સફર ૨૦૨૧
સફર ૨૦૨૧
યાદગાર વર્ષો માનુ એક વર્ષ આ ૨૧, નું રહ્યું , ઘણા ચડાવ -ઉતાર સાથે જિંદગીની સાચી સફર, સાચા વ્યક્તિઓ અને રિયલી તમારું સ્થાન સમાજમાં શું છે ?......
બધું આ એક વર્ષમાં જાણી લીધું.....
એક નવો જન્મદિવસ મને 2021માં મળ્યો જે 27ફ્રેબુઆરી આ નવી તારીખ મળી,
જેમાં 1ફેબ્રુઆરી એ મારો જન્મદિવસ હતો ને એજ તારીખે મને કેન્સર આવ્યું અને એ સાથે મારી આખી જિંદગી બદલાય ગઈ..
બે શબ્દો ડોક્ટર નાં જે આ મુજબ હતા
"ગિરીશ તું લેટ પડ્યો છે, અને તારી જેવો હોશયાર વ્યક્તિ કેમ આવી ભૂલ કરે મને સમજાતું નથી "
"તું મારી સાથે આ ફિલ્ડમાં દસ વર્ષ જોબ કરી છે અને તું આ ? મારી સમજબાર છે "
"તું લેટ પડ્યો છે તને કેન્સર છે ".
અને શબ્દો એ મારી આખી જિંદગી બદલી નાખી પણ અફસોસ કરતા વધુ આનંદ છે આ "બે હજાર એકવીસની સાલ જેમાં અનુભવો અને માત્ર અનુભવો મળ્યા અને પૈસો માણસો, સંબંધો પર હાવી થતું જોયુ તો સાથે નજીકના સાથ છૂટતા જોયા આ એકજ વર્ષમાં પ્રેમ, લાગણી અને વિશ્વાસ મારી આંખો સમક્ષ તૂટતા જોયા તો ઘણા સાથ છૂટતા પણ જોયા,
એવાં લોહીના સંબંધ જે કલ્પનાબાર ની વાત એવાં જનનીને છોકરાને મરવા છોડતાં જોયા તો, મિત્ર જેવી અમૂલ્ય દેન ઈશ્વરની એ પણ આંખો ફેરવતી જોઈ,
તો બીજા ઘણા સંબંધ આમ મરતા જોયા.
મજાની વાત તો એ રહી જે મને લખવાની ખુબજ મજા આવી રહી છે એને હું સરખાવીશ એક ગણિતનાં એવાં દાખલા સાથે જેમાં "એ વર્ષ ખાલી બધીજ બાબતમાં બાદબાકી જ જોવા મળી "
કોઈ ઓનલાઇનની આ દુનિયા પર વિશ્વાસ જલ્દી નથી કરતા પણ.
મને અને મારું જીવન બચાવવાં આજ એજ મારી સાથે ઉભા છે, જે લાગણી અને માનવતા સંબંધ જીતી ગયા,
અને મને ફરી માનવતા પર વિશ્વાસ આવ્યો પણ લોહી અને માઁ શબ્દ મારા જીવનમાં ક્યાંક ખોવાય ગયા, મને આ લખતા કોઈજ કચાસ નથી અનુભવ તો કારણ જેના પર વીતે એજ પીડા સમજી શકે,
બસ મારા દીદી અનુસૂયાબેન અને મારા સર કહું કે પિતા શ્રી પી. એસ. દેસાઈ આ મારું દર્દ અને તકલીફ સમજી શક્યા.
મારો અને મારા પરિવારનો હાથ જાલ્યો અને પણ બે હજાર બાવીશ માં પણ મારી સાથે એક પરિવાર નાં વડા જેમ ઉભા છે.
જેનો મને ઘણોજ આનંદ છે,.
ખુશ છું હું હજી પણ મારો સંઘર્ષ આ કૅન્સર અને મારું અસ્તિત્વ ટકાવા ચાલેજ છે.
બસ પહેલા કરતા એક વાતનો ફાયદો થયો મને નકામા અને લાગણી વગરનાં લોકોને આપોઆપ હટી ગયા તો કોઈક નાટક કરતા હતા એને અમે બાર નો રસ્તો બતાવી દીધો એ સાલ ૨૦૨૧માંજ.
રઈકઈ કસર બાકી છે તો આ બાવીશમાં પૂરી કરી દઈશ હવે.
જ્યાં લાગણી, પ્રેમ, વિશ્વાસ હોય નહી એવાં નકામા સંબંધ નથી જોઈતા.
મારા ખરાબ સમયમાં એક સારી બાબત આજ રહી જે ઘણા અવનવા અનુભવ અમને કરાવી ગઈ.
એક સેનિક તરીકે હજી પણ કેન્સર સામે લડી રહ્યો છું, જીતીશ કે નહી પણ એક આનંદ છે મેં કોશિશ કરી અને કરું છું છેલ્લા શ્વાસ સુધી કરીશ.
કારણ મારા નાં પરિવાર માટે,
વધુ પડતી લાગણી pan સારી નહી અને વધુ પડતો વિશ્વાસ પણ સારોં નહી...
તમને તમારા નસીબમાં જે છે એ મળીને રહેશે જ બસ તમે પ્રયત્ન છોડતાં નહી.
કારણ કોશિશ વગર બેઠા કોઈ આવીને આપી જવાનુ નથી.
