સપનાંની હકીકત - ૨
સપનાંની હકીકત - ૨
ડિરેક્ટર મીતા જોડે બધી વાત કરી અને એને સ્વાતિવાળો કોસ્ચ્યુમ પહેરવાનું કહે છે. મીતાને એક આસિસ્ટન્ટ મનન પાસે લઈ જાય છે અને મનનને બધી વાત કરીને સ્વાતિવાળો ડ્રેસ મીતાને આપવાનું કહે છે. મનન મીતાને જોઈ જ રહે છે. એને આ રીતે જોઈને મીતા હસી પડે છે અને મનનને જાગૃત કરે છે.
મનન મીતાને ડ્રેસ આપે છે. મીતા તૈયાર થવા જાય છે ત્યાં ખબર પડે છે કે આ ડ્રેસ તો ફાટેલો છે. મીતા પાછી આવીને મનનને અને આસિસ્ટન્ટને બધી વાત કરે છે. મનન એ ડ્રેસ પાછો લઈને બીજો ડ્રેસ આપે છે. આ ડ્રેસ બધી રીતે બરાબર થઈ રહે છે. મીતા આ કોસ્ચ્યુમમાં ખૂબ જ સુંદર લાગે છે. મનન એને એકટક જોઈ જ રહે છે.
મીતા તૈયાર થઈને ડિરેક્ટર પાસે જાય છે એને જોઈને ડિરેક્ટર પણ ચોંકી ઉઠયા... એમને થયું જાણે કોઈ નવી જ હિરોઈન આવી હોય. એ બહુ જ ખુશ થયા. એમણે આર. કેને બોલાવ્યા. આર. કે જેવા ત્યાં આવ્યા કે તેમણે મીતાને જોઈ એ સાથે જ આર. કેને જાણે ચકકર આવી ગયા.. એ બોલી ઉઠયા... "ઓહ માય માય... યુર લુકિંગ ગોર્જિયસ લુકીંગ સ્ટનિંગ " મીતા આ સાંભળીને
શરમાઈ ગઈ. આવી સુંદર મીતા લાગતી હતી. ડિરેક્ટરે શોટ લેવા માટેની તૈયારી શરૂ કરી. મીતા અને આર.કે ડાન્સ ફ્લોર ઉપર જઈને રિહર્સલ કરવા લાગ્યા. આર.
કે ની જોડે સ્ટેપ્સ કરવામાં મીતાને બહુ તકલીફ પડતી હતી. એને ખાસ તો આવડા મોટા સ્ટાર સાથે પરફોર્મન્સ કરવાનું હતું અને એ પણ પહેલી વખત આવી રીતે તૈયાર થઈને એટલે ખુબ જ શરમ આવતી હતી. પણ આર. કે મીતાની કમજોરી તરત જાણી ગયો અને તેણે મીતાને ડાન્સની પ્રેક્ટિસ કરતા કરતા રિલેક્સ્ડ ફીલ કરાવ્યું. આમ ધીરે ધીરે મીતા આર. કે ની સાથે ડાન્સના સ્ટેપ્સ બરાબર કરવા લાગી. આ બાજુ શોટ લેવાની બધી તૈયારી થઈ ગઈ હતી.
આર.કે અને મીતા બંને જણા તૈયાર હતા. શોટ આપવા માટે અને ડિરેક્ટરે બૂમ પાડી... સ્ટાર્ટ સાઉન્ડ.. રોલ કેમેરા અને એકશન.... ગીત વાગવા લાગ્યું. શુટિંગ શરૂ થઈ ગયું. આર કે અને મીતા ગીત ઉપર ડાન્સ કરવા લાગ્યા. ત્યાં જ એક બૂમ પડી કટ.. ઓકે... આમ મીતા અને આર કે ના ડાન્સનું પહેલા ભાગનું શુટિંગ પુરુ કર્યું. આર કે , ડાન્સ માસ્ટર, ડિરેક્ટર અને શુટિંગ ફ્લોર પર જેટલા પણ લોકો હતા બધા ખૂબ જ ખુશ થયા... કારણ કે પહેલો જ શોટ સિંગલ ટેકમાં ઓકે થયો હતો. બધા લોકો એ મીતાના ખૂબ જ વખાણ કર્યા. એમાં પણ આર કે અને ડિરેક્ટર બંને જણ મીતાથી ખુબ જ ખુશ હતા કે પહેલો શોટ આવો સરસ આપ્યો.
આગળ શું થશે?
મનન અને મીતા ભેગા થશે?
મીતાની કેરિયર કઈ બાજુ આગળ વધે છે?
ક્રમશ: