Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

2  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

સ્વર્ગ જેવું ઘર

સ્વર્ગ જેવું ઘર

3 mins
16


"આજે સાંજે ૫ વાગે તૈયાર રહેજે. આપણે આજે મકાન જોવા જવાનું છે"" રાજેશે પત્ની રોશનીને કહ્યું.

રાજેશ એક કંપની મેનેજર હતો. પગાર સારો હતો. રોશની અને રાજેશના લવ મેરેજ હતા. બંને એકબીજા થી સંતુષ્ટ હતા. આજે મેરેજના પાચ વર્ષ પછી, રાજેશ એની એનીવર્સરી પર, ઘર નું ઘર આપવા માગતો હતો. કેમ કે એ ભાડાના ઘરમાં રહેતા હતા. રોશનીનું એક સ્વપ્ન હતું કે, ઘરનું ઘર હોય,અને આ સપનાને પૂર્ણ કરવા, રાજેશ રાત દિવસ મહેનત કરતો હતો. રોશની તો બહુ ખુશ હતી. નવા ઘરના સપનાઓ સજાવવા લાગી. નવા ઘરમાં એ ખૂબ સજાવટ કરશે, બગીચો બનાવશે, જાત જાતના ફૂલ છોડ વાવશે.

નવા બેડ નવી બેડ શીટ અને નવા સોફા વસાવશે.

 અને એવું મેચિંગ બારીમાં પરદા લગાવશે.

આમ કેટલાય સોનેરી સપના ઓ જોવા લાગી,

 સાંજના પાચ ક્યારે વાગી ગયા એ ખબર પણના રહી.

 રાજેશની ઇચ્છા એવી હતી કે,

પોતાના બજેટમાં સારા એરિયામાં સારું ઘર મળી જાય .

અને એની બજેટ અને સપના પ્રમાણે ઘર, એની સોસાયટીની બાજુની ગલીમાં જ હતું.

પણ ઘણા વર્ષો થી બંધ પડેલું અને અવાવરૂ હતું,

એના જે માલિક હતા એ પરદેશમાં હતા. અને થોડા દિવસો માટે આવ્યા હતા.

જેથી એમના પાસે સમય ઓછો હતો.

એટલે

ઓછી કિંમતે પણ મકાન દેવા માટે અગ્રી થઈ ગયા.

રોશની એ જ્યારે ઘર જોયું ,

ત્યારે એની પોતાના સપના તૂટતાં હોય એવું લાગ્યું .

  પોતાના સપનાના ઘર જેવું આ નથી.

ચારે બાજુ કરોળિયાના જાળા,

ઠેર ઠેર ધૂળના ઢગલા,

ચારે બાજુ ભંગાર ને,

આમ જોઈએ તો કોઈ ખંડિયેર કે ભૂત બંગલા જેવું લાગતું હતું .

 રાજેશે રોશની ને પૂછ્યું ચાલશે આ ઘર?આપણા બજેટમાં છે .

 ત્યારે રોશની મનોમન વિચારવા લાગી,

ભલે ને ખંડીયેર હોય,

પણ ઈશ્વરે સ્ત્રી ઓમાં અજબ શક્તિ મૂકી છે.

એ ખંડીયેર ને પણ સ્વર્ગ બનાવી શકે.

બસ રોશની એ મંજૂરીની મહોર મારી દીધી. આથી રાજેશ પણ ખુશ થયો.

અને થોડા દિવસોમાં કાનૂની કાર્યવાહી કરે અને એ ઘર રોશનીના નામે કરી દીધું.

પછી તો રોશની પોતાના સપનાના ઘર ને સજાવવા ,

રાત દિવસ મહેનત કરવા લાગી.

નામ જ એનું રોશની સાર્થક કરી બતાવ્યું.

 ઘરની સાફ સફાઈ,

  રંગ રોગાન કરાવ્યું,

 ફર્નિચર વિગેરે પણ થોડા દિવસમાં પતી ગયું .

રોશની બજાર જઈ ને કુંડા ઓ લઈ આવી રંગ બેરંગી ફૂલના ,

ઘરના આંગણામાં ,

આસોપાલવ આંબા અને લીમડા રોપ્યા.

ઘરની સજાવટ પણ એવી કરી કે,

બધા જોતા રહી ગયા.

આ ખંડીયર અને ક્યાં આ સ્વર્ગ જેવું ઘર

    આજે  એ મકાન લીધું એને  રોશની એ ઘર બનાવી દીધું .

આંગણામાં રાખેલા કુંડામાં પણ ફૂલો આવવા લાગ્યા હતા.

ત્યાં એક ઝૂલો પણ રાખ્યો,

ત્યાં પક્ષીઓ માટે પાણી રાખ્યું,

બધા પક્ષીઓ આવતા.

કિલ્લોલ કરતા .

ગીતડાં ગાતાં

અને રોશની પણ ખુશ.

કેમ કે આજે એનું સ્વપ્ન નું ઘર મળી ગયું હતું. રાજેશ પણ બહુ ખુશ હતો. રોશની જેવી જીવનસંગિની મેળવીને એ ઈશ્વરનો મનોમન આભાર અદા કરતો હતો અને રોશની ને કહે છે "ખરેખર ઈશ્વર નું અદભૂત સર્જન છે આનારી. જેના વગર ઘર શક્ય નથી. મકાનને ઘર ફક્ત સ્ત્રી જ બનાવી શકે. જ્યારે એક મકાનમાં સ્ત્રીનો પગ પડે, ત્યારે જ સાચા અર્થમાં ઘર બને છે. કુદરતે ગૃહિણીમાં, એટલી આવડત, એટલી સમજણ મૂકી છે કે, એના હાથના જાદુથી એક ખંડિયર પણ સ્વર્ગ જેવું ઘર બની જાય છે."


Rate this content
Log in

Similar gujarati story from Fantasy