સૂરજ અને તેનાં રોલ મોડેલ
સૂરજ અને તેનાં રોલ મોડેલ
સરદાર પટેલનો જન્મ નડિયાદ શહેરમાં થયો હતો. તેઓ ભણવા માટે અમદાવાદ માં રહેતાં હતાં. શાળા પૂરી કર્યાં પછી તેઓ મુંબઈ ભણવા માટે ગયાં.
તેઓ મુંબઈ ભણવા માટે પહોંચી તો ગયાં, પણ તેમની પાસે પૈસા નહોતાં કે તે કોલેજ માં એડમિશન લઈ શકે. તેમણે સ્કોલરશીપ માટે અરજી કરી હતી પણ તેની ઉપર કોઈ ધ્યાન આપતું નહોતું. તેઓ વારે ઘડીએ સરકારી ઓફિસોમાં જતાં હતાં. પણ ત્યાં કોઈ તેમનાં દસ્તાવેજને સ્વીકારતું નહોતું. દસ્તાવેજમાં જરૂરી વસ્તુઓ હોવા છતાં પણ એમને સ્કોલરશીપ નહી મળી. છેવટે તેઓએ થોડાક પૈસા ઉધાર લઈને અને થોડાક પૈસા દિવસ રાત નોકરી કરીને ભેગાં કર્યાં અને જાતે જ ફી ની રકમ ભરી. આમ, તેઓએ વકીલાતનું ભણ્યાં અને ડિગ્રી મેળવી.
તેઓ જ્યારે પ્રેક્ટીસ કરતાં હતાં ત્યારે તેમણે જોયું કે, સરકારી ઓફિસોમાં રિશ્વત સિવાય કામ થતું જ નથી. મંત્રીઓનાં છોકરાં ને સહેલાઈથી નોકરી પર સારો એવો હોદ્દો મળે છે અને જે લોકો મહેનત કરે છે તેમને કંઈ જ નથી મળતું. એ વખતે આઝાદીની લડતનો આરંભ થયો હતો. લોકો સ્વતંત્રતા માટે રાતદિવસ લડાઈ કરતાં હતાં. ગાંધીજી અને તેમનાં નેતૃત્વ હેઠળ લોકો શાંતિથી સત્યાગ્રહ કરતાં હતાં અને જે લોકોને શસ્ત્રોથી લડાઈ કરવી હતી તે લોકો ભગતસિંહ સાથે જોડાયેલાં હતા. ત્યારે તેમણે વિચાર્યું કે પહેલાં દેશની આઝાદી મળી જાય પછી આ વિશે નિવારણ લાવશું.
તેમણે ગાંધીજી સાથે અનેક સત્યાગ્રહના હિસ્સો બન્યાં. જોડે જોડે આઝાદીની લડાઈ અને રાષ્ટ્રીય એકતાનું પણ તેઓ સાંકળ બનાવી રાખવા માંગતા હતા. અને આઝાદી મળી તે પછી તેઓએ અખંડ ભારતની સ્થાપના કરવામાં જંપલાવ્યું. આ જ સમયગળામાં તેમનો પરિચય ડોક્ટર ભીમરાવ આંબેડકરની સાથે થયો. તેઓ નવાં ભારતનાં સંવિધાન સભાના સભ્ય પણ હતાં. તેઓ આ સમયે ભારતનું અર્થતંત્ર અનેં બંધારણ બનાવતાં હતાં. ત્યારે આગામી સમયમાં જે કાંઈ પણ અલગ અલગ પ્રકારનાં સંજોગો બને તે માટે નિયમો લખવામાં આવ્યા હતાં. અને તે સમયે વલ્લભભાઈ પટેલે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને સ્કોલરશીપ નાં વિષય પર ચર્ચા કરી હતી. ત્યારે તેમણે બંધારણની આખી પુસ્તક વાંચી. તેમણે તેમનાં સવાલો કે જ તેમનાં ભણતાં સમયે આવ્યાં હતાં તે મલી ગયાં હતાં.
આ વાતને કેટલાંય વર્ષો વીતી ગયાં. એક સૂરજ નામનો છોકરો હતો કે જેને એક ઈમાનદાર વકીલ બનવાનું સપનું જોયું હતું. તેણે પણ સરદાર પટેલની જેમ ફી ભરવાની મુશ્કેલી અનુભવી હતી. અને તેણે સરદાર વલ્લભભાઈ પટેલની આખી પુસ્તક વાંચી હતી. તેણે ગાંધીજીની પણ પુસ્તક વાંચી હતી પણ તેની માટે તેનાં રોલ મોડલ સરદાર વલ્લભભાઈ પટેલ જ હતાં. તેણે બહારની દુનિયામાં જોયુ અને અનુભવ્યું હતું કે ભ્રષ્ટાચાર ની સામે જે લોકો બોલે છે કે પછી અવાજ ઊંચો કરે છે તે લોકોને ગાયબ કરી દેવામાં આવે છે. તેણે પણ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. અને જે સબૂત હતા તે તેણે અદાલત માં રજૂ કર્યાં. સબૂત સાચા હતાં એટલે કોઈ તેને કંઈ જ કહી ન શક્યું.
પરંતુ ભ્રષ્ટાચારી રાજકારણીઓનાં માણસોએ તેનાં ઘરે તોડફોડ કરી હતી. અને સૂરજ ખાસ કરીને જે લોકોની સ્કોલરશીપ અટકાવવાના પ્રયાસો કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં કેસ લડતો હતો. તેનાં મમ્મી પપ્પા એ તેને કહયું હતું કે સાચી વસ્તુનો જ સાથ આપજે. અમે હંમેશા તારી સાથે જ છીએ. પછી સૂરજ એ તેનાં ઘરે સિકયુરિટી ગાર્ડ તૈનાત કરી દીધાં. અને તેનો કેસ કન્ટીન્યુ કર્યો. થોડોક સમય લાગ્યો પણ તે કેસ જીતી ગયો. આ સમયે ઘણી બધી વખત તેની પર જીવલેણ હુમલા થયાં અને તેના ઘરે પણ ઘણી બધી તકલીફો આવી હતી. પણ પરીવાર સાથે જ હતો એટલે તે કોઈ પણ મુસીબતનો સામનો કરી શક્યો હતો. અને હજી પણ તે આવા જ કેસ લડી રહ્યો છે અને કેટલાય વિદ્યાર્થીઓને તેણે ભ્રષ્ટાચારની સામે બચાવ્યા પણ છે. આગળ પણ તે આવી જ રીતે લડતો રહેશે.
