STORYMIRROR

Zalak bhatt

Drama Horror

3  

Zalak bhatt

Drama Horror

સ્વપ્નનું સત્ય

સ્વપ્નનું સત્ય

7 mins
128

   એક જુનું ગામ, જ્યાં સડક પણ પથ્થર વિહીન હતી ને ધૂળની ઊડતી ડમરી, ઘોડાગાડીનો અવાજ તથા એક પુરાની હવેલી. જેના દરવાજા પાસે પહોંચતાં ઘોડાની બગી ઊપણ રહી જાય છે. હવામાં એ લોઢાના બનેલા મજબૂત દરવાજા પણ કાગળની જેમ ખૂલે છે ને બંધ થાય છે. આગળ કંઈ પણ થાય તે પહેલાં જ સ્નેહા તુરંત ઊઠી જાય છે.

    ડરી ગયેલી, સહમી ગયેલી સ્નેહા પોતાની આસ-પાસ નજર કરી ને કહે છે. ઓહ! સપનું હતું. પણ, મને તો તે ઘણું રીયલ લાગ્યું !આવી જ જગ્યા ને આવી જ સ્થિતિ કેમ દર વખતે દેખાય છે ? કંઇક તો છે. ભલે, પણ ઘણું મોડું થઇ ગયું છે હવે, મારે રેડી થવું જ પડશે. આમ વિચારી તે તરત જ તૈયાર થાય છે. ને પોતાની ડ્યુટી માં જાય છે. સ્નેહા એક ઇન્સ્પેકટર હોય છે. તેથી હરરોજ આવતાં ડરામણા સ્વપ્ન ને તે ભૂલી જ જાય છે. ને પોતાની ડ્યુટી માં ધ્યાન દેતી રહે છે. સ્નેહા ના પોલીસના નિયમ પ્રમાણે ચાલવાના વર્તનને તેના સહકર્મચારીઓ સ્વીકારતાં નથી અને તેથી જ સ્નેહા નું વારંવાર ટ્રાંસ્ફર થતું રહે છે. પહેલાં તે હૈદરાબાદ માં હતી પછી મુંબઇ માં ને હવે તો એવા સ્થાન માં મુકવાનો પ્લાન ચાલી રહ્યો છે. જ્યાં સ્થાનીય લોકો પણ સાંજે બહાર નીકળતાં ડરે છે. સ્નેહા ને આ બાબતની જાણ પણ નથી. અને તે તો શહેરના જાણીતા લોકપ્રિય શ્રી વૈભવ અદા ના કેસને સોલ્વ કરવાના વિચાર કરે છે. કે જેઓ નામદાર પોલિટિશિયન પણ છે અને સ્નેહાને યકિન છે કે વૈભવ પ્રદાન પોલિટીક્સ સાથે કોઈ ગેરકાનૂની ધંધો પણ ચાલુ છે અને તેથી જ સ્નેહા વૈભવ બધાના એક એક એવા ગેરકાનૂની ધંધા ની ફાઈલ ખુલતી હતી સ્નેહાને સમાજના લોકો તરફથી પણ સપોર્ટ મળતો હતો. અને હવે સ્નેહા વૈભવ અદા પુત્ર રુદ્રની પણ કાનૂની કાર્યવાહી કરવાની હતી. રુદ્રના સમ્બલિંગ, બળાત્કાર, અફીણ, દારૂ કેટલાય કેસ સામે આવવાના હતાં કે જેનાથી વૈભવ અદા ના સ્થાન પર પણ અસર પડવાની હતી. ને તેથી જ વૈભવ અદા એ d. s. p.ને વાત કરી સ્નેહાનું ટ્રાંસ્ફર એવા સ્થાન પર કરાવી દીધું જ્યાં લોકો સાંજના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરતાં હતા. વળી, વૈભવ અદા આ બાબતની સ્નેહા ને ફોન પર શુભેચ્છા પાઠવે છે.

   પણ સ્નેહા તેની વાતને અવગણે છે અને જે જગ્યાએ જવાનું છે ત્યાં શું કામ કરવાનું છે તે ધારવા લાગે છે. પરંતુ ખરેખર તેને ખબર નહોતી કે તે કેવી જગ્યાએ જવાની છે ? કે જ્યાં ના લોકો દેશભક્તિ, સરળતા, પ્રામાણિકતા ને બદલે અંધવિશ્વાસ, કામણ-ટુમણ , ભૂત -પિશાચ માં વધુ માનતા હોય છે. સ્નેહા ગુગલ પર સર્ચ કરીને જુએ છે તો ઝારખંડના ચલકંદ ગામમાં તેનું ટ્રાન્સફર થયું હોય છે. જે જગ્યાએ મહિલાઓનું સ્થાન નગણ્ય હતું અને આ ઉપરાંત તે સ્થાન પર ઘણો અંધવિશ્વાસ પણ રહેલો હતો. ગુગલ પર ઇમેજ જોઈને સ્નેહાએ પોતાના મન ને એ જગા માટે તૈયાર કરી લીધું. સામાન લઈ ને નીકળવા ની તૈયારી હતી ત્યાં જ સૌરભ નો ફોન આવે છે. સ્નેહા એ એટેન્ડ કરે છે.

સૌરભ: સ્નેહા, મને ખબર છે મારા ના કહેવાથી તું અટકી જશે નહિ પણ, સાવચેત રહેજે. કેમકે, એ જગા મહિલાઓ માટે ખતરનાક છે. તને દૂર કરીને પોતાના કામ પાર પાડવા માટે જ અદા એ આ પગલું ભર્યું છે.

સ્નેહા:ઓહ !સૌરભ તું મને હજુ મહિલા ના દરજ્જા ની જ લેખે છે ? ખબર છે ને ? પહેલી વાર મળ્યા ત્યારે રન માં હું અવ્વલ આવીને તે શું કહ્યું હતું ? કે ભારત ની દરેક મહિલા જો તમારી જેમ સાહસી બની જાય તો આપણો દેશ કેટલો આગળ વધે ? ને આજે આમ કહી રહ્યો છે.

સૌરભ:સ્નેહા, મને તારા પર ભરોસો છે પણ એ જગા એવી છે કે તને સાવચેત કરવી જરૂરી છે. ને હું મારી ડ્યુટી થી પાછો ફરીશ તો તારી પાસે જ આવીશ.

(સૌરભ સ્નેહા નો પતિ હોય છે. બંને જણા જ્યારે પોલીસ ટ્રેનિંગ લેતાં હતા ત્યારે જ ફ્રેન્ડ બન્યાં ને પછી લગ્ન કર્યા પરંતુ, સકુશલ ડ્યુટી ને કારણે તેમને ઘણી મુસીબતો નો સામનો કરવો પડ્યો હતો. સ્નેહા એક પોલીસ બની ને સૌરભ સોલ્વ્જર બન્યો. ને બંને ડ્યુટી પર અડગ છે. )

સ્નેહા:સૌરભ ચિંતા ના કર ત્યાં આપણ ને એક બંગલો મળવાનો છે. આવતો સહી તું પછી એ નવી જગા જોઈએ. ઓકે હું નીકળું છું ને આપણે ત્યાં મળીએ. બાય. . . બાય. . . . આમ કહી ફોન મૂકે છે. ને ટ્રેન પકડે છે બીજે દિવસે ને રાત્રે ગાડી સ્ટેશન પર ઉપણ રહે છે ને.

    સ્નેહા બહાર નીકળે છે. ટેક્સી ડ્રાઇવર, ઓટો ચાલક તેને પૂછે છે કે ક્યાં જાઉં છે ? જ્યારે સ્નેહા ચલકંદ ગામ નું નામ બોલે છે તો બધા જ બીજા કસ્ટમર ને શોધવા લાગે છે. સ્નેહા ને આ અજુગતું લાગ્યું પણ તે રસ્તે આગળ ચાલે છે. ને ત્યાં જ ખુણા માં એક બાવો બેઠેલો હતો. તે સ્નેહા ને પુછે છે કે ચલકંદ જવું છે ? કોઈ સાધન નથી સિવાય કે એક ઘોડાગાડી. કહો તો પહોંચાડી દઉં ?

(સ્નેહા થાકી હોય છે તેથી કાંઈ પણ વિચાર્યા વગર તેણે હા કહી)

બાવો (સ્નેહા પાસે થી બેગ લે છે ને કહે છે કે)

તમે ખૂબ જ નસીબદાર છો અને હિંમતવાન પણ, કેમકે ચલકંદ ના એ મહેલ માં કોઈ આ રીતે મહેમાન બની ને જતું નથી. એ જગા એ જવાની તમે સામે થી હા પાડી તો તમારા પ્રત્યે માન અપાવે તેવી બાબત છે.

(સ્નેહા ને ખાખી બાવા ની વાત માં કંઈ ખૂટતું હોય તેવું લાગ્યું ને એટલે જ તે પૂછે છે)

સ્નેહા: અદા, એવું તો શું છે એ ગામ માં કે બધાં લોકો ત્યાં જતાં ડરે છે ? ને તમને પણ મારે ચલકંદ જવું છે ની ખબર કેમ પડી ? ને તમે તો એકલા બેઠાં હતાં ને ? બગી ક્યાંથી આવી ? કોણ છો તમે ? ગામ કેવું છે ? ખબર જ નથી પડતી.

(સ્નેહા, આ બધું બોલતી પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢીને સૌરભને ફોન કરવા જતી હતી ત્યાં જ તેની નજર આગળ પડી તો શું ? )

સ્નેહા:આ શું ? બગી આપોઆપ ચાલે છે, તે અદા ક્યાં ગયાં ? ને આને કાબુ માં કોણ રાખશે ? હું શી રીતે મહેલ સુધી પહોંચીશ ? આ બધું સ્નેહા વિચારે ત્યાં તો બગી ઉપણ રહી ગઈ ઘોડા આગળ જતાં નથી ને હવે, આ તો એ જ જગા!એ જ મહેલ!એવું જ વાતાવરણ!ને ત્યાં તો અચાનક પવન ઘૂઘવાયો ધૂળ ની ડમરી ઉડી ને મહેલ ના લોઢાના બારણાં હવા માં હલવા લાગ્યાં. તેનો અથડાવાનો અવાજ એક ચેતવણી આપતો હતો કે અંદર ના આવો. સ્નેહા ને આવું અજુગતું ને અણઘટ થશે તેની કલ્પના પણ નહોતી. મારું જ સ્વપ્ન ને આ રીતે સાચું પડે ખરું ? સ્નેહા નું મન ચકરાવા લાગ્યું. ને તે ત્યાં જ ઢળી પડી.

    રાજકુમારીજી, રાજકુમારીજી મહેલ આવી ગયો ને શું થયું મારી દીકરી ને ? કહેતાં રાજા-રાણી બહાર આવે છે. કોણે કર્યું આવું અમે એને જીવતો નહિ રહેવા દઈએ ને પછી રાજકુમારી ની શાહી વિદાય થાય છે તેની કબર પર કેસૂડા નું રોપણ થાય છે કેમકે કેસૂડાના ફૂલ રાજકુમારી ને પ્રિય હતાં. રાજા-રાણી વિલાપ કરતાં હતાં ને રાજકુમારીની રૂહ તેને કહેતી હતી કે હું અહી છું. પણ, જ્યારે તે અનુભવે છે કે તેને તેઓ શા માટે નથી સાંભળી શકતાં તો પોતે જ કબર પાસે જઈ ને નમે છે તો આ શું ? હું જ છું ? મારું જ નામ ? કેવી રીતે બની શકે ? હમણાં જ તો બગીમાં બેઠી હતી.

    હું જીવું છું, હું જીવું છું, હું જીવું છું. . . . આમ રાડો પાડતી સ્નેહા ઉઠે છે ને ત્યારે સવાર થઈ ગઈ હોય છે. જ્યારે આંખો ખોલે છે તો આ શું ? હું અંદર કઈ રીતે આવી ને મને કોણ લાવ્યું ?

બાજુ માં ઉભેલો સૌરભ કહે છે.

સૌરભ:કહ્યું હતું ને કે એકલી ન જઈશ ને હું તારા આવ્યા બાદ થોડીવાર બાદ આવ્યો તને ત્યાં પડેલી જોઈ તો અંદર લાવ્યો ને અહીં તો બધી જ સુવિધા છે. ડો. પણ આયુર્વેદ ના ઉપચાર કરે છે. ખરેખર, તું મહેલ માં આવી ગઈ. આવું તે કદી વિચાર્યું હતું ?

સ્નેહા:ના વિચાર્યું હોય પણ વિચારવું પડે. કેમકે મને સ્ટેશન થી કોઈ વાહન ન મળ્યું ને એક દાદા બગી માં મુકવા આવ્યા તે પણ રસ્તા માં ગાયબ ! પછી, પવન ને હું બેભાન ને પછી મેં હમણાં જે જોયું . .  .

(સ્નેહા કાંઈ બોલે તે પહેલાં જ એક નોકર આવ્યો રાજકુમારીજી તમારી દવા ને કોફી તૈયાર છે)

સ્નેહા:આ! સૌરભ આ વ્યક્તિ જ કાલે દાદા બની ને બગી ચલાવતો હતો.

નોકર: પછી કહેશો કે બાવો પણ હું જ હતો ?

સ્નેહા:હા, એમ ખોટું શું છે ? કાલે બગી મૂકી ને ક્યાં ગયા હતા ? ને અત્યારે રાજકુમારીજી રાજકુમારીજી વળી શું છે ?

સૌરભ : શાંત થા, શાંત થા અહીં આવનાર અતિથિ ને એ લોકો રાજકુમારી ને રાજ કુમાર જ કહે છે. માન આપે છે.

સ્નેહા:સૌરભ અહીં વાત કંઈ અલગ છે ને મારે દવા ની જરૂર નથી. તને ખબર છે ને કે હું આવા ખંઢેર ને બગી નું સ્વપ્ન જોઈ ડરી જતી હતી ને હવે તો હું અહી અંદર છું !

સૌરભ:એ જ તો પ્લસ પોઈન્ટ છે. કે તું કોઈપણ મોટા ડર ને જીતી શકે છે. તું દવા અને કોફી પી’ લે તથા આરામ કર. ડોકટર નું કહેવું છે કે તને આરામની સખત જરૂરત છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama