સ્વપ્નનું સત્ય
સ્વપ્નનું સત્ય
સવારે સ્નેહા જ્યારે ઊઠે છે તો સામે સૌરભ હોય છે. અને સ્નેહા પૂછે છે કે સૌરભ તું જ છો ને કે પછી, આમ આગળ કંઈ બોલવા જાય તે પહેલાં જ સૌરભ પોતાના જીવનનો મંત્ર બોલે છે કે “પડછાયા ને પણ પલટાવી દઈએ એવા આપણે પોલીસ” ને સ્નેહા તેને ભેટી ને રડવા લાગે છે. તેઓ જ્યારે મહેલની બહાર નીકળે છે તો ગામ લોકો તેમનો આદર સત્કાર કરે છે. માતાજીની મૂર્તિની તેઓ ના હસ્તે જ પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવે છે ને એક ભવ્ય મંદિર પણ બને છે. આમ સ્નેહા એક પોલીસ હોવા છતાં ગામ લોકો માટે પૂજનીય બની જાય છે.
રહી વાત વૈભવ અદાની કે જેઓ ના કાળા બજારનું મૂળ સ્થાન જ ચલકંદમાં હતું. મહેલમાંથી બહાર આવી ને સ્નેહા એ જગા ને પણ બહાર પાડે છે અને રુદ્ર તથા વૈભવ અદાના ઘણાં વિરોધીઓ સાક્ષી આપે છે. જેથી તેમને જેલની સજા થાય છે. સ્નેહા ને મોટા શહેરની લાલચ ન હોતી તે આ નાના ગામમાં પણ એક વીરતા, ન્યાય, તટસ્થતા, સહકારીતાનું વાતાવરણ બનાવી દે છે. ને ત્યાંના નવયુવાનોમાં રહેલાં બીસરા મુડાને જગાવી દે છે. જે આગળ જતાં ફોજમાં ભરતી લે છે. ને આ રીતે ચલકંદ એ સૈનિકનું ગામ બની જાય છે. આપ પણ આપનામાં રહેલી સ્નેહા તથા બીસરા મુડા ને જગાવો ને જુઓ કે આસ-પાસનું વાતાવરણ કેવું ગર્વ કરતું હોય તેમ લાગશે.

