સપનાની હકીકત ભાગ-૪
સપનાની હકીકત ભાગ-૪
( ભાગ - 3માં આપણે જોયું કે મીતા સ્ક્રીનટેસ્ટ આપવા તૈયાર થાય છે. એ એના બધા ડાયલોગ્સ તૈયાર કરે છે. હવે આગળ)
મીતા બધા ડાયલોગ્સ તૈયાર કરે છે અને કેમેરાની સામે ઊભી રહે છે. એને નવા ડ્રેસમાં જોઇને બધાના મોમાંથી લાળ પડવા લાગી. બધા એ એકબીજાની સામે જોયું અને સ્ક્રીન ટેસ્ટ માટે તૈયારી કરવા લાગ્યા.
ડિરેક્ટરે મીતા તૈયાર છે કે નહિ એ પુછીને કેમેરા મેનને તૈયાર થવાનું કહ્યું. કેમેરા મેને થોડીવારમાં જ એ તૈયાર છે એમ કહ્યું. એટલે ડિરેક્ટરે કહ્યું.. "સ્ટાર્ટ સાઉન્ડ," "રોલ કેમેરા".. અને "એક્શન".. આ સાંભળીને મીતા એણે ગોખેલા ડાયલોગ બોલવા લાગી. પણ ડિરેક્ટરને કંઈ મઝા ના આવી. એણે તરત જ" કટ",કીધું.અને મીતાને કહ્યું કે "ડાયલોગ્સમા કંઈ મઝા ના આવી. તું જે પ્રમાણે બોલે છે એમાં તરતજ ખબર પડી જાય કે આ તે ગોખેલું છે. તું એની અંદર થોડો ફીલ લાવ, થોડા એક્સપ્રેશન આપ."
આ સાંભળીને મીતાએ એ પ્રમાણે ડાયલોગ્સ બોલવાનું નકકી કર્યું. ફરીથી ડિરેક્ટરે બુમ પાડી... " સ્ટાર્ટ સાઉન્ડ... રોલ કેમેરા... એકશન.. " આ વખતે મીતાએ કંઈક જુદી રીતે જ ડાયલોગ્સ બોલ્યા હતા. ડિરેક્ટરે આ વખતે મીતાના બધા ડાયલોગ્સ પુરા થઇ ગયા પછી "કટ " કહ્યું. એમણે મીતાને કહ્યું કે "આમ તો બધું બરાબર છે પણ હજુ કંઈ ખુટે છે. એક કામ કર આજે તું નીકળ આપણે બે દિવસ પછી મળીએ છીએ ત્યાં સુધી તું આ ડાયલોગ્સ તૈયાર કરી લેજે. ક્યાં મળવું એ હું તને ફોન કરીશ."
આ સાંભળીને મીતાને હાશ થઈ કે આવો ડ્રેસ પહેર્યો હતો એમાંથી છુટકારો મળ્યો. પણ સાચી હકીકતથી એ વાકેફ નહોતી. એતો ડ્રેસ બદલીને બધાને "બાય... શી યુ" કહીનેનીકળી ગઇ. એ ઘરે પહોંચી અને એના ઘરનાને આજની બધી વાત કરી. બે દિવસ તો જાણે આમજ નીકળી ગયા. આ બે દિવસ દરમ્યાન મીતાએ બધા ડાયલોગ્સ તૈયાર કરી લીધા હતા અને ઘરના બધા આગળ રિહર્સલ પણ કરી લીધું હતું. એ હવે ફોનની રાહ જોતી હતી કે ક્યારે ફોન આવેને હું ત્યાં જવું. આખરે કીધું હતું એના પણ ત્રણ દિવસ પછી ફોન આવ્યો. એમણે સૌ પ્રથમ મીતાને "સોરી" કહ્યું અને કીધું કે "એક કામમાં એ લોકો બીઝી થઈ ગયા હતા એટલે ફોન ના કર્યો." મીતા એ માની લીધું કે એમણે જે કહ્યું છે એ સાચું છે. એમણે મીતાને બીજા દિવસે બોલાવી. હોટલ એજ હતી. સમય પણ નકકી કર્યો કે એણે સાંજના 6:00 વાગ્યે ત્યાં પહોચવું.
બીજા દિવસે સાંજે મીતા સમયસર પહોંચી ગઇ. ત્યાં ગયા વખતે જે હતા એ બધા જ હતા એ ઉપરાંત એક નવો ચહેરો પણ જોવા મળ્યો. એના મોઢા ઉપર કંઈક વાગ્યાનું નીશાન હતું.બધા એની ખુબ જ ઇજ્જત કરતાં હતાં. એણે એ બાજુ વધારે ધ્યાન ના આપ્યુ. મિતેષે એને ડ્રેસ આપ્યો. મીતા એ ડ્રેસ મા તૈયાર થઈ ગઇ. એ તૈયાર થઈ ત્યાં સુધીમાં શુટિંગની બધી તૈયારી કરી દીધી હતી. મીતા આવીને એણે ડિરેક્ટરને કહ્યું કે એ રેડી છે. એટલે એમણે શૉટ લેવાનું કહયું. ડિરેક્ટરે બુમ પાડી... "સ્ટાર્ટ સાઉન્ડ.... રોલ કેમેરા... એકશન.. " અને મીતા એણે ગોખેલા ડાયલોગ્સ બોલવા લાગી. ગયા વખત કરતાં આ વખતે થોડી તૈયારીને હિસાબે મીતા બધું બરાબર કરતી હતી. એક્સપ્રેશન, ડાયલોગ્સ બોલવા બધું બરાબર હતું. ડિરેક્ટરે ડાયલોગ્સ પુરા થયા એટલે બુમ પાડી.. "કટ "
આ વખતે મીતા એ કોઇ ભુલ કરી નહોતી અને પરફોર્મન્સ પણ સારું આપ્યુ હતું. એટલે એ ખુશ હતી પણ એની સાથે સાથે ત્યાં હાજર બધા જ ખુશ હતાં એ વાતથી કે ઇન્ડસ્ટ્રીઝને નવી હીરોઈન મળી ગઇ.બધા એ મીતાના વખાણ કર્યાં અને ખાસ તો પેલા મોઢા ઉપર વાગેલા ભાઇએ.
ડિરેક્ટરે મીતાને કહ્યું કે "એમના આ નવા પિક્ચરની હીરોઈન એ થશે." બધા આ સાંભળીને ખુબ જ ખુશ થયા. હવે ડિરેક્ટરે મીતાની ઓળખાણ કરાવી કે "આ છે આપણી નવી ફિલ્મના પ્રોડયુસર નામ છે.. "ઇકબાલ ભાઇ." મીતા એ કહ્યું કે તે એમને મળીને ખુબ જ ખુશ થઇ છે.
મીતાને તેની પહેલી ફિલ્મ માટે સાઇનીંગ એમાઉન્ટ એક લાખ રૂપિયાનો ચેક આપ્યો અને બધા એ એની ખુશીમાં શેમ્પેઇન ખોલી. બધા એ ગ્લાસ ભર્યા હતા સિવાય મીતા અને ઇકબાલ ભાઇ. બધા પીવા બેઠા હતા ત્યારે આ બાજુ ઇકબાલ અને મીતા વાતો કરવા લાગ્યા. ઇકબાલે મીતાને એના ફેમિલી વિષે પુછયું કે ઘરમાં કોણ કોણ છે. મીતા એ સહજ જ બધાના જવાબ આપ્યા. એ રાત્રે તો બીજું કશું કર્યું નહિ. આગળ કોઇ શુટિંગ હતું નહીં એટલે મીતા કપડાં બદલીને ઘરે ગઈ.
હવે આગળ શું થશે ? મીતાની પહેલી ફિલ્મનું શુટિંગ શરૂ થશે ? એ વાંચવા માટે આગળનો ભાગ જુઓ.
ક્રમશ:

