કૃષ્ણ એટલે હું અને..
કૃષ્ણ એટલે હું અને..
જય ગણેશજી
કૃષ્ણ એટલે હું અને હું એટલે કૃષ્ણ
હું થી અમે એટલે પરિવાર, સમગ્ર ભારત પરિવાર વિશ્વપરિવારને હેપી જન્માષ્ટમી ની શુભેચ્છાઓ પાઠવે છે.
કૃષ્ણ સુક્ષમથી વિરાટ સ્વરૂપ છે એટલે ભારતથી પર વિશ્વસ્તરે કૃષ્ણને સ્વીકારવા,સમજવા,સમજાવવા એજ સાચો કૃષ્ણ જન્મોત્સવ છે.
દેવકીમાતા અને વસુદેવ પિતા,
યશોદામાતા અને નંદરાજ પિતા,
એક જન્મ આપનાર અને એક પાલક માતા પિતા .
કૃષ્ણનો જન્મ જ ઘણો સૂચક છે.
બધી વિપરીત પરિસ્થિતિનો કુનેહપૂર્વક સામનો કરીને જ શ્રેષ્ઠ બની શકાય છે.
ગોકુળ,મથુરા,વૃંદાવન અને દ્વારકા.
જન્મભૂમિ અને કર્મભૂમિ
કૃષ્ણને દેશમાં તો સૌ ઓળખે છે પણ દેશ,કાળ અને પરિસ્થિતિથી ઉપર એટલે જ કૃષ્ણ.
કૃષ્ણમ વન્દે જગત ગુરુમ.
"વસુંધેવ કુંટુંબકમના" રૂપમાં વિશ્વને જોવું હોય તો કૃષ્ણ જ જગત ગુરુ અને મહાન ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડના રૂપમાં પરફેફટ છે. કૃષ્ણ સિવાય આજના વિશ્વસ્તરે કોઈ મહાનાયક નથી જે વિશ્વસ્તરે ફેલાયેલ અરાજકતાનો, મહાભારત જેવા યુદ્ધના કાળનો સતત પરસ્પર સંદેહ, વ્યક્તિ વ્યક્તિ અને વિશ્વના દેશો વચ્ચેનો માહોલ છે એને દૂર કરવા સક્ષમ હોઈ શકે.
કૃષ્ણ જેવી જ દૂતનીતિ, શાંતિનીતિ અને છેલ્લા વિકલ્પમાં યુધ્ધનીતિ વિશ્વને જોઈશે.
પ્રેમ,દોસ્તી,કુનેહ,સમજાવટ, મુતસ્દીપણું કૃષ્ણના પરમ પ્રિય આભૂષણ છે જેમાં સર્વોપરી વાંસળી જ છે. સુદર્શન ચક્રનો એમણે નિશ્ચિન્ત રૂપે જૂજ જ ઉપયોગ કર્યો છે.
ભારતની આંતરરાષ્ટ્રીય છબી એટલે ધર્મનિરપેક્ષતા,પ્રેમ,ભાઈચારો અને શાંતિ.જ્યાં શસ્ત્રોનો નહીંવત ઉપયોગ કરાય છે જે પ્રશ્ન શાસ્ત્રથી ઉકેલી શકાય એને શસ્ત્રથી ડરાવવું,ધમકાવવું ભારતના લોહીમાં નથી કેમકે ત્યાગ,બલિદાનનો મોટો મહિમા છે .
કૃષ્ણ અધર્મી,અયોગ્યને દાન અને ક્ષમા આપવાના સખ્ત વિરોધી છે અને આ બાબતમાં હું એમની સાથે બિલકુલ સંમત છું.
અધર્મ સામે યુધ્ધ એજ વિકલ્પ ,અને પાર્થને કહો હવે ચઢાવે બાણ જ કૃષ્ણને જગતગુરુ બનાવે છે.
કર્મનો માર્ગ અને સિધ્ધાંત વિશ્વને સમજાય છે.
કર્મ એજ કલ્યાણ જ્યાં છો ત્યાં હૃદયપૂર્વક રહો ત્યાં જ હું કૃષ્ણ રૂપે છું.
મારા માટે કૃષ્ણ એટલે સત્ય,જ્ઞાન.
કર્મ અને ભક્તિ અને યોગનો ત્રિવેણી સંગમ.
કૃષ્ણનો કર્મભક્તિયોગ એજ મોક્ષ.
કૃષ્ણનો કર્મનો સંદેશ ઘેર ઘેર એટલે વિશ્વના હૃદયમાં ભારત.
આમ "વસુધેવ કુંટુંબકમ" ભાવના કૃષ્ણ રૂપે સાકાર થાય છે.
નવા પરિપ્રેક્ષ્યમાં વસુધા એટલે પૃથ્વી,ધરા રહેવા લાયક રહે એની જવાબદારી જગતની છે જેમાં પૃથ્વીના પરમ પાવક પાંચ તત્વો આકાશ, પાતાળ,જળ,વાયુ,અગ્નિની શુધ્ધતા, સુરક્ષા,સંવર્ધનની જવાબદારી વિશ્વની છે જે ગ્લોબલ વોર્મિંગથી દૂષિત,ગ્રસિત છે.કૃષ્ણનાં સંદેશ કેટલાં દૂરંદેશી ગહન અને સુક્ષમ છે. જેને સમજવું જરાય અઘરું નથી. જો પરમ પ્રકૃતિની સમીપ અવર્ણનીય આનંદ અનુભવી શકીએ.
ભૌતિકવાદી જગત જમાદાર થવા કરતાં આધ્યાત્મિક,અલૌકિક જગન્નાથ બનવું ભારતને માટે આસાન છે કેમકે કૃષ્ણ હંમેશા દરેક ભારતવાસીના દિલમાં છે. ભારતનું વિશ્વસ્તરે નામ એટલે કૃષ્ણજન્મનો જશ,જશન અને જશોદાનો જય.
કૃષ્ણજીવનના દરેક સ્ત્રી પાત્ર નારીજીવનના ઉત્તમ જ્વલંત ઉદાહરણો છે.
માતા દેવકી,યશોદા,રાધા,દ્રૌપદી, રુક્મિણી, મીરાં, કુંતા અને બીજા કંઈક કેટલાંય. બધાં સ્ત્રી પાત્રોને ગરિમાયુક્ત થવાનું સાહસ,સૌભાગ્ય શ્રી કૃષ્ણની શરણમાં મળ્યું છે.
શ્રી કૃષ્ણની મોટાઈ પણ મોહક છે જેણે એની શરણ સ્વીકારી છે એને પ્રેમે સ્વીકાર હૃદયે સ્થાપ્યાં છે.
આજ કૃષ્ણ જન્મ નિમિત્તે સૌને જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણા.
કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી.
કર્મ એજ કૃષ્ણ એજ હું એજ અમે ભારતવાસી.
બહેનો સૌને વિનયપૂર્વક કૃષ્ણ જન્મનાં વધામણાં પાઠવે છે.
જય શ્રી કૃષ્ણ
