સપનાંની હકીકત -૩
સપનાંની હકીકત -૩
(બીજા ભાગમાં આપણે જોયું કે સ્વાતિ ને એક્સીડન્ટ થયો અને એની ગેરહાજરીમાં મીતા ને લીધી અને ડાન્સનો એક સીન પણ શુટ થયો)
ગીત ના પહેલા ફકરાનું શુટિંગ ખૂબ જ સરસ રહ્યું. મીતાએ જે કોન્ફીડન્સથી આર કે સાથે શુટિંગ કર્યું એનાથી ત્યાં હાજર બધા જ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.હવે ગીતના બીજા બધા ભાગનું શુટિંગ કરવા માટે મીતા ને બીજો ડ્રેસ પહેરવા માટે ડિરેક્ટરે કહ્યું. મીતા ને આકાશ જે આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, એ ત્યાં આવ્યો અને મીતા ને બીજા ડ્રેસ માટે મનન પાસે મોકલી. મીતા મનન જ્યાં હતો ત્યાં આવી અને મનન ને કહ્યું " મને ડાન્સ માટેનો બીજો ડ્રેસ આપો. " મનન એને એકટક જોઈ જ રહ્યો. એને મીતા જોડે પ્રથમ નજરે પ્રેમ થઈ ગયો હતો. મીતા એ ફરીથી મનન ને ડ્રેસ આપવાનું કહ્યું. આ સાંભળીને મનન એકદમ જ જાણે ભાનમાં આવ્યો અને મીતા ને ડ્રેસ આપ્યો.
મીતા એ બીજો ડ્રેસ પહેર્યો એમાં પણ એ ખૂબ જ સુંદર લાગતી હતી. એ તૈયાર થઈને સેટ ઉપર ગઈ તો ફરી પાછું બધા એને જોઈ જ રહ્યા. આ ડ્રેસ પણ જાણે એનું માપ લઈ ને બનાવ્યો હોય એવું લાગતું હતું.
આર કે અને ડિરેક્ટર બંને જણ તથા યુનિટના બધા લોકો અને મનન પણ મીતાને જ જોઈ રહ્યા હતા. મીતાએ આજે સ્વાતિ ના બદલે જે પણ સીન શૂટ કર્યા હતા એમાં ક્યાંય પણ એ સીન સ્વાતિ એ નથી કર્યા એવું લાગતું નહોતું. આમ ડિરેક્ટરે આર કે સાથે વાત કરી ને આ ફિલ્મમાં જ્યાં સુધી સ્વાતિ પાછી ના આવે ત્યાં સુધી મીતા પાસે બધું જ શુટિંગ કરવાનું નક્કી કરી લીધું હતું.
આ બાજુ મીતા ઘરે પહોંચી ને ઘરે બધી વાતો કરે છે. એના ઘરના બધા ખુબ જ ખુશ થાય છે.બીજી બાજુ મનન ને પણ સમાચાર મળે છે કે જ્યાં સુધી સ્વાતિ પાછી ના આવે ત્યાં સુધી એની જગ્યાએ મીતા શુટિંગ કરવાની છે એ સાંભળીને એ ખુબ જ ખુશ થાય છે.
બીજા દિવસથી આગળનું શુટિંગ ચાલુ થાય છે. આમ જ્યાં આગળ સ્વાતિની પીઠ બતાવવાની હતી એ બધું જ શુટિંગ ચાલુ કરી દીધું હતું. આ બધામાં મનન અને મીતા ને વારે ઘડીએ મળવાનું થવા લાગ્યું. હવે બંને જણા વચ્ચે વાતો થવા લાગી હતી. હજુ સુધી મનને - મીતા ને કહ્યું નહોતું કે એ તેને પ્રેમ કરે છે. એક વખત એવું થયું કે શુટિંગ ચાલુ હતું અને આર કે ને મળવા એક પ્રોડ્યુસર આવ્યા. એ ત્યાં શોટ પુરો થવાની રાહ જોતા હતા ત્યાં એકદમ જ એમણે મીતા ને જોઈ. એ મીતા ને જોઈ જ રહયા. સીન પ
ુરો થતા થોડી વાર માટે બ્રેક પડયો. એ દરમ્યાન આર કે પેલા પ્રોડયુસર મળવા ગયો. એ આર કે ની સાથે એની નવી ફિલ્મ માટે વાતો કરી એમણે મીતા વિષે પૂછપરછ કરી. આર કે એ જે થયું હતું એ બધું કહ્યું.
એ પ્રોડયુસરે આર કે ને કહ્યું કે એની બીજી એક ફિલ્મ શરૂ કરી રહ્યા છે તો જો મીતા એમાં હિરોઈનનો રોલ કરે તો કેવું રહેશે ? એમણે આર કે ને કહ્યું કે શુટિંગ પુરુ થઈ જાય પછી મીતા ને કહેજે મને મળી જાય. એને એક વખત સ્ટોરી અને બાકી બધી વાતો કરવા આવી જાય. આર કે એ કહ્યું કે આવતા અઠવાડિયે એને મળવા માટે કહું છું. આર કે એ આ ખુશખબર મીતા ને તથા ડિરેક્ટર ને કહ્યું. બધા જ ખુશ થયા.
મીતા ને આજે હિરોઈન તરીકેનું કાસ્ટિંગ થવાનું હતું એટલે એ ખૂબ જ ખુશ હતી. એ ઘરેથી જુહુ જવા નીકળી. એને ત્યાં નોવાટેલ હોટલ જે એક ફાઈવસ્ટાર હોટલ હતી .ત્યાં બોલાવી હતી.એણે ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યો હતો. મીતા હોટલમાં પહોંચી.ત્યાં આગળ પ્રોડયુસરનો આસિસ્ટન્ટ મિતેષ એને લેવા આવ્યો. તે પણ મીતા ને જોઈ ને અવાચક થઈ ગયો. એણે જેમતેમ કરી ને પોતાની જાત ઉપર કંટ્રોલ કર્યો.
મીતાને લઈ ને મિતેષ રુમમાં આવ્યો જ્યાં પહેલેથી જ પ્રોડયુસર, ડિરેક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર વગેરે હાજર હતા. મીતા ત્યાં પહોંચી પછી મિતેષે બધાનો પરિચય કરાવ્યો. એમાં પ્રોડયુસર તરીકે શ્રી વિકાસ પાટીલ હતા. ડિરેક્ટર તરીકે મહેશભાઈ અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે શ્રી અભિનવ હતાં. પરિચય થઈ ગયા પછી સ્ટોરી વિષે વાત કરી. એ પછી બધા એ મીતાને એકટીંગ કેવી કરે છે એ જાણવા માટે એને બીજો ડ્રેસ આપ્યો અને કહ્યું કે આ ડ્રેસ પહેરીને આવ પછી આ સ્ક્રીપ્ટ ના ડાયલોગ્સ જોઈ લે એના ઉપર તારે એકટીંગ કરવા ની છે. એટલે આ એક પ્રકારનો સ્ક્રીન ટેસ્ટ જ હતો. જે મીતાએ આપવાનો હતો.
મીતા એ ત્યાંથી આપેલો ડ્રેસ પહેરવા ગઈ ત્યારે ખબર પડી કે એ બેકલેસ ડ્રેસ હતો. એણે આ અંગે મિતેષ ને વાત કરી ત્યારે મિતેષે કહ્યું કે આ તો સ્ક્રિપ્ટમાં તારું જે કેરેક્ટર છે તે પ્રમાણેનો ડ્રેસ છે. આ સાંભળીને મીતા એકદમ જ ગુસ્સે થઈ ગઈ પણ પછી મિતેષે એને સમજાવી એટલે મીતા એ ડ્રેસમાં તૈયાર થઈ. આ ડ્રેસ બેકલેસની સાથે સાથે બધી બાજુએથી ખુલ્લો હતો.જેમાં એના બધા અંગ દેખાય એવા હતા.
મને કમને મીતા તૈયાર તો થઈ. પછી એણે સ્ક્રિપ્ટમાંથી ડાયલોગ્સ તૈયાર કર્યા.
ક્રમશઃ