સફળતા
સફળતા
રોહને પર્વતારોહણની હરિફાઈમાં ભાગ લીધો હોવાથી નિયત સમયે, નિયત સ્થળે પહોંચી ગયો હતો. ખૂબ કપરા ચઢાણ માટે ખૂબ આત્મવિશ્વાસ જોઈએ.
પ્રેક્ષકગણમાં નકારાત્મક વિચારો ધરાવતા લોકોએ સ્પર્ધકોને નિરાશ કરવાની કોશિશ કરી, એના હિસાબે ઘણાં નિરાશ થઈને પાછા આવી ગયા.
રોહન ખૂબ હિંમતથી જોશ સાથે ઉત્સાહમાં નિયત સમય કરતાં પહેલાં નિયત ઊંચાઈએ પહોંચી પોતાનો હાથ ઊંચો કરીને પ્રેક્ષકોને બતાવે છે. રોહન નીચે આવતાં જ બધા અભિનંદન આપવા લાગ્યા, સાથે -સાથે પૂછવા લાગ્યા કે તને કેવી રીતે સફળતા મળી ?
આયોજકોએ જણાવ્યું કે "રોહન બહેરો છે."
