The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Sapana Vijapura

Romance Inspirational

4.8  

Sapana Vijapura

Romance Inspirational

સ્વમાન

સ્વમાન

9 mins
195


સ્વાતિ હાથમાં ફોલ્ડર લઇ એક આલીશાન ઓફિસમાં દાખલ થઇ. શોર્ટ સ્કર્ટમાં એ ખૂબ સુંદર લાગી રહી હતી. એણે ઓફિસમાં નજર દોડાવી. બીજી સાતેક જેટલી યુવતીઓ ત્યાં ઇન્ટરવ્યૂ માટે બેઠેલી હતી. ઊંચી હીલના સેન્ડલ ખટકાવતી એ ઇન્ફર્મેશનપાસે પહોંચી. અને કહ્યું,

"હું અહીં ઇન્ટરવ્યૂ આપવા આવી છુ. " આમ કહીએણે ઇન્ટરવ્યૂનો લેટર પેલી રીસેપ્નીશ્ટને પકડાવીદીધો. રીસેપ્નીશ્ટએ એને બેસવા માટે કહ્યું.

"બેલા પારેખ " અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. એક યુવતી અંદર ગઈ. થોડીવાર પછી બેલા ગુસ્સામાં બહાર આવી ! એના મનમાં શું સમજતા હશે બધા ? દરેક વસ્તુ બિકાઉ છે ? ટુ હેલ વિથ યુ. અને ટપટપ કરતી ઓફિસમાંથી બહાર નીકળી ગઈ.

"રંજના દેસાઈ" ફરીથી અંદરથી એક રુક્ષ અવાજ સંભળાયો. રંજના ઉભી થઈને ઓફિસમાં ગઈ. થોડીવારમાં એ પણ પાછી ફરી. ચહેરા પર ઉદાસી લાગતી હતી. સ્વાતિને હવે થોડો પસીનો વળવા લાગ્યો. જલ્દી ટીશ્યુ કાઢીને એને ચહેરો સોફ્ટલી લૂંછી લીધો. આ જોબની એને કેટલી જરૂર હતી એ એનું મન જાણતું હતું. એકદમ એના કાનમાં દર્દથી પીડાતી માનો કણસવાનોઅવાજ સંભળાયો. ડોક્ટરનો અવાજ પણ કાનમાં ગુંજવા લાગ્યો. સાડા ત્રણ લાખ રૂપિયા જોઈશે. ઓપરેશન માટે. નહીંતર માને બચાવવી અઘરી છે. અચાનક સ્વાતિની આંખો ભીંજાઈ ગઈ. હાથમાં જે ટીસ્યુ હતું એનાથી જ આંખો લૂંછી નાખી.

એને આસપાસ નજર ફેરવી. બે યુવતીઓ બેઠી હતી બાકીની બધી હારીને રવાના થઇ ગઈ હતી. બસ આ બે રસ્તામાંથી જાય તો એનો ચાન્સ હતો. ઓફિસ ખૂબ સુંદર રીતે સજાવેલી હતી. સામે લાકડાના મેજ પર રીસેપ્નીશ્ટ બેઠી હતી. એનું મેજ ખૂબ વ્યવસ્થિત લાગી રહ્યું હતું. મોંઘુ કોમ્પ્યુટર સામે હતું. ત્રણ ખૂણામાં ત્રણ સુંદર્ જીવંત પ્લાન્ટ ગોઠવેલા હતા. આ ઓફિસનો માલિક આકાશ મલ્હોત્રા ખૂબ પ્રસિદ્ધ બિઝનેસમેન હતો. જ્યારે એણે પેપરમાં આ જોબની જાહેરાત જોઈ તો એણે ગુગલ કરીને આકાશ મલ્હોત્રાની માહિતી કાઢી હતી. પણ આવી જાહેરાત ? એને નવાઈ લાગી હતી. આમ તો એ આવી જોબ માટે કદી ઇન્ટરવ્યૂ દેવા ના આવત પણ માની સ્થિતિને લીધે એ મજબૂર થઇ ગઈ હતી. એણે ખૂબ ઇન્ટરવ્યૂ આપ્યા હતા પણ ક્યાંથી પણ 'હા' નો જવાબ આવ્યો ના હતો. એટલે મજબૂરી માં આ જોબ માટે ફોર્મ ભરેલું.

"સ્વાતિ પંડ્યા " અને એ સફાળી જાગી પડી. થોડીક સ્વસ્થ થઈને અંદર ઓફિસમાં ગઈ. સામે ટેબલ પર બે પુરુષો બેઠા હતા. જેમાં એક જવાન હતો અને બીજો પ્રૌઢ હતો. પ્રૌઢ પહેલા બોલ્યો,"હાય સ્વાતિ હું રાજ મલ્હોત્રા અને આ છે મારો સન આકાશમલ્હોત્રા. આવ બેસ." સ્વાતિએ એક નજર ઓફિસ પર દોડાવી. બધું ફર્નીચર ખૂબ નિટ્લી ગોઠવેલું હતું. રાજ મલ્હોત્રા થોડો રુક્ષ લાગ્યો પણ હવે જે હોય તે ઇન્ટવ્યૂ તો આપવાનો છે.

આકાશે હજુ સુધી ફક્ત સ્મિત જ કર્યું હતું. એને ત્રાસી આંખે નોટિસ કર્યું કે આકાશનું સ્મિત ઘણું મોહક હતું." તો મિસ સ્વાતિ તમે આ જોબ માટે શા માટે તૈયાર થયા એ જણાવશો ?

સ્વાતિ અચકાઈ આવા સીધા સવાલની એને આશા નહોતી,' વેલ, મારે તાત્કાલિક પૈસાની જરૂરત છે . મારી મા બીમાર છે એને ઓપરેશની તાત્કાલિક જરૂર છે.

રાજ ફરી બોલ્યો, 'તમને ખબર છે ને કે તમારી જોબ કેવી હશે ? તમારે તમારું ઘર અને મા બંને છોડવા પડશે. એ તમારી સાથે અમારા બંગલામાં મા નહિ આવી શકે. તમે મિસિસ આકાશ મલ્હોત્રા બની જશો ફક્ત એક વર્ષ માટે, તમે આકાશને એક બાળક આપી છુટાછેડા લઇ બાળકને આપી આકાશના જીવનમાંથી સદાને માટે નીકળી જશો. તમારા જેવા ગરીબ લોકોનો પ્રોબ્લેમજ આ છે. મા મા કરી માના પડખામાંથી નીકળતા નથી. પાઈની પેદાશ નથી હોતી અને સપના કરોડોના જોવાના.'

સ્વાતિએ ઉભી થઇ ગઈ અને કહ્યું, જ્યારે મેં જોબ માટે એપ્લિકેશન આપી ત્યારે મેં આ કામ કરવા માટે મારા મનને સો વાર સમજાવ્યું હતું ! હું કહું શા માટે ? કારણકે મારા મોરલ મને આ કામ કરવા માટે ના કહેતા હતા, પણ મારી મા નજર સામે આવી જતી હતી. તમે જેને કહો છો ને કે મા મા કરે છે. એ માએ મને એકલા હાથે ઊછેરીને મોટી કરી, ભણાવી અને લાયક બનાવી. એજ માને મારી જરૂર હોય ત્યારે હું એને છોડી દઉં ? જોકે હવે તમારા વિચાર મેં જાણી લીધા છે. મિસ્ટર આકાશ મલ્હોત્રા તમે પોતે જેની સાથે એક વરસ રહેવા તૈયાર છો, એના બાળકના પિતા થવા તૈયાર છો એ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ તમારા પિતા લઇ રહ્યા છે ? તો શું તમારા મોઢામાં મગ ભરેલા છે ? તમે શું મને જોબ આપવાના હતા, હું જ આ જોબનો ઇન્કાર કરું છું. જે લોકો પોતાની માને સન્માન ના આપી શકે તેના માટે મારે હરગિજ કામ નથી કરવું."

સ્વાતિ ઓફિસ છોડીને બહાર નીકળી ગઈ. સ્વાતિનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. હવે ખબર પડી કે બધી યુવતીઓ શા માટે ગુસ્સામાં હતી. ગરીબીનું મેણું તો ખરાબ હતું પણ સાથે સાથે મા માટે જેમતેમ બોલવું ! આહ હેલ વિથ ઈટ ! રીક્ષા કરી એ ઘરે પહોંચી. મા એ પ્રશ્નાર્થ ભરી નજરથી એની સામે જોયું. એણે નજર ફેરવી લીધી. માની ઉદાસ આંખો સમજી ગઈ કે જોબ મળી નથી. માને તો એને કહ્યું પણ નહોતું કે એ કેવા પ્રકારની જોબ કરવા થઇ ગઈ હતી. એ રસોડામાં ગઈ અને એક ગ્લાસ પાણીનો પીધો. અને આંખના આંસુને છૂપાવી લીધા. એને માને કહ્યું ' મા તને બહારનું ખાવાનું ખૂબ ભાવે છે ને ચાલ આજ તારા માટે બહારથી ખાવાનું લઇ આવું.' મા કહે 'ના બેટા ખૂબ ખર્ચો થઇ જશે રહેવા દે. એને કહ્યું ,' ના આજ તો મારે મધર્સ ડે જેવું સેલિબ્રેશન કરવું છે. મા માટે ગર્વ ! જો મારી ગરદન કેટલી ઊંચી છે ?

મા એની કોઈ વાત સમજતી નહોતી. એ કહે માં હું ફ્રેશ થઇ જાઉં પછી ખાવાનું લઇ આવું, ત્યાં સુધી તું વિચારી લે તારે શું ખાવું છે. મા ફિક્કું હસી. તું આ પરપોટાને ક્યાં સુધી હથેળીમાં રાખીશ.

એટલામાં ડોરબેલ વાગી. સ્વાતિને થયું અત્યારે કોણ હશે ? અહીં તો કોઈ સગાવ્હાલાનું આવવું જવું પણ નથી. સ્વાતિએ બારણું ખોલ્યું. એ વિસ્મય પામી ગઈ. સામે રાજ મલ્હોત્રા અને એનો દીકરો આકાશ મલ્હોત્રા ઊભાં હતા. સ્વાતિ બારણાની આગળ દીવાલ બની ઊભી રહી ગઈ. "કહો, મિસ્ટર મલ્હોત્રા આ ગરીબનું શું કામ પડ્યું ?

રાજ મલ્હોત્રા બોલ્યો, 'આકાશ તારી સાથે વાત કરવા માંગે છે. સ્વાતિએ તેમ છતાં બારણું ખોલ્યું નહિ. એને પ્રશ્નાર્થ ભરી નજરથી આકાશ સામે જોયું ! આકાશે કહ્યું,"અમે અંદર આવીએ ?" કમને એ દરવાજામાંથી હટી. એને મમ્મીને કહ્યું કે 'મા તમે અંદર ચાલો.' અને હાથ પકડીને એ માને અંદર મૂકી આવી. ડ્રોઈંગરૂમમાં પાછાં ફરતા એ ને બંનેને બેસવા કહ્યું. ડ્રોઈંગ રૂમની એકે એક ચીજમાંથી ગરીબી ટપકી રહી હતી. ફાટેલા સોફા પર બેસતા આકાશે ફરી એ મનમોહક સ્મિત આપ્યું.

સ્વાતિએ નજર ફેરવી અને રુક્ષતા બતાવી. રાજે વાતનો દોર સાંભળ્યો. "જો સ્વાતિ તારી સાથે ઇન્ટરવ્યૂમાં મેં જે ગુસ્તાખી કરી એની માફી માંગી લઉં. આકાશને તું એના બાળકની મા તરીકે ગમી ગઈ છે. તેથી તને એ જોબ આપવા માગે છે."

આકાશે ઇશારાથી એના પપ્પાને રોકી લીધા. અને કહ્યું, "જો સ્વાતિ મને તારો તારી મા પ્રત્યેનો પ્રેમ ગમ્યો, તું જે રીતે તારી માનું સન્માન કરે છે તે ગમ્યું. અમને આવો પ્રેમ મળ્યો નથી કે અમે કોઈને આપ્યો નથી. તેથી મેં મારી પસંદગી તારા ઉપર ઉતારી છે. જેથી મારા બાળકો તારા જેવા સંસ્કાર પામે. સોરી.... આપણી એકજ બાળકની વાત થયેલી પણ હું હવે તારી પાસે વધારે બાળકો ઇચછું છું અને એ માટે હું તારો પે પણ વધારી આપીશ. તો પ્લીઝ મને ના નહિ કહેતી.

સ્વાતિએ માથું ધુણાવી ના પાડી. એ કહેવા લાગી, 'જૂઓ મિસ્ટર આકાશ હું આ જોબ મારી મજબૂરીથી લેતી હતી. અને તમે મને પૈસા આપવાના હતા અને એક બાળક થયા પછી મને છૂટી કરવાના હતા. પણ આ રીતે જો હું બંધાઉં તો જિંદગીભર મારો છુટકારો ના થાય. અને માનું મારા સિવાય કોઈ નથી. આ જોબ હું સ્વીકારી નહિ શકું.

આકાશે ફરી એજ મોહક સ્મિત કર્યું અને કહ્યું કે, 'તારી મા આપણી સાથે જ રહેશે. એમની જવાબદારી મારી રહેશે. સ્વાતિ એ ફરી કહ્યું, "આ તો લગ્ન જેવું થયું. જિંદગીભરનું બંધન અને હું આ બંધન પ્રેમ કર્યા વગર શી રીતે સ્વીકારું ?" ફરી એ જ સ્મિત સાથે આકાશ બોલ્યો,"એક તરફનો પ્રેમ ચાલશે ? તું તો નથી કરતી મને પ્રેમ પણ હું તને કરું છું. તું ગઈ ત્યારથી તારા જ વિચારો કરું છું, તારી જ વાતો યાદ કરું છું. પપ્પાને પણ મેં જ ફોર્સ કર્યો અહીં આવવા માટે. હવે તું ના સમજી હોય તો મારે તારી મા સાથે વાત કરવી પડશે. વળી પહેલાના જમાનામાં ક્યાં પ્રેમ પછી લગ્ન થતા હતા. ત્યારે તો લગ્ન પહેલા અને પછી પ્રેમ થતો હતો અને મને ચોક્કસ ખાતરી છે કે તું મને પ્રેમ કરવા લાગીશ." ફરી એ જ મોહક સ્મિત આકાશે આપ્યું.

સ્વાતિએ ઊભા થતા કહ્યું," મિસ્ટર આકાશ, મને બે દિવસનો સમય આપો હું ફરી જવાબ આપીશ." સ્વાતિ આખી રાત સૂઈ ના શકી. ફરી ફરીને આકાશનો મોહક ચહેરો એને લોહચુંબકની જેમ ખેંચી રહ્યો હતો. પણ પણ આ રીતે લગ્ન ? શી રીતે સ્વીકારી શકાય ? એ પણ જાણવું પડે કે એ પહેલા શા માટે એક વર્ષમાં છૂટાછેડા આપવા માગતો હતો. અને બાળકનેમાંથી જુદો કરવા માગતો હતો.

સવાર સુધી એને ઊંઘ ના આવી. જ્યારે સૂર્યનું પહેલું કિરણ જમીન પર પડ્યું ત્યારે એની આંખ મળી. એટલામાં ફોનની રિંગ વાગી.

સામેથી મીઠો અવાજ સંભળાયો, "ગુડ મોર્નીગ" બીજી બાજુ આકાશ હતો. એને ચોક્કસ ખાતરી થઇ ગઈ કે એ પહેલે છેડેએજ મોહક સ્મિત કરી રહ્યો હતો. આકાશે વાત ચાલુ રાખી,"આજ કોફી માટે મળીએ ?" અનાયાસે એનાથી હા કહેવાય ગઈ. જાણે એના પર કોઈએ જાદુ કર્યું હતું.

સ્વાતિ નાહીં ધોઈ તૈયાર થઇ નીકળી. બ્લેક સ્કર્ટ અને સફેદ શર્ટમાં એ કોઈ એર હોસ્ટેજ જેવી લાગતી હતી. મા એ પૂછ્યું ક્યાં જાય છે ? જોબ શોધવા ? એને સ્મિત કરીને કહ્યું," જોબ મળી ગઈ સમજો, હવે સેલેરી નક્કી કરવા જાઉં છું."

એ નજીકના કોફી શોપમાં પહોંચી, આકાશ પહેલેથી ત્યાં હાજર હતો. એ ઊઠીને એને ટેબલ સુધી લઇ ગયો. બે કોફી ઓર્ડર કરી. એને સ્વાતિને પૂછ્યું તારે સેન્ડવીચ જોઈએ છે ? સ્વાતિએ માથું ધુણાવી ના કહી. સ્વાતિએ કહ્યું," હું આખી રાત સૂઈ ના શકી !" મારે મારી જિંદગીનો મહત્વનો નિર્ણય લેવાનો છે તો મારા કેટલાક સવાલ છે. આકાશ સ્મિત કરતો રહ્યો. સ્વાતિએ પોતાના પર કાબુ મેળવાયો. ના હું એના સ્મિતમાં નથી આવવાની. આકાશે કહ્યું ,હા પૂછ શું પછવું છે ? સ્વાતિએ જાહેરખબર માટે પૂછ્યું, એવું શા માટે કે તમને એકજ બાળક જોઈએ અને વર્ષ પછી છૂટાછેડા લેવાના હતા, એની પાછળ કોઈ તો કારણ હશે ? આકાશે સ્મિત કરતા કહ્યું,"હું આ સવાલનીજ આશા રાખતો હતો, અને તારો સવાલ વ્યાજબી છે. એની પાછળ એક સ્ટોરી છે, હાલ તને ટૂંકમાં કહું છું પછી જો આપણા લગ્ન થશે તો વિગતવાર કહીશ.

મારા એક કાકા હતા જેને એક યુવતી સાથે પ્રેમ થયો. લગ્ન પણ થયા. અને એક બાળકના પિતા પણ થયા. પછી એ યુવતી મારા કાકા પર દાદાગીરી કરવા લાગી અને એમને ખ્યાલ આવી ગયો કે એણે ફકત પૈસા માટેજ લગ્ન કરેલા. છેવટે મારા કાકા એટલા કંટાળી ગયા કે એમણે આત્મહત્યા કરી. અમારે પેલી યુવતીને ખૂબ પૈસા આપી ઘરમાંથી કાઢવી પડી. પૈસાનું દુઃખ ના હતું દુઃખ કાકાના જવાનું હતું. એટલે દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકીને પીવે છે. એટલે લગ્ન ને અમે ટેમ્પરરી સ્વરૂપ આપવા માગતા હતા. પણ બાળક તો મને જોઈતું હતું. આ બધો પપ્પાનો આઈડિયા હતો. પણ તને જોતા અને તારા વિચારો જોતા બસ તારા પરવિશ્વાસ કરવાનું મન થાય છે.

હવે સ્વાતિનો ચૂપ રહેવાનો વારો હતો. એની આંખો પણ ભીંજાઈ હતી. એ આકાશે નોટિસ પણ કર્યું. સ્વાતિએ ધીમેથી કહ્યું, મારી પણ એક શરત છે. આકાશે પ્રશ્નાર્થ ભરી નજરથી એની સામે જોયું.

સ્વાતિએ આંખ ઊંચી કર્યા વગર વાત ચાલુ રાખી,"માને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. તો આ લગ્ન માના ઓપરેશન પછી જ થશે અને ઓપરેશન પછી અને આખી જિંદગી મા મારી પાસેજ રહેશે. જો મજુર હોય તો હું મા ને વાત કરું.

આકાશે ધીરેથી એનો નાજુક હાથ પકડ્યો અને મોટી હીરાની વીંટી એની આંગળીમાં પહેરાવી દીધી. આજથી તું મારી પ્રેમિકા, મારી જીવનસંગિની, મારી અર્ધાંગના અને મારા બાળકોની મા તરીકે સ્વીકાર કરું છું. તું મારી સાથે લગ્ન કરીશ ? સ્વાતિ શરમથી લાલ લાલ થઇ ગઈ. આકાશનો સ્પર્શ એના શરીરમાં કંપારી લાવી ગયો.


Rate this content
Log in

More gujarati story from Sapana Vijapura

Similar gujarati story from Romance