Arun Gondhali

Horror

4  

Arun Gondhali

Horror

ભૂત સ્ટેન્ડ - ૨

ભૂત સ્ટેન્ડ - ૨

5 mins
546


(વહી ગયેલી વાર્તા : સ્મશાન ભૂમિની સામે અચાનક બગડી ગયેલ બાઈકવાળાને રાત્રે મદદ કરતાં કંઈક વિશ્વાસ ન થાય એવો ચારસો એંસી વોલ્ટનો કરંટ લાગ્યો હોય એવાં તમાચાનો અનુભવ થયો અને સુરેશ દૂર ફેંકાય ગયો. ગભરાટની દશામાં તે પોતાનાં એપાર્ટમેન્ટ તરફ દોડ્યો. સુરેશ અચાનક કેમ ભાગી ગયો એ જાણવા ત્રણે મિત્રો હસતાં હસતાં ઊભાં થયાં અને સુરેશના એપાર્ટમેન્ટમાં દાખલ થયાં. જોયું તો સુરેશ ઘરમાં ખુબ જ ધ્રૂજતો હતો અને એનું આખું શરીર તાવથી તપી રહ્યું હતું. સુરેશના પપ્પા મમ્મી એને પૂછી

રહ્યા હતાં......શું થયું..... ? શું થયું..... ? પણ એ એક જ જવાબ આપતો હતો. એ ઘુંઘરુવાળી હતી...એ ઘુંઘરુવાળી હતી .. એ એજ ઘુંઘરુંવાળી હતી... હવે આગળ વાંચો....) 


ઘુંઘરું વાળી શબ્દ સાંભળી સુરેશના ત્રણે મિત્રો એકદમ સ્તબ્ધ થઈ ગયાં. આખો પ્રસંગ એમની આંખ સામેથી સ...ર...ર...ર... પસાર થઈ ગયો. વૈભવ સમજી ગયો કે સુરેશ એ સુંદર રૂહની ઝપેટમાં આવી ગયો છે. રૂહ કા સાયા બહુત ખતરનાક હોતા હૈ.

સુરેશ ધીરે ધીરે શાંત થતો હોય એવું લાગ્યું. થોડા થોડા સમયે જાગીને કંઈક બબડતો... એ ઘુંઘરુવાળી હતી .. એ એજ ઘુંઘરુંવાળી હતી.

સુરેશના પરિવારને કંઈ સમજ પડતી નહોતી કે હકીકત શું છે. આખરે વૈભવે સુરેશના પરિવારને શાંતિથી બનેલ ઘટનાઓ કહી. સ્મશાનભૂમિના મેઈન ગેટની અને સુરેશે બાઈક સવારને કરેલ મદદની. બંને ઘટનાઓની મુખ્ય કડી હતી....છમ...છમ..છમ... પાયલનો અવાજ. ઝીણા ઝીણા ઘુંઘરુંઓનો અવાજ જે રાત્રીના શાંત વાતાવરણમાં મગજના તાર છંછેડી નાંખે તેવો. આખી વાત સાંભળી દરેકનાં શરીરના રૂવાંટા ઊભાં થઈ ગયાં. બધાં શાંત થઈ ગયાં. હવે એપાર્ટમેન્ટના ઘણાં પરિવારો એમનાં ઘરમાં ભેગાં થઈ ગયાં હતાં. અંદરો અંદર ઘણી વાતો થઈ રહી હતી. કેટલાંક શાંત તો કેટલાંક હેબતાઈ ગયાં હતાં.

કોઈ સુરેશ પાસે જવા તૈયાર નહોતાં. બીક હતી કદાચ એ વળગણ એમને વળગે તો ? સુરેશનું શરીર તાવથી તપી રહ્યું હતું. આખરે મા ની મમતાએ સાદ દીધો એને તરત મીઠાના પાણીની પટ્ટી એનાં કપાળે મૂકવાની શરૂઆત કરી. બધાં ભગવાનોને અરજ કરી.. પ્રાર્થના કરી... અગરબત્તી કરવા કહયું. એટલામાં કોઈ ડોક્ટરને લઈ આવ્યું. ડોક્ટરે તપાસીને ઈન્જેક્શન આપ્યું જેથી એ શાંતિથી સૂઈ જાય. ડોક્ટરને લઈ આવનાર ભાઈએ રસ્તે બધીજ ઘટના જણાવી દીધી હતી એટલે સમય ન બગડ્યો. ધીરે ધીરે સુરેશનું શરીર ઠંડું થઈ રહ્યું હતું, તાવ ઓછો થતો હતો.

ધીરે ધીરે લોકો ઓછાં થયાં. કેટલાંક ઉમરવાળા, ભૂવા અને તાંત્રિકના જાણનારા લોકો સુરેશના ફેમિલીને સલાહ આપી રહ્યાં હતાં.

સુરેશના મિત્રોને હવે સમજ પડી કે મજાક દરેક જગ્યાએ ન કરાય.

વહેલી સવારે બધાં પોતપોતાના ઘરે ગયાં.

આજની સવાર અપાર્ટમેન્ટવાળા માટે કંઈક ઉત્સાહ વગરની હતી. શાંત હતી. કેટલાંક રહેવાસી બારી કે બાલ્કનીમાંથી સ્મશાન ભૂમિ તરફ જોઈ રહ્યાં હતાં, આમ તો એમની નજર દિવસમાં ઘણી વાર એ તરફ જતી પણ આજે એમનાં મગજમાં ઉથલપાથલ હતી, રાત્રીના પ્રસંગથી. દરેકને એ પ્રસંગની ગૂંચ ઉકેલવી હતી, જાણકારી મેળવવાની જીજ્ઞાસા હતી. શું આ શક્ય છે ? આવું બની શકે ? વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચે ખેંચતાણ હતી તો આધુનિક જમાનામાં અંધશ્રદ્ધા જેવું.

સુરેશ હજુ ઉઠ્યો ન હતો. ઈન્જેકશનની અસર હતી. પરિવાર આખી રાતથી એની પાસે બેસી રહેલ હતું કારણ એ કોઈ કોઈ વાર ઝબકી જતો અને લવારા કરતો.

કોઈકે સલાહ આપી કે સુરેશ જાગી જાય એટલે નજીકના એક મંદિરમાં લઈ જાય, ત્યાં એક તાંત્રિક છે, કદાચ એનાં મંત્રતંત્રની અસરથી વળગણ નીકળી જાય. પરંતુ એ પહેલાં કોઈકે ત્યાં જઈને સંપૂર્ણ હકીકતની જાણ કરી દેવી જેથી તાંત્રિક તાત્કાલિક પૂજાની તૈયારી કરી પાકો બંદોબસ્ત કરી શકે અને વળગણને દુર કરી શકે. તાંત્રિકે મોડી સાંજનો સમય સુનિશ્ચિત કર્યો અને સુનીલને જાણ ન કરતાં લઈ આવવાં કહયું.

પરિવારજન તાંત્રિકના રૂમમાં હતાં. પૂજાની શરૂઆત થઈ. તાંત્રિકે સોટીનો પહેલો ફટકો માર્યો જમીન ઉપર અને સુનીલ રડવા માંડ્યો. એ તાંત્રિકને માર ન મારવા વિનંતી કરતો હતો એક સ્ત્રીના અવાજમાં.

તાંત્રિકે ધરપત આપી અને પ્રશ્નોના જવાબ આપવાં કહયું. સામેથી હકારમાં માથું હલ્યું અને એ બોલવા લાગી... “હું સવિતા, ગરીબ માં બાપની દીકરી. એ મને ખૂબ ગમતો. એ કાયમ નવી નવી મોટરસાયકલ લઈ આવતો મને મળવા. હું ક્યારેક ઘરે કોઈ ના હોય ત્યારે એની સાથે ફરવાં જતી, પરંતું હું એને મારું શરીર સ્પર્શ કરવા નહી દેતી. આખરે એક દિવસે એણે કંઈક દવા પીવડાવી કોલ્ડ ડ્રીંકમાં બહાર ફરવાં ગયા હતાં ત્યારે. હું બેહોશ થઈ. મારું શરીર ઠંડું પડવા માંડ્યું. હું હલનચલન કરી શકું એમ નહોતી. લાશ જેવી. કંઈક સાંભળી શકતી હતી, પણ તુટક તુટક.. થોડીવાર પછી એ કોઈકની સાથે વાત કરી રહ્યો હતો...અરે એ ક્યા કિ..યા.. દવાકા ડોઝ જ્યાદા હો ગયાં હૈ, ક્યાં કરે ? લાશ જૈસી પડી હૈ. એ ગભરાયો હતો. ચોવીસ કલાક વીતી ગયાં હશે. એ કોઈકને તેડી લાવ્યો ચેક કરવા. એણે બે ત્રણ વાર ચેક કરીને...કુછ નહી હો સકતા, સમય નિકલ ગયાં.

કંઈક..કંઈક કોઈ...કોઈવાર કાને સંભળાતું, એ બાઈક ચોર ટોળકીનો વ્યક્તિ હશે. મોડી સાંજનો સમય નક્કી કરી રહ્યાં હતાં.. મને સગેવગે કરવાનો.

મોડી સાંજે.. રાત્રિએ, એમણે મને સ્મશાનમાં જીવતી બાળી. તે દિવસે ઘણી લાશો સ્મશાનમાં હતી. દરેક લાશના સગાવાળાને ઉતાવળ હતી. શું થઈ રહ્યું છે એ જાણવાની કે જોવાની ફુરસદ કોઈમાં નહોતી. લગભગ ઘણાં લોકો મોબાઈલમાં વાત કરવામાં કે મોબાઈલમાં વ્યસ્ત હતાં. સ્મશાનમાં મોબાઈલનું સામ્રાજ્ય હતું. કોઈ કોઈને દિલાસો આપવાં આવ્યાં હોય એવું લાગતું નહોતું. ફક્ત લાગણી વિનાના હરતા ફરતાં શરીર હતાં. હાજરી આપવાં ખાતર. મેં કોશિશ કરી, હલનચલન કરવાની પણ કોઈનું લક્ષ ના ગયું. હું લાકડામાં દબાયેલી હતી. એ લોકો ગભરાયેલા હતાં તેથી તેઓ ચૂપચાપ એક એક કરી ભાગી ગયાં. હું સામે ઊભી રહી મારી રાખ જોઈ રહી હતી, બીજી ચિતાઓ જોઈ રહી હતી. હું છેતરાઈ હતી. એક તો હું ખુબસુરત નહોતી. બાઈક ઉપર ફરવાનો શોખ અને અજાણ્યા ઉપર મુકેલ વિશ્વાસમાં ભરમાઈ હતી. પણ મેં કોઈ દિવસ કોઈને મારાં શરીર સાથે અડપલા કરવા નહી દીધાં કે કોઈનો સ્પર્શ પણ મને પસંદ નહોતો. હું બાઈક ઉપર પણ અંતર રાખીને બેસતી એની સાથે. એ ઘણીવાર ગુસ્સો કરતો પણ મેં કોઈ દિવસ એને દાદ દીધી નહોતી.

હું હજુ પણ એને શોધવાની કોશિશ કરું છું બાઈક ઉપર બેસીને.

હું બાઈકવાળાને કોઈ દિવસ સતાવતી નથી, પરંતું બાઈક બંધ પડે એટલે હું ચૂપચાપ બેસી જાવું છું. આ છમ છમ્મ અવાજ એણે પહેરાવેલ પાયલનો છે. મારો લાશ તરીકેનો છેલ્લો શણગાર એમણે કર્યો હતો સુહાગણ જેવો... જેથી તેઓ પકડાઈ ન જાય.

એ દિવસે સુરેશથી અજાણતાં મને સ્પર્શ થઈ ગયો હતો એટલે મેં એને એક તમાચો મારેલો. ઈજ્જતની કિંમત ના કરી શકાય. ભોગવે એને ખબર પડે અને કિંમતની જાણ થાય. મશ્કરીમાં પણ અંતર રાખવું. દુર રહેવું. તક સાધુઓ તક શોધતા હોય છે.. ધીરે.. ધીરે... ! અહીં બેઠેલી મારી મા અને બહેનને કહું છું, સાચવીને રહેજો. સમજાવવાની જરૂર નથી. દરેકને સમજ આપેલી છે. તમે તો ભણેલા છો. હું તો અભણ હતી.

હું આ ચાલી... જાવું છું... ભલે હું ...

રડવાનો અવાજ..

સુરેશ હવે સંપૂર્ણ ભાનમાં હતો. બધાં ખુશ દેખાતાં હતાં.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Horror