Sujal Patel

Romance Action Thriller

4  

Sujal Patel

Romance Action Thriller

તારી એક ઝલક-૨૪

તારી એક ઝલક-૨૪

4 mins
292


કેયુર હવે એકદમ સ્વસ્થ હતો. હવે ઝલકની અમદાવાદમાં કોઈ જરૂર ન હતી. એ તરત જ પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી ગઈ. ઝલકને જોઈને પ્રિન્સિપાલે કહ્યું, "તો કોલેજ છોડીને જવાની તૈયારી કરી લીધી."

"મતલબ ? તમને બધી ખબર હતી ?" ઝલકે અસમજની સ્થિતિમાં પૂછ્યું.

"હાં, તમને શું લાગે મેં તમને તમારા વિશે કોઈપણ પ્રકારની માહિતી મેળવ્યા વગર જ આ કોલેજના સ્ટુડન્ટ્સને તમારે હવાલે કરી દીધાં હતાં ?" પ્રિન્સિપાલે કહ્યું, "મને તો કેયુરે કોલેજે આવવાનું બંધ કરી દીધું. એ દિવસથી જ કંઈક ખોટું થયું હોય, એવું લાગ્યું હતું. ત્યાં જ તમે આવ્યાં, એટલે મેં કોઈ એક્શન નાં લીધું." કહીને એ સહેજ હસ્યાં, "હવે જ્યારે મોનાલિસા સુધરી ગઈ છે. તો મને ખબર હતી કે, તમે પણ કોલેજમાથી જતાં રહેશો."

"થેંક્યું સર એન્ડ આઈ એમ સોરી! મેં તમને હકીકત નાં જણાવી." ઝલકે કહ્યું.

"ઈટસ ઓકે, હવે બધું ઠીક છે. આમ પણ તમારી જગ્યાએ મેં બીજાં મેડમને રાખી પણ દીધાં છે." પ્રિન્સિપાલે કહ્યું.

"ઓકે, તો હવે હું નીકળું." ઝલકે કહ્યું અને પ્રિન્સિપાલ સાથે શેક હેન્ડ કરીને જતી રહી.

એક બહેને એનાં ભાઈ માટે જે કર્યું, એ જાણીને પ્રિન્સિપાલ પણ કંઈ બોલી ના શક્યાં. ઝલક અમદાવાદનો કિસ્સો ખતમ કરીને રાતે દશ વાગ્યાની બસમાં જ ભેંસાણ આવવાં નીકળી ગઈ.

***

તેજસ એક સૂનસાન સડક ઉપર જાદવની સાથે ઉભો હતો. બંને કોઈની રાહ જોઈ રહ્યાં હતાં. તેજસે એક વખત ગર્ડલ પર હાથ ફેરવ્યો. જ્યાં એણે રિવૉલ્વર ખોંસી રાખી હતી. એ એકદમ નોર્મલ હતો. પણ જાદવ થોડો ડરેલો જણાતો હતો. આમ તો તેજસને કોઈ જાતની મારપીટ વગર કે, કોઈનો જીવ લીધાં વગર જ પોતાનું કામ કરવુ હતું. છતાંય પોતાનાં કે જાદવના જીવને જોખમ પહોંચે એવું લાગતાં એણે કોઈને પણ મોતને ઘાટ ઉતારી દેવાનો નિર્ણય કરી લીધો હતો. એટલે જ એ રિવૉલ્વર સાથે લઈને આવ્યો હતો. તેજસે એક નજર જાદવ પર કરી. જેનાં કપાળ પરથી થઈને અમુક પ્રસ્વેદ બિંદુઓ એનાં ગાલ પર ધસી આવ્યાં હતાં, "અલ્યા, તારાં ચહેરાં પર બાર કેમ વાગ્યા છે?" તેજસે જાદવના ખંભે હાથ મૂકીને પૂછ્યું.

"તારી પાસે રિવૉલ્વર છે, તારાં મગજમાં શું ચાલે છે ? કશું જ ખબર નથી. એવામાં ચહેરાં પર બાર ના વાગે તો શું મારાં લગ્નની શરણાઈ વાગે ?" જાદવે કટાક્ષમાં કહ્યું.

"અહીંથી જીવતાં પાછાં ગયાં, તો લગ્નની શરણાઈ પણ વાગશે. એટલે ડરવાનું છોડ અને છાનોમાનો ઉભો રહે." તેજસે કહ્યું. એની વાત પૂરી થતાં જ એને સડકની સામેની તરફથી એક લાંબો કાળો કોટ અને માથે કાળી ગોળ ટોપી પહેરેલો વ્યક્તિ સડકની આ તરફ આવતો દેખાયો્ એનાં હાથમાં એક સુટકેસ પણ હતી. એ આવીને તેજસની સામે ઉભો રહી ગયો, "પેપર્સ લાવ્યો ?" તેજસે પૂછ્યું.

તેજસના સવાલ સાથે જે એ વ્યક્તિએ એનાં હાથમાં પકડેલી સુટકેસ તેજસ તરફ લંબાવી, "આ રહ્યાં પેપર્સ ! પણ મારાં પેપર્સ ક્યાં ?" એણે સામે સવાલ કર્યો.

તેજસે જાદવ સામે જોયું. એણે તરત જ પોતાનાં ખિસ્સામાંથી એક પેપર્સ કાઢીને એ વ્યક્તિને આપી દીધાં. એ સમયે જ એક કાર ત્યાં આવી પહોંચી. એમાંથી એક વ્યક્તિએ વિન્ડોમાથી બહારની તરફ ડોક કરીને કહ્યું, "ચીટર, આઈ કીલ યૂ." એનાં હાથમાં રિવૉલ્વર હતી.

તેજસે તરત જ પોતાની સામે ઉભેલાં વ્યક્તિને કાર તરફ ધક્કો માર્યો, અને જાદવનો હાથ પકડીને ભાગવા લાગ્યો. કારની સામે અચાનક એ વ્યક્તિ અથડાયો, અને કારચાલકે કારને રોકવી પડી. ત્યાં સુધીમાં તેજસ અને જાદવ પોતાની બાઈક પાસે આવી પહોંચ્યાં. જેનાં પર એ અહીં સુધી આવ્યાં હતાં. તેજસે બાઈકની ચાવી જાદવને પકડાવી અને કહ્યું, "જેટલી સ્પીડમાં બાઈક ભગાવી શકતો હોય, એટલી સ્પીડમાં ભગાવ અને એરપોર્ટ પર જ રોકજે." કહેતાં જ જાદવ બાઇકમાં ગોઠવાયો, તેજસ એની પાછળ અવળી તરફ મોં કરીને બેઠો અને ગર્ડલમાથી રિવૉલ્વર કાઢીને, સુટકેસને પોતાનાં ખોળામાં મૂકી.

જાદવે બાઈકને પૂરવેગે એરપોર્ટ તરફ ભગાવી મૂકી. એમની પાછળ પાછળ પેલી કાર પણ આવી રહી હતી. જે ધડાધડ ગોળીઓ ચલાવી રહી હતી. પણ વારંવાર એનો નિશાનો ચૂકી જતો હતો. એક વખત તો ગોળી બસ તેજસના કપાળે લાગવાની જ હતી. ત્યાં જ સડક પર વળાંક આવતાં જાદવે બાઈકને વાળી દીધી અને ગોળી સીધેસીધી જતી રહી. જાદવ તો કોઈ બાઈક રેસમાં જીતવા માટે બાઈક ચલાવતો હોય, એમ ચલાવી રહ્યો હતો. એ ભલે થોડો સમય જ અહીં રહ્યો હતો. પણ તેજસે એને એરપોર્ટના રસ્તાનો મેપ બતાવી બતાવીને એરપોર્ટનો રસ્તો મોંઢે કરાવી દીધો હતો. આમ પણ જાદવ એકવાર કોઈ જગ્યાએ જઈ આવે, એટલે એને રસ્તો બરાબર યાદ રહી જતો.

રાતનાં બાર વાગ્યે જાદવની બાઈક ફુલ સ્પીડમા એરપોર્ટ તરફ આગળ વધી રહી હતી, અને એની પાછળની કાર પણ એટલી જ સ્પીડમા આગળ વધી રહી હતી. ત્યાં અચાનક જ તેજસે કારના ડાબી તરફના ટાયરનો નિશાનો સાધ્યો અને ગોળી ચલાવી અને ટાયર પંચર થઈ ગયું. કારચાલકે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. બીજી જ સેકન્ડે તેજસે જમણાં ટાયરનો નિશાનો સાધ્યો અને ફરી ગોળી ચલાવી. આ વખતે બીજું ટાયર પણ પંચર થઈ ગયું અને કારચાલક પોતાનું સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી બેઠો. કાર દિવાલમાં અથડાઈને ત્યાં જ રોકાઈ ગઈ. જાદવની બાઈક એરપોર્ટ તરફ આગળ વધી ગઈ.

એરપોર્ટ આવતાં જ જાદવે બાઈક રોકી, બંને નીચે ઉતર્યા. અંદર આવતાં જ એ બંને જે હોટલમાં રોકાયા હતાં. ત્યાંનો મેનેજર અંદર જ હતો. એણે એ બંનેને એમનો સામાન અને પ્લેનની ટિકિટ આપી. બંને તરત જ સિક્યોરિટી ચેકીંગ તરફ આગળ વધી ગયાં. બધી ફોર્માલિટિઝમાથી પસાર થયાં પછી બંને પ્લેનમાં બેઠાં અને પ્લેને ઉડાન ભરી.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance