STORYMIRROR

Parin Dave

Drama Tragedy

3  

Parin Dave

Drama Tragedy

કકળાટ

કકળાટ

2 mins
193

ચટણી આ શબ્દ સાંભળતા જ ચટપટી વાનગીઓ જે આપણને વધારે ભાવે છે એ યાદ આવી જાય છે. આ સિવાય પણ આપણે આ શબ્દનો ઉપયોગ બે પાટ વચ્ચે પિસાતા માણસ માટે પણ કરીએ છીએ. 

આવી જ એક ચટપટી ચટણી થતાં માણસની વાત સાંભળીએ. કિશોરભાઈ એટલે આખા ગામમાં બધા એને " કકળાટ " તરીકે ઓળખે. એ જ્યાંથી પણ પસાર થાય ત્યારે કોઈને કોઈ બૂમ પાડે જ " એ કકળાટ" - આ સાંભળીને કિશોરભાઈને ખુબ જ ગુસ્સો આવતો પણ એ ગમ ખાઈ જતા. એમના માટે એવું હતું કે એ જ્યારે અને જેને પણ મળે ત્યારે એમની પાસે એક જ વાત હોય. એમની પત્ની રમીલા અને એમની માતા કંચન વચ્ચે ચાલતી નાની નાની લડાઈની. 

 રમીલાને કોબી ખાવી હોય ત્યારે કંચનબેનને સેવ- ટામેટા ખાવા હોય. કંચનબેનને દૂધી - કારેલા ભાવે. જ્યારે રમીલાને કારેલા જરાય ના ભાવે. રમીલા જાણીજોઈને કોબી જ બનાવે. હવે કયું શાક બનાવવું એના માટે જે સવારથી ઝગડો ચાલુ થાય એ છેક બપોરે પૂરો થાય. આ સમય દરમ્યાન કિશોર ભાઈને નોકરીએ જવાનું હોય પણ આ બંનેની લડાઈમાં ટીફીન લઈ જવા મળે નહિ. એટલે આખે રસ્તે જતાં જતાં કંઈક નું કંઈક બબડાટ કરતાં જાય. જાણે એમનું ખસી ગયું ના હોય. રોજને રોજ આ રીતે આવ જા કરતાં એ બધાને ખબર હતી. બધાને એ પણ ખબર હતી કે સાસુ-વહુ ના ઝગડામાં આ ભાઈની ચટણી બની જાય છે. આ એક કિશોર ભાઈની જ વાત છે એવું નથી. લગભગ દરેક ઘરમાં સાસુ - વહુના ઝગડામાં પુરુષોની ચટણી થાય જ છે. મારી આ વાત સાથે બધા સંમત હશો જ એવું હું માનું છું. 


Rate this content
Log in

Similar gujarati story from Drama