Arun Gondhali

Crime

4  

Arun Gondhali

Crime

સફેદ કાજળ - ૬

સફેદ કાજળ - ૬

5 mins
192


સામે પડેલી દિશાંકની લાશને જોઈ સ્વામીજી અને દેવહર્ષ એકદમ સ્તબ્ધ થઈ ગયાં. બહાર કોઈ હિલચાલ નહોતી તેથી પાંચ મિનિટ બાદ દેવહર્ષ ભ્રમીત સિંહ રૂપ ત્યજીને પુરૂષ દેહમાં રૂપાંતરિત થયો અને સ્વામીજીના ખંડના બધાં દરવાજાં અને બારીઓ બંધ કરી.

દેવહર્ષ એ ચિંતનને કહયું – “ગભરાવવાની જરૂર નથી.” 

આપણે દિશાંક ને મરવા દેવો નથી. કદાચ આ એજ ગુંડાઓ હશે જેમણે તને ગોળી મારી હશે. તારી લાશ નહીં મળવાથી એ લોકો પરેશાન હતાં અને તને અને મને શોધી રહ્યાં હતાં કદાચ તારી સુપારીના પૈસા દેવાંગે એમને ચૂકવ્યા નહીં હોય કે આનાકાની કરી હશે અને પૈસા નહીં મળવાથી દિશાંકને ઉડાવી દેવાનું નક્કી કર્યું હશે.

થોડીવારમાં દિશાંકની ગાડી આશ્રમથી બહાર નીકળી અને બે કલાક બાદ દેવહર્ષ જરૂરી વનસ્પતિ અને જડીબુટ્ટીઓ લઈ પાછો ફર્યો. ગાડીમાં થોડીક ફાઈલો અને બીજાં કાગળો પણ હતાં તે બધું દેવહર્ષ એ ચિંતનને સોપ્યું અને સાચવી રાખવાં કહયું એમાં એક લેપટોપ પણ હતું.

સવારે ત્રણ વાગ્યાં સુધીમાં દિશાંકને વાગેલી ગોળીઓ શરીરમાંથી કાઢવામાં દેવહર્ષ સફળ થયો. દિશાંક બેહોશ હતો. વહેલી સવારે બંને દિશાંકના ઘરે ગયાં અને જરૂરી કાગળો, ફાઈલો, દસ્તાવેજો અને કેશ રકમ ભેગી કરી પાછાં ફર્યા.

આરતીના સમય પૂર્વે દિશાંકની ગાડી આશ્રમની બહાર નીકળી ત્યારે લોકોએ જોયું કે શેઠ દિશાંક, સ્વામીને મળીને પાછાં ફરી રહ્યાં છે. આશ્રમમાં કોઈને ખબર ના પડી કે રાત્રે કોઈ અઘટિત ઘટના બની છે.

‘*******

રાત્રે સાડા અગિયાર વાગે સંજય ડોરાના ફોનની રીંગ વાગી.

કાલીસિંગ – “કામ હો ગયાં હૈ, કલ ચાર ટિફિન તૈયાર રખના” ફોન કટ થયો.

બીજાં દિવસે સંજય ડોરા અચંબામાં હતો. બપોરના બાર વાગ્યાં છતાં હજુ ખબર આવી નહોતી કે દિશાંક શેઠને કોઈએ ગોળી મારી છે. આશ્રમમાં પણ શાંતિ હતી. તપાસ કરતાં ખબર પડી કે દિશાંકની ગાડી બંગલાના પોર્ચમાં છે. બંગલો બંધ છે. સાંજ થઈ તો પણ દિશાંકના ખુન થયાના કોઈ સમાચાર નહોતાં. સેક્રેટરીને પૂછતા ખબર પડી કે કોઈ પૈસા પણ ટ્રાન્સફર થયેલ નથી. વાત કરોડોની હતી. શંકામાં શંકા અને શક હતો. જો દિશાંકનું ખુન થયું હોય તો લાશ ક્યાં છે ? અને જો ખુન ના થયું હોય તો દિશાંક ક્યાં છે ? મીટીંગ દરમિયાન દિશાંકે કેટલાક કોરા કાગળો ઉપર હંમેશની જેમ સંજય ડોરાની સહીઓ પણ કરાવી લીધી હતી. શું થઈ રહ્યું છે એ સમજવું મુશ્કેલ હતું અને ઉપરથી પેલાં ચાર ટિફિનની એટલે કે ચાર કરોડની વ્યવસ્થા કરવી અઘરું હતું. આજ સુધી બધાંના પૈસા દિશાંક પાસે જ રહેતાં અને દિશાંક જ દરેકને સમયસર એમનો હિસ્સો ઈન્વેસ્ટમેન્ટના આધારે પરત કરતો. જો દિશાંક ના હોય તો શું ? સંજય ડોરા પોતાની ચાલમાં ફસાયો હતો બુરી રીતે. દિશાંકના મર્ડરમાં જો પોતાનો હાથ સાબિત થાય તો સંજય માટે મોટી મુસીબત હતી અને એનું રિઝલ્ટ હતું મોત. સંજય પરસેવે રેબઝેબ થઈ ગયો. એ કોઈને કહી શકે તેમ નહોતો. 

રાત્રે કાલીસિંગના માણસો પૈસા લેવાં આવ્યાં ત્યારે થોડાંક પૈસા આપી પરત મોકલ્યા અને કહયું કે સગવડ થાય એટલે મોકલી આપશે. સંજય હવે ઘબરાયો હતો કારણ પોતે કાલીસિંગ ને દિશાંકની સોપારી આપી ફસાયો હતો. ખુન થયું હતું પણ લાશ ગાયબ હતી ! 

‘********

આશ્રમનું કામકાજ રાબેતા મુજબ ચાલતું હતું પણ બે દિવસથી દોરી સંચાર કરનારની સૂચનાઓ બંધ થઈ હતી. ધીરે ધીરે જરૂર અનુસાર સ્વામીજી સૂચનો આપતાં હતાં. દેવહર્ષ અને એમનાં પ્લાનની શરૂઆત થઈ હતી.

એક દિવસે દિશાંકના બંગલે જઈને એનાં વફાદાર નોકરને વાત કરી કે દિશાંક સાહેબ બહાર વિદેશ ગયાં છે પરંતું કોઈને કહેવું નહીં અને કોઈ પૈસા લઈને આવે તો એમનાં રૂમમાં મૂકી દેવા એવો માલિકનો હુકમ છે. વફાદાર કોશીકાકા સમજી ગયાં. સ્વામીજીએ એમનો વિશ્વાસ જીતી લીધો હતો.

સુઝાને આપેલી માહિતી અનુસાર ચારસો એકરના આશ્રમમાં ઘણી બધી ગુપ્ત વ્યવસ્થાઓ કરેલ હતી. સેલ્ફ વોલ્ટથી તિજોરીઓ સુધી. મંદિરની નીચે પણ ભોયરાઓ હતાં. ભોયરામાં જવાના અને બહાર આવવાના રસ્તાઓ અલગ અલગ હતાં. આશ્રમમાં એની સંપૂર્ણ જાણકારી ધરાવનાર કોઈ એક વ્યકિત હતી જે ચુપચાપ આ કામ કરી રહી હતી. એની ચાવીઓ અને તિજોરીના પાસવર્ડ પણ એની પાસેજ હતાં. આશ્રમ, મંદિર, પૂજાના સ્ટોલ, પૂજાની દક્ષિણા, આવાસોની આવક, દવાખાનાની આવક, ચઢાવાઓના દાગીના, હૂંડીની આવક, ડોનેશનની આવક, ભેટ સોગાદો વગેરે જુદી જુદી જગ્યાએ રાખવામાં આવતાં. બધું વ્હાઈટ છે એ બતાવવાં માટે રસીદો પણ આપવામાં આવતી અને આશ્રમનો હિસાબ એકદમ ચોખ્ખો દેખાડવામાં આવતો. બાકીનું બધું આશ્રમના જુદા જુદા ભોયરામાં જમા થતું. સીસીટીવીની માયાજાળ પણ અનોખી હતી તેથી કોઈપણ ચાલાકી કરી શકે તેમ નહોતું. મુખ્ય વ્યકિત નિયત સમયે બધું કામ પતાવી દેતી. આશ્રમની બીજી બાજુ નવા પ્રોજેક્ટ પુરા થવાના આરે હતાં તેમાં વોટરપાર્ક, વિશાળ હોટેલ, એમુઝમેન્ટ પાર્ક વિશાળ હોસ્પિટલ, સ્પા પાર્લર, વગેરે. આ બધી બે નંબરની કમાણીના સાધનો હતાં. ધીરે ધીરે માહિતી ભેગી થઈ રહી હતી.

એક દિવસે વહેલી સવારે દિશાંકની ગાડી મંગાવી તેમાં દિશાંક શેઠને બેસાડી એનાં બંગલે લઈ જવામાં આવ્યો. દિશાંક દિવસોથી બેભાન હતો. કાશીકાકાને બોલાવી એકત્ર થયેલ બધી રકમો બેગમાં ભરી ગાડીમાં મૂકવા કહ્યું. ગાડીમાં દિશાંક શેઠ બેઠેલા હોવાથી કાશીકાકાએ કોઈ શંકા કરી નહીં. બધી બેગો આશ્રમમાં ઉતારી લેવામાં આવી અને દિશાંકને ફરી પથારીમાં સુવાડી દીધો. એનો ઘા હવે રુઝાઈ રહ્યો હતો. બંગલાની બીજી એક ચાવી હવે એમણે રાખી હતી. 

સ્વામીજીએ આરતી બાદના પ્રવચનમાં ઘોષણા કરી કે હવે એમનો ઘાયલ સિંહ સારો થઈ ગયો છે અને એને પાછો એની જગ્યાએ મૂકવા જવું પડશે. બે દિવસ બાદ સ્વામીજી પાછાં ફર્યા ત્યારે એમની સાથે દેવહર્ષ હતો.

એક દિવસે આશ્રમના મુખ્ય કેશિયર કેશવને અકસ્માત થયો. પગને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર થયાં એટલે ત્રણ અઠવાડિયા હોસ્પિટલમાં એડમીટ રહેવું પડે એ ચોક્કસ હતું અને ત્યાર બાદ બીજાં ચારથી પાંચ અઠવાડિયા આરામ કરવો પડે એવું ડોક્ટરનું અનુમાન હતું. પહેલાં બે દિવસ એની ગેરહાજરીની ઉણપ લાગી નહીં, પરંતુક પછી ત્રીજા દિવસથી બધી કેશ અને આવક હેન્ડલ કરવાનો પ્રશ્ન થયો. સમસ્યાનું નિવારણ અંતે સ્વામીજીએ કરવાનું આવ્યું એટલે કેશવે બધી ચાવીઓ આશ્રમમાં મોકલી આપી કારણ આ વખતે સુત્ર સંચાલન કરનાર દિશાંકની ગેરહાજરી હતી અને બીજી કોઈ સૂચનાઓ પણ નહોતી. ધીરે ધીરે સંચાલન હવે આશ્રમથી જ થવાનું શરૂ થયું. 

ટ્રીન ટ્રીન દિશાંક નો મોબાઈલ રણક્યો અને દેવહર્ષ એ ફોન રિસીવ કર્યો. મોબાઈલના ડિસ્પ્લેમાં લક્ષ્મી જ્વેલર્સનું નામ હતું.

સામેથી – ડીએસ (દિશાંક શેઠ) આવતી કાલે જેબીજેને ડિલીવરી આપવાની છે. જીએસ તૈયાર રાખશો, રાત્રે ગાડી આવશે. કોણ બોલે છે એ પણ કન્ફર્મ ના કર્યું અને ફોન મૂકી દીધો.

દેવહર્ષ ગૂંચવાયો. વાત બધી કોડમાં હતી, તરત દિશાંકની ફાઈલો ફંફોળી એમાં ખુલાસો થયો. જીએસ એટલે ગોલ્ડ અને સોનું. દેવહર્ષ એ કેશવને ફોન ઉપર વાત કરી અને કેવી રીતે અને ક્યાંથી ડિલિવરી કરવી એની સંપૂર્ણ જાણકારી લઈ લીધી. કેશવનું કામકાજ એકદમ વ્યવસ્થિત હતું. દરેક ડિલિવરીનાં પેકેજ ઉપર સંપૂર્ણ વિગતો વજન અને તારીખ સાથે નોંધી રાખી હતી. દરેકની જુદી જુદી ફાઈલો હતી અને એમાંથી મળનાર રોકડા રકમનાં આંકડા પણ લખ્યાં હતાં એટલે દેવહર્ષને સિસ્ટમ સમજતાં બહુ તકલીફ નહીં થઈ. હવે આશ્રમની ગુપ્ત વ્યવસ્થાનો વ્યવહાર ખબર પડી રહ્યો હતો. આશ્રમમાં કંઈજ ખોટું થતું નહોતું ફક્ત આશ્રમની આવકમાં ઈમાનદારી નહોતી. મતલબ કે બે નંબરનો વ્યવસાય વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો હતો, પૂર્ણ તકેદારીથી.

દિશાંકને કોણે ગોળી મારી એ જાણવું દેવહર્ષ માટે જરૂરી હતું. એટલે રાત્રે દેવહર્ષ સાધનામાં બેસવાનો હતો. અર્ધરાત્રીએ દિશાંકના બેહોશ મગજને મંત્રોથી જાગૃત કરી અનુસંધાન કર્યું એની સાથેની બનેલ ઘટનાનું. દેવહર્ષની આ એક મોટી સિદ્ધિ હતી. દિશાંક તે દિવસે થયેલ ઘટનાઓ વર્ણવી રહ્યો હતો. સવારે સંજય ડોરા સાથેની વાતચીત કરતાં હતાં ત્યારે કાલીસિંગના પૈસાની વાત અને પૈસા ટ્રાન્સફર કરવાની ઉતાવળ અને ઉપજેલ શંકાની વાત કરી. સંજય ડોરા એ કોણ છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી. કરોડો રૂપિયાનું એનું કાળા નાણાનું રોકાણ અને એની ફાઈલો તથા હિસાબના વિગતની જાણ થઈ. 

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Crime