KEVAL PARMAR

Comedy Drama Romance

4.5  

KEVAL PARMAR

Comedy Drama Romance

તારી ઝલક સૌથી અલગ - ૫

તારી ઝલક સૌથી અલગ - ૫

4 mins
231


થોડા દિવસ પછી કિર્તી, કાનજીભાઈ ને બધા લોકો કરણના ઘરે આવ્યા. કોકીલાબેન અને રમણભાઈ પણ બધાની સાથે બેઠા હતા. એટલીવારમાં કરણ પાણી દેવા માટે આવ્યો. કિર્તી વિચારમાં પડી ગઈ હું જેની સાથે બસમાં હતી એ કરણ અને અત્યારે મને જે દેખાય છે એ કરણમાં ફેર શું છે. બસમા જોયા ત્યારે એવું લાગતું હતું કે ઘરે પાણીનો ગ્લાસ પણ બીજા પાસે મંગાવતા હશે પણ અહીયા તો હું કઈક બીજું જ જોઈ રહી છું. પછી બધા વાતો કરવા લાગ્યા અને કરણ ઊભાઊભા બધાની વાતો સાંભળે કેમકે બિચારો બોલે તો બોલે શું...?

ત્યાં કોકીલાબેન બોલ્યા : કરણને બહેન નથી એટલે ઘરકામમાં મારી મદદ કરાવે છે અને ઘણીવાર મસ્તીમાં ચડી જાય ત્યારે તો નાના છોકરા કરતા પણ વધારે ધ્યાન રાખવું પડે. ત્યાં કિર્તી બોલી, હા એતો મે જોયું મારા ઘરે. 

કોકીલાબેન :- કઈ કિધુ બેટા તે....! 

કિર્તી :- ના ના કઈ નહી.

મને એવું લાગે છે કે કિર્તી અને કરણ બંને એ થોડો સમય એકાંતમાં કાઢવો જોઈએ શું કહેવું કોકીલાબેન તમારું એવું કાનજીભાઈ એ કિધુ. 

કોકીલાબેન :- એકદમ સાચી વાત કહી તમે, કરણ બેટા કિર્તીને આપણું ઘર તો બતાવ. 

કરણ :- હા મમ્મી, કહીને બંને લોકો ઘર જોવા માટે ગયા. ઘર જોતા જોતા અગાસી ઉપર આવ્યા અને બંને બેઠા,

કરણ :- ઘર કેવું લાગ્યું તમને..? 

કિર્તી :- સાચું કહુંને તો મને ઘર કરતા ઘરના લોકો વધારે ગમ્યા અને ખાસ કરીને તમારી મમ્મીનો સ્વભાવ બહું જ ગમ્યો. પપ્પા ઘણી વાર કહેતા હતા કે કોકીલાબેનના ઘરે જે પણ છોકરી જશે એ બહું નસીબવાળી હશે પણ અહીયા આવીને એમ થયું કે પપ્પા જે પણ કહેતા હતા એ ઓછું હતું. 

થોડા ધીમા અવાજે કિર્તી બોલી, હવે મને પણ એમ લાગે છે કે ખરેખર હું કેટલી ભાગ્યશાળી બનીશ જ્યારે હું આ ઘરમાં આવીશ ત્યારે.

કરણ :- કંઈ કીધું તમે...? 

કિર્તી :- ના મે કઈ નથી કહ્યું. 

કરણ :- એક વાત કહેવાની હતી તમને જો ખોટું ના લાગે તો કહું. 

કિર્તી :- કહો ને એમા ખોટું શું લાગવાનું...!

કરણ :- આપણે મળ્યા એને હજી થોડો જ સમય થયો છે, તમને શું ગમે શું ના ગમે એની મને ખબર નથી. મારી પસંદ-ના પસંદ તમને પણ ખ્યાલ નથી. તો તમને એવું નથી લાગતુ કે આપણે હજી એક- બે વાર મળવું જોઈએ.

કિર્તી :- વાત તમારી સાચી મને પણ તમારા વિશે એટલી બધી ખબર નથી. તો ચાલો આપણે નીચે જઈને વાત કરીએ કે આપણે બંને ને એક વાર હજી મળવું છે એકબીજા ને ઓળખવા માટે. જ્યા બંને વાત કહેવા માટે નીચે આવ્યા તો કોકીલાબેન એ તરત જ બંનેના મોઢામાં મીઠાઈ આપતા કહ્યું કે તમારા બંનેની સગાઈ નક્કી થઈ ગઈ છે. બે દિવસ પછી સગાઈ માટેનું મુહૂર્ત બહું સારું છે. 

કાનજીભાઈ :- બેટા કિર્તી તારું શું કહેવું છે...? 

કિર્તી :- તમે જેમ કહો તેમ પપ્પા.

એ લાલ્યા તારું શું કહેવું છે, કિર્તી ગમે છે ને ? એવું કોકીલાબેન એ કહ્યું.

કરણ :- બધા વડીલોએ જે નક્કી કર્યું હશે એ અમારા સારા માટે જ હશે એટલે હું તૈયાર છું.

કિર્તી :- હા પપ્પા હું પણ તૈયાર છું. 

બંને એ ઘરવાળાની ખુશી માટે હા તો પાડી દીધી પણ બંને એક બીજાની સામે જોઈને એમ કહેતા હતા કે આપણે હજી એકબીજાને સરખા ઓળખવા માટે થોડો સમય મળ્યો હોત તો સારું હતું. પણ સગાઈ પછી આપણી પાસે બહું સમય છે ત્યારે આપણે એકબીજાને જાણી લઈશું એમ વિચારી બંને એકબીજા સામે જોઈને હસ્યા. એટલી વારમાં કોકીલાબેનથી રહેવાનું નહીં અને બ્રાહ્મણને ફોન કરીને પૂછ્યું દાદા આ બંનેની કુંડળી તમને મોકલાવું છું લગ્ન માટે કોઈ મુહૂર્ત સારુ હોય હમણાંના દિવસોમાં તો જરા જોઈને ફોન કરજો. 

કરણ :- અરે મમ્મી પહેલા સગાઈ તો પુરી થવા દો લગ્નની શું ઉતાવળ છે !

કોકીલાબેન :- હા હા, ખબર છે મને કે તમારા બંનેની સગાઈ બાકી છે તું ખાલી બે મિનિટ શાંતિ રાખીશ. એટલુ સાંભળતા બાજુમાં ઊભી રહેલી કિર્તી થોડું હસી. 

કરણ કિર્તી સામે જોઈને ઈશારાથી કહે, એમા હસવા જેવું શું હતું. એટલામાં કોકીલાબેનના ફોનની રિંગવાગી. ફોન ઉપાડતા કહે, હા બોલો દાદા કોઈ તારીખ તમારા ધ્યાનમાં આવી લગ્ન માટે. કોકીલાબેનના હાવભાવ ઉપરથી કિર્તીને થયું કે દાદાએ લગ્ન માટેની તારીખ હજી હમણાં નથી આપી અને તરત કરણ સામે જોઈને કિર્તી ફરી વાર હસી. 

કરણ (ધીમા અવાજે) :- એટલુ બધુ ખુશ થવાની જરૂર નથી. મારા મમ્મી હજી ફોનમાં વાત કરે છે તમને પણ થોડા સમયમાં ખબર પડી જશે કે હું શું કામ વચ્ચે બોલું છું. એટલું જ્યા કરણ બોલી રહ્યો એટલે કોકીલાબેનએ ફોન મૂકીને કહે :- સાંભળો સાંભળો બધા દાદાએ આ બંનેની કુંડળી જોઈ અને લગ્ન માટેની સૌથી ઉત્તમ તારીખ આપી છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Comedy