Manishaben Jadav

Children

4.8  

Manishaben Jadav

Children

સસલાભાઈની શાળા

સસલાભાઈની શાળા

1 min
257


એક દિવસ વહેલી સવારે ઊઠીને સસલાભાઈ તૈયાર થઈ ગયા. સ્નાન કરી ખભે દફતર લગાવી નિશાળે જવા ઉપડ્યા. રસ્તામાં મળ્યા શિયાળભાઈ. શિયાળભાઈએ પૂછ્યું," આમ તૈયાર થઈ ક્યાં ચાલ્યા ? આટલા વહેલા. તને તો શાળામાં જવાની આળસ થતી ને."

સસલાભાઈ કહે," આળસ તો પહેલા થતી હતી. હવે તો મને શાળાએ જવું ગમે. કેમ ? ખબર છે તને. મારી શાળામાં એક નવા મેડમ આવ્યા છે.તે આમને રોજ નવું નવું શીખવે. પ્રાર્થનામાં નવાં નવાં બાળગીત ગવડાવે. ક્લાસમાં વાર્તા કહે. રંગપૂરણી. મેદાનમાં ફરવા લઈ જાય. રેતીમાં મૂળાક્ષરો લખાવે. વૃક્ષનું અવલોકન કરાવે. પાંદડાનું છાપકામ કરાવે. રમત રમાડે. એકડા બોલાવે. રેલગાડી બનાવે. અરે મને તો શું મારી શાળાના બધાં બાળકોને ખૂબ મજા પડે."

શિયાળભાઈ કહે," તો મને પણ શાળાએ આવવું છે. તું તારી સાથે લઈ જાને."

સસલાભાઈ કહે," હા હા જરૂરથી, ચાલો ચાલો મોડું થશે તો પ્રાર્થના પુરી થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Children