ગાંધીની ભેટ
ગાંધીની ભેટ
સત્ય,અહિંસા અને પ્રેમની ગાંધીની ભેટ
કોઈની અકારણ ઇર્ષ્યા કરતાં અકારણ પ્રેમ વધુ હિતકર અને આવકાર્ય છે.
પ્રેમ જેની પણ સાથે જેટલા સમય પૂરતો થાય છે એ પળ જિંદગીની સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે કારણકે જ્યાં સુધી એ પ્રેમાળ અનુભૂતિ રહે છે ત્યાં સુધી તો માણસને સૌથી જરૂરી એવું જીવંનચાલક પરિબળ પૂરું પાડે છે.
એક આત્મીય સ્પર્શ, આંતરિક પડઘો,માઈન્ડ,બોડી એન્ડ સોલ(soul)ને રોમ રોમ પુલકિત કરતી એક ઊર્જા, જિંદગીના આગલા પાછળ બધા દુઃખમાંય જીવાડી જાય.
જ્યાં સુધી એ પ્રેમ નામનો સુંદર પડઘો અંદર ગુંજયા કરે ત્યાં સુધી સમગ્ર બ્રહ્માંડમાં માનવી દરેક પરિસ્થિતીને પડકારવા સક્ષમ છે.
સામે ઇર્ષ્યાનો વિષેલો વીંછી કાંટો સુમધુરમાં સુમધુર સબંધ અને સંવેદનાનો ડાટ વાળી મૂકે છે.
ઇર્ષ્યા માં વેહરાવા કરતાં પ્રેમમાં બળવું વધુ સારું છે.
