STORYMIRROR

Pooja Patel

Inspirational Children

4  

Pooja Patel

Inspirational Children

મજબૂત મનોબળ

મજબૂત મનોબળ

2 mins
395

મનન હંમેશા ભણવામાં હોશિયાર હતો. તેનો પ્રથમ ક્રમાંક આવતો હતો જ્યારે તેણે કોઈ ટ્યુશન પણ નહોતું રખાવ્યું. તેને માત્ર એટલું જ ખબર હતી કે મારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ જેથી હું કશુંક શીખી શકું. તેને ચોપડીઓ પ્રત્યે ખૂબ લગાવ હતો. એનું કારણ એ હતું કે તેને સોસાયટીમાં રહેતાં બીજાં બાળકો તેને રમાડતાં નહોતાં. તે જ્યારે સમય મળે ત્યારે ચિત્રકારી કરવામાં વ્યસ્ત થઈ જતો હતો. મનન ભણવામાં હોશિયાર એટલે હતો કેમ કે તે રોજેરોજ મહેનત કરતો હતો જ્યારે બીજાં બાળકો માત્ર પરીક્ષા આપવા માટે જ પરીક્ષાનાં દિવસોમાં મહેનત કરતાં હતાં.

આમ ને આમ ચાલતું રહ્યું અને મનન નવમાં ધોરણમાં આવ્યો. મનને ભણવાની સાથે સાથે તેની જીવનની પહેલી કવિતા લખી. આ કવિતા તેણે ગુજરાતી વિષયના શિક્ષકને બતાવી. તેની આ કળા માટે તેનાં શિક્ષક ખૂબ જ ખુશ થયાં અને તેને કહ્યું, "તને સમય મળે તે રીતે તારી આ કળાને વિકસિત કરજે." મનને આ વાત તેનાં મમ્મી-પપ્પાને કહી તો તેના મમ્મી પપ્પાએ તેનો વિરોધ કરતાં કહ્યું, "મનન, માત્ર તું ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર, બીજી કોઈ ઇત્તર પ્રવૃત્તિ કરવાની જરૂર નથી!" મનને મન મકકમ કરી લીધું હતું કે તે તેના આ કવિતાના શોખને કોઈ જ દિવસ બંધ નહિ કરે. સાથે સાથે તેણે ચિત્રો બનાવવાનો શોખ પણ જીવંત રાખ્યો હતો.

ત્યાર બાદ મનને દસમું ધોરણ પાસ કર્યું અને પછી તેણે વિજ્ઞાનમાં પ્રવેશ કર્યોં. તેણે બારમું ધોરણ પાસ થાય ત્યાં સુધી ૫૧ કવિતાઓ લખી હતી. જ્યારે તે કોલેજમાં બીજાં ધોરણમાં આવ્યો ત્યારે તેની ૧૦૦ કવિતાઓ પૂર્ણ થઈ હતી. આ તેની માટે એક અલગ પ્રકારનું સાહસ હતું કે જેમાં તેને ભણવા પર ધ્યાન પણ આપવાનું હતું અને તેને લખવાની કળા પણ ખીલવવાની હતી. આ બધામાં તે જાણે પોતાને તણાવથી દૂર કરતો હતો. ચિત્રો બનાવવાનો શોખ તેને એટલો આગળ લઈ ગયો કે તેણે પેન્સિલથી સ્કેચ બનાવવાનું ક્યારે શીખી લીધું તે એને ખબર જ ન પડી.

સમય જતાં મનને પોતાના રોજિંદા જીવનમાં એક કવિતા લખવાનો નિયમ બનાવ્યો અને તેની સાહસના સફરમાં ચિત્રકલા, કવિતા લખવી અને ભણવામાં પૂરે પૂરું ધ્યાન આપવું - આ ત્રણેય અલગ અલગ કામોને સમતોલન સાથે કેવી રીતે પૂર્ણ કરી શકાય તે માટે તેણે એક "ટાઇમ ટેબલ" બનાવી લીધું. અને તેનાં સાહસ સફરમાં મનનનું મજબૂત મનોબળ ખૂબ કામ લાગ્યું. મનન એક સફળ લેખક, સફળ ચિત્રકાર,સફળ કવિ, સફર ઈજનેર અને એક સફળ સર્વ ગુણ સંપન્ન છોકરો બની રહ્યો. તેની મહેનતે સફળતાનો રંગ નિખાર્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational