શિસ્ત, નિયમ જાળવવામાં ઉત્સાહી સહભાગી થવું એ પણ માની ભક્તિ જ છે.

હજુ મોડું નથી થયું છઠું નોરતું જ છે. વર્ષભરની દુઃખ,દુવિધા ભૂલી માને શરણે એની સ્તુતિ ગાવી એ અનેરી ભક્તિનો લહાવો બધાં કામ પડતા મૂકી માણવા જેવો છે.

નોરતાં એટલે ખાલી ધમાલ,મસ્તી નથી એક પરંપરા અને ભારતીય સંસ્કૃતિના ભાગ રૂપે આજે ય અજોડ માનવ સમુદાય ગરબા રમવા ઉમટી પડે છે તમે પણ જોડાઈ જાવ આજ યોગ,ભક્તિ શક્તિ છે.

તમે શેરી ગરબામાં,ફ્રી માંય નથી જતાં તો તમને તો કહેવું જ શું ? તમે જાતે નક્કી કરો. ગરબા,યોગ,વેજિટેરિયન ડીશ,ઈન્ડિયન કરી,ઈન્ડિયન સ્પાઈસીસ અને ઘણી બધી હિન્દુ સંસ્કૃતિનું આમ જ સેલ થશે. વિદેશીઓ તો બિઝનેસ જ કરશે જ અને તમારે તમારો તહેવાર અને સંસ્કૃતિ એમની પાસેથી ખરીદવી પડશે.

નવરાત્રી દરમ્યાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે.

દેશ વિદેશમાં ધામધૂમથી પ્રાચીન ગરબો આર્વાચીન રૂપરંગ,માહોલમાં શેરીથી લઈ સ્ટેજ અને સ્ટેજથી લઈ પાર્ટી પ્લોટનાં આંગણમાં વિસ્તર્યો છે. ગરબા તો નાઈન ડે ડાન્સ ફેસ્ટિવલ કે વર્લ્ડ લોગેસ્ટ ડાન્સ નાઈટ તરીકે વિદેશીઓને પણ ઘેલા બનાવે છે.મને તો "માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઉગ્યો "કે "માર તો મેળે જાવું સે ને રાજુડીનો નેહડો લાગ્યો "વાગેને પગ દયાભાભી જેમ ગરબા કરે હો કે..

"તારા વિના શ્યામ મને એકલડું લાગે" એવું રાધા કહેતી હશે પણ મને તો ,"તારા વિના ગરબા મને એકલડું લાગે" અને એક કે બે દિવસના ગરબા પછી માની વિદાય અને દેશની યાદ લખતાં લખતાં ય રડાવે છે, ગરબો વાગે અને પગ ના થરકે એવું બને જ નહીં, ગુજરાતની આન, બાન, શાન, પ્રાણ એટલે ગરબો અને ગરબે રમ્યા એજ સાચા ગુજરાતી પછી ભલે એ વિદેશી જ કેમ ના હોય?


Rate this content
Log in

Similar gujarati story from Classics