STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Children

3  

Prashant Subhashchandra Salunke

Children

સ્વર્ગ નરક ક્યાં?

સ્વર્ગ નરક ક્યાં?

1 min
180

એક જંગલમાં સિંહનો ઘણો દબદબો હતો. બધા એનાથી ડરતાં અને એણે માન આપતાં. હવે ધીમે ધીમે સિંહ વૃદ્ધ અને અશક્ત થવા લાગ્યો. આખરે લાંબી બીમારીને અંતે સિંહ એના ગુફા પાસે જ મરવા પડ્યો. અશક્તિને કારણે એનાથી બિલકુલ હલાતું કે ચલાતું નહોતું. હવે જે પણ પ્રાણીઓ એની ક્રૂરતાના ભોગ બન્યા હતાં તે ધીમે ધીમે એમના અપમાનનું સાટું વાળવા એની નજીક આવવાની હિમત કરવા લાગ્યાં. તેઓ દુર ઊભા રહી સિંહને ગાળો ભાંડતા અને ખરુંખોટું સંભળાવતા. ધીમે ધીમે તેઓ નજીક આવી બોલવા લાગ્યાં.

એકદિવસ ગુસ્સામાં એક બળદે એણે શિંગડું માર્યું. દેખાદેખી સુવરે એણે દાંત ઘુસેડ્યા. સિંહ લાચારીથી પડ્યો રહ્યો. હવે દુર ઉભેલા ગધેડાએ જયારે જોયું કે સિંહ કશું કરી શકતો નથી ત્યારે એ પણ સિંહ પાસે આવ્યું અને પોતાની પુછડી સિંહને બતાવી થોડીવાર એણે ચીઢવી લીધાં પછી જોરદાર લાત મારી. સિંહ દુર ફંગોળાતો બોલ્યો “આણા કરતાં મરણ સારું છે.”

બોધ :બાળકો, સ્વર્ગ કે નરક અહીં જ છે. તમે કરેલા કુકર્મોનો હિસાબ તમારે અહીં જ મૃત્યુ પહેલા આપવો પડતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Children