Arun Gondhali

Drama Crime Thriller

3  

Arun Gondhali

Drama Crime Thriller

સફેદ કાજળ

સફેદ કાજળ

6 mins
512


(પ્રકરણ -૧)

(પ્રિય વાચકો – ‘ફિટકાર’ કહાનીનો બંગાળનો દેવ એ જ ‘ચિત્કાર’ કહાનીનો દેવહર્ષ હતો. દેવહર્ષ એ જ આ ત્રીજી શ્રેણીનો નાયક છે. દેવહર્ષનું કેરેક્ટર ‘ચિત્કાર’ માં સંપૂર્ણ વર્ણવેલ હોવાથી અહીં એના વિશે ઉલ્લેખ કરેલ નથી. ઉપરની બંને કહાનીઓ વાંચશો તો આ ત્રીજી શ્રેણીના વાંચનનો વધુ આનંદ લઇ શકશો.)  

બપોરનો એક વાગ્યો હશે. દેવહર્ષને ભૂખ લાગી હતી એટલે હાઈવેના કિનારે આવેલ એક ઢાબા ઉપર પોતાની મોટરસાયકલ ઉભી રાખી જમવા રોકાયો. થાકને દૂર કરવા એ હાથ મોં ધોઈને બહાર નીકળી રહ્યો હતો તે જ ઘડીએ કંઇક ધડાકો થયાનો અવાજ એનાં કાને પડ્યો. ઢાબામાં બેસેલાં પ્રવાસીઓ પણ ચોક્યા. ક્ષણોમાં શાંતિ છવાઈ ગયી. દેવહર્ષ ઢાબામાંથી બહાર આવી આમતેમ જોઈ રહ્યો હતો. એક વ્યકિત હાઇવેના સર્વિસ રોડ ઉપર દોડી રહ્યો હતો એની પાછળ બે જણા દોડી રહ્યાં હતાં. બંનેના હાથમાં પિસ્તોલ હતી. કદાચ પિસ્તોલની ગોળી એ લોકોએ જ ચલાવી હશે. આખરે ઢાબાની સામે જ પેલો વ્યકિત થાકીને પડી ગઈ અને એક ગોળી ધડામ દઈ એને વાગી. એ લોહી લુહાણ થઇ તડફડી રહ્યો હતો. પેલી બે વ્યકિતઓ એની સામે ઉભી હતી કદાચ એનાં મોતને કન્ફર્મ કરવા. થોડીવારમાં એનું શરીર શાંત થયું જાણે નિશ્ચેતન. ઢાબાવાળા લોકોની ગીર્દી આવતી જોઈ તેઓ ગભરાયા અને રસ્તા ઉપર દોડવા લાગ્યાં. તરતજ પાછળથી કોઈ એક ગાડી આવી અને એ બંનેને લઇ ઝડપથી નીકળી ગઈ.

દેવહર્ષ તરત એ ઘાયલ તરફ દોડ્યો. ગોળી વાગવાથી એની હાલત ગંભીર હતી. લોકો ઉભાં ઉભાં તમાશો જોઈ રહ્યાં હતાં પણ કોઈ એને મદદ કરે એવું લાગતું નહોતું. વાહનો ઘણાં હતાં પરંતું નંબર પ્લેટથી સમજી શકાતું હતું કે કોઈ લોકલ વાહન ત્યાં નહોતું. દરેકને પોતાની મંઝીલ તરફ પહોંચવાની ઉતાવળ હતી એટલે કોઈ રસ્તા ઉપર પડેલ ઘાયલને મદદ કરી શકે એમ લાગતું નહોતું. બીજું કે આ કોઈ એક્સિડેન્ટનો કેસ નહોતો. કદાચ ગુંડાગર્દીનો કે બે ગેંગ વચ્ચેની અદાવતનો કેસ હશે એ પિસ્તોલના ઉપયોગથી સમજી શકાય તેમ હતું. કોઈ સજ્જન વ્યકિત આવી ઘટનામાં મદદરૂપ થઇ જોખમ વહોરવા તૈયાર નહી થાય એ સમજી શકાય એવું હતું એટલે એણે અપીલ કરી કે કોઈ પાસે ફર્સ્ટ એડ બોક્સ હોય તો આપો જેથી એનાં ઘામાંથી નીકળતું લોહી રોકી શકાય. ઘાયલને બચાવવું જરૂરી હતું. બીજાં કોઈ વાહનની સગવડ થાય એવું લાગતું નહોતું. એક સજ્જને પોતાની ગાડીમાંથી ફર્સ્ટ એડની બધી સામગ્રી કાઢી આપી. ઘાયલને પાટાપીંડી કરી દેવહર્ષ તરત પોતાની મોટરસાયકલ પાસે ગયો અને એક નિર્ણય લીધો. મોટરસાયકલને કીક મારી એ ઘાયલ પાસે આવ્યો અને બે જણાને રીક્વેસ્ટ કરી કે ઘાયલને એની પાછળ બેસાડી દે. ગળામાંથી ગમછો આપતાં કહ્યું પોતાની કમર સાથે એ ઘાયલને બાંધી દે જેથી ઘાયલ પડી ના જાય. પુરપાટ ઝડપે એણે પોતાની મોટરસાયકલ ભગાવી દીધી એક આત્મવિશ્વાસ સાથે. ઉભાં રહેલાં લોકો દેવહર્ષના લીધેલ પગલા અને હિંમતને દાદ આપી રહ્યાં હતાં.

મોટરસાયકલ શહેરથી દૂર એક નાનાં ગામડાં જેવાં એરિયામાંથી પસાર થઇ ગાઢ જંગલ જેવી ઝાડીમાં એક ઝુંપડી પાસે ઉભી રહી. મોટરસાયકલને એક ઝાડ સાથે ટેકવી ખુબજ સિફતથી એણે પેલાં ઘાયલની સાથે કમરમાં બાંધેલો ગમછો છોડ્યો. ઘાયલ ઝાડના ટેકાથી સુરક્ષિત હતો. પોતાનાં બંને હાથે ઊંચકી લઇ એ ઝુંપડીમાં રાખેલ ઝાડની ડાળીઓ અને પાંદડાઓથી બનાવેલ એક ખાટલાંમાં સુવાડી દીધો. પીઠમાં લાગેલી પિસ્તોલની ગોળીથી ગંભીર ઈજા થયેલ હતી પરંતું એનું હૃદય ઈજાથી બાલબાલ બચી ગયું હતું, સલામત હતું. વર્ષોથી અનેક સિદ્ધિઓ પામેલ અને વનસ્પતિ દવાઓનો જાણકાર દેવહર્ષ માટે ઉપચાર કરવો મુશ્કેલ નહોતું. પોતાની ઝુંપડીમાં સંગ્રહિત વનસ્પતી દ્વારા એણે ઉપચાર ચાલું કર્યો. લગભગ બે કલાકમાં એણે ઘાયલના શરીરમાંથી પિસ્તોલની ગોળી બહાર કાઢી. જખમ ઉપર વનસ્પતિનો લેપ કર્યો. ઘાયલ વ્યક્તિ હજુ બેહોશ હતી પરંતું જાન સલામત હતી. શ્વાસોશ્વાસ નિયમિત થઇ રહ્યાં હતાં. સાંજે લગભગ સાત વાગે એનાં કણસવાનો અવાજ આવ્યો. દેવહર્ષ ને હવે પૂર્ણ ખાતરી થઇ એની જાન સંપૂર્ણ સલામત હતી.

ઘાયલ વ્યકિતના કપડાથી લાગતું હતું કે એ શિક્ષિત હતો. ચહેરો પાણીદાર હતો. ચહેરાં ઉપર તેજ હતું. સજ્જન હોય એવું લાગતું હતું. એટલે એક વાત ચોક્કસ લાગતી હતી કે એ કોઈ ગુંડો કે ગેન્ગનો સભ્ય નહોતો. કદાચ એક સામાન્ય વ્યકિત હોઈ શકે.   

આખી રાત્રિ દેવહર્ષ એની સુશ્રુષામાં હતો. વનસ્પતિની દવાઓ અકસીર હતી. સૂર્યોદયની સાથે એ ભાનમાં આવ્યો. પોતાને એક ઝાડપત્તાની ઝુંપડીમાં જોઈ એ વિચારમાં પડ્યો, પરંતું પોતે હવે સુરક્ષિત છે એની ખાતરી થઇ. એનામાં ઉઠવાની શકતી નહોતી એટલે એ પડી રહ્યો. થોડીવારમાં દેવહર્ષ એની પાસે આવ્યો. પ્રભાતનું સ્મિત વેરી એનાં માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું તું હવે સલામત છે. એણે પણ બંને આંખોથી ઈશારો કરી આભાર માન્યો. દેવહર્ષના હાથમાં પત્તાઓની છાબડીમાં ભેગાં કરેલ નાનાં નાનાં ફળો હતાં. આંગળીઓની મદદથી ફળોની અંદરનું બીજ કાઢી લઇ ઘાયલને ખાવાં માટે કહ્યું. આજ્ઞાંકિતની જેમ એણે એ બધાં ફળો ખાઈ લીધાં કદાચ ભૂખ લાગી હશે. ઘાયલે દેવહર્ષ પાસે ઈશારાથી પાણી માંગ્યું પરંતું એણે પાણી આપવાની ના કહી અને થોડીક ક્ષણોમાં એ સૂઈ ગયો.

બપોરે લગભગ એક વાગે એ જાગ્યો. સવાર કરતાં એ વધારે ફ્રેશ દેખાતો હતો. દેવહર્ષ થોડાંક ફળો ભેગાં કરી લાવ્યો હતો બંનેના બપોરના ભોજન માટે. બંને એ સાથે બેસી ફળો ખાધા અને પાણી પીધું.

દેવહર્ષ – “ શું નામ છે દોસ્ત તારું ?”

એ બોલ્યો – “ મારું નામ ચિંતન છે”

દેવહર્ષ – “શું કરે છે ? નોકરી, ધંધો કે ....”

પોતાની પેન્ટના ખીસામાંથી એક કાગળ કાઢ્યો અને દેવહર્ષ સમક્ષ ધર્યો. એ એક જાહેરાતનું પોસ્ટર હતું. તસ્વીર અને બીજી વિગતો એની ઓળખ આપતી હતી. પોસ્ટર જોઈ દેવહર્ષ ચકિત થઇ ગયો અને એની સામે જોઈ રહ્યો. ચહેરાં ઉપર એક આશ્ચર્યનું સ્મિત હતું. બંને હાથ જોડીને નમસ્કાર કર્યા.

‘********


ચિંતન ઉપર અટેક કરનાર ગેંગ પરેશાન હતી કારણ હજુ સુધી ચિંતનની લાશ તેઓ મેળવી શક્યા નહોતાં. એમનું પ્લાનીંગ હતું કે ખુન કર્યા બાદ ગેન્ગના બીજાં માણસો ગાડી લઇ ઘટના સ્થળે પહોંચશે અને સહાનુભૂતિ બતાવી ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવાનું નાટક કરશે અને કોઈ સુમસાન જગ્યામાં એને દફન કરી દેશે. કારણ સવાલ ખૂનની સુપારીના બે કરોડનો હતો. દેવહર્ષના નિર્ણયે એમનું પ્લાનીંગ ખોટું પાડ્યું. ગેન્ગના માણસો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં એ ઘાયલ ચિંતનને સુરક્ષિત સ્થળે લઇ ગયો હતો. રસ્તા ઉપર જીવ બચાવવા દોડી રહેલાં ચિંતનને જોઈ દેવહર્ષને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો કે કોઈ બેકસુર ઉપર જુલમ થઇ રહ્યો છે. ચિંતન જો બચી જાત તો પણ એ લોકો એને કોઈપણ ભોગે ખતમ કરી નાખત. દેવહર્ષની સુઝ દાદ માંગે તેવી હતી. ચિંતન હવે એકદમ સુરક્ષિત હતો.

ચિંતનની લાશ ઢાબા ઉપર નહી મળવાથી તેઓ પરેશાન થઇ ગયાં. તપાસ કરતાં ઢાબાવાળાએ કહ્યું કે કોઈ મોટરસાયકલ વાળો વ્યકિત એને હોસ્પિટલ લઇ ગયો છે કારણ તે વખતે બીજાં કોઈ વાહનચાલક મદદ કરવા તૈયાર નહોતાં. હવે એ લોકો આજુબાજુના દવાખાનાઓ અને હોસ્પિટલોમાં ચિંતનને શોધી રહ્યાં હતાં પરંતું હજુ સુધી કોઈ ભાળ મળી નહોતી. એમનાં માણસો ચારેકોર ફરી રહ્યાં હતાં, કેટલાંક ઢાબાવાળાએ વર્ણન કરેલ મોટરસાયકલ સવારને પણ શોધી રહ્યાં હતાં. કહેવાય છે ખોટાં ધંધો કરનારાઓના અસુલ હોય છે. ધંધામાં ઈમાનદારી હોય છે. જ્યાં સુધી ચિંતનની લાશ ના મળે ત્યાં સુધી એમનો વિશ્વાસ કોઈ નહી કરે એટલે જ એમનો ગેંગ લીડર પરેશાન હતો. છેલ્લા ત્રણ મહિનાથી એ ચિંતનને શોધવાની કોશિશ કરી રહ્યાં હતાં.

‘**********


આજે ચોથાં દિવસે ચિંતનની તબિયત ઘણી સારી હતી. જાનનું સંકટ ટળ્યું હતું પરંતું ઘણું ઝીલવું પડશે એ ચોક્કસ હતું. ચિંતન ધીરે ધીરે એની જિંદગીમાં બનેલ ઘટનાઓની વાતો દેવહર્ષને કરી રહ્યો હતો. એક વાત જાહેર કરવા એ સંકોચ અનુભવી રહ્યો હતો. આખરે એણે પાકો નિર્ણય કર્યો કે સમય આવ્યે દેવહર્ષને એ વાત પણ કરી દેશે.

રાત્રે દેવહર્ષ પૂજા કરી સમાધિમાં બેઠો ત્યારે સંપૂર્ણ ધ્યાન પોતાનાં ક્ષેત્ર ઉપર કર્યું ત્યારે જાણ થઇ કે કોઈક અહીં સુધી પહોચી શકે છે. પૈસાની લેવડદેવડની ગૂંચ પડેલ છે કરાવનાર અને કરનાર વચ્ચે.  ચિંતન અને દેવહર્ષની જાનને ખતરો હતો. 

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Drama