STORYMIRROR

Pooja Patel

Children Stories Inspirational

4  

Pooja Patel

Children Stories Inspirational

વિજ્ઞાન પ્રત્યે અણગમો

વિજ્ઞાન પ્રત્યે અણગમો

2 mins
238

અમદાવાદમાં રહેતા ધ્યેયને વિજ્ઞાન પ્રત્યે અણગમો હતો. તેને વિજ્ઞાનમાં રસ ન હોવાને કારણે કંઈ જ યાદ નહોતું રહેતું. તે સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ટૂંક સમયમાં પરીક્ષાની તૈયારી કરવાની હતી. તેને વિજ્ઞાનમાં રસ પડે એ માટે તેની બહેન ચાર્મી પાસે ગયો. 

ચાર્મીએ પહેલા તેને અમુક સવાલો પૂછ્યા જેમ કે,"તને વિજ્ઞાન કેમ નથી ગમતું ? એ તો સમજવાનો વિષય છે. તું એમાં ગોખણપટ્ટી કરીશ તો કેવી રીતે ચાલશે ?" ધ્યેયને વિજ્ઞાનમાં રસ પડે તેની માટે ચાર્મીએ ત્રણ દિવસમાં તેને ત્રણ અલગ અલગ ફિલ્મ બતાવી. જેમાંથી એક ફિલ્મ ગુજરાતી હતી જેનું નામ હતું - ગજબ થઈ ગયો ! ધ્યેયને ફિલ્મમાં રસ પડવા લાગ્યો કેમ કે મલ્હાર ઠાકર તેનો મનપસંદ કલાકાર હતો અને ઉપરથી તેની વિજ્ઞાન નામનાં વિષય પર ફિલ્મ પણ તેને મળી ગઈ, તેથી ધ્યેય તો રાજીના રેડ થઈ ગયો ! 

માત્ર એક ફિલ્મમાંથી તેનાં ઘણાં બધાં સવાલો જલ્દી જલ્દી યાદ રહી ગયા જેમ કે, "સૌરમંડળની રચના અને તેની કાર્ય શૈલી, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત, પૃથ્વી અને ચંદ્રનું પરિભ્રમણ, પોષક તત્વોની ખામીથી થતાં રોગો અને લીલાં શાકભજીનું મહત્ત્વ". ધ્યેયની ચોપડીમાં આપેલ ૧૨ પાઠમાંથી ૫ પાઠ તો માત્ર બે કલ્લાકમાં યાદ રહી ગયા. 

હવે બીજાં ૪ પાઠમાં વૈજ્ઞાનિકોની શોધની જાણકારી લખી હતી, તે તેને યાદ રાખવા માટે વધારે મહેનત નહોતી કરવી પડી. ચાર્મીએ એની માટે યાદી બનાવી હતી જે નીચે મુજબ છે;

શોધ અને શોધક:

ગુરુત્વાકર્ષણ - ન્યુટન

લાઈટ - થોમસ આલ્વા એડીસન

પ્રોટોન - રૂથરફોર્ડ 

ન્યુટ્રોન - જેમ્સ ચેડવિક 

ઇલેક્ટ્રોન - જે જે થોમ્સન

તેને વિજ્ઞાનમાં વધુ રસ પડે તે માટે એણે થોડાંક યાદ રાખવાના નુસ્ખાઓ શીખવાડયાં ! જેમ કે આવર્ત કોષ્ટકના પ્રથમ દસ તત્વો એટલે "હાહિલીબેબોકાનાઓફ્લોનિ" અગિયારથી વીસ તત્વો એટલે "સોમેએસીફોસકલોઆપોકે" અને એકવીસથી ત્રીસ તત્વો એટલે "એસ્ટિવીક્રાઉન્માંફેકોનિકુંજ" આ રીતે તેને આવર્ત કોષ્ટકના પ્રથમ ત્રીસ તત્વો યાદ કરાવડાવી તેની પરીક્ષાની તૈયારી કરાવી. 

આમ ધ્યેયને વિજ્ઞાનમાં રસ પડ્યો અને વિજ્ઞાન તેનો મનપસંદ વિષય બની ગયો. તેણે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી અને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો. વેકેશનમાં તેણે વિજ્ઞાનને લગતી ફિલ્મો જોવાનું નકકી કર્યું. જેમાં પહેલેથી જ ચાર્મીએ યાદી બનાવી દીધી હતી, "મિશન મંગલ અને સુપર ૩૦". આ ઉપરાંત થોડીક જૂની ફિલ્મો જે ધ્યેયની મનપસંદ ફિલ્મ હતી જેમ કે, "રોબોટ, રા-વન, ૨.૦, ૨૪, એક્શન રિપ્લે, મિ. એક્સ વગેરે !"


Rate this content
Log in