Ashuman Sai Yogi Ravaldev

Drama Romance Tragedy

4.9  

Ashuman Sai Yogi Ravaldev

Drama Romance Tragedy

સોનું તને મારા પર ભરોસો નહિં ક

સોનું તને મારા પર ભરોસો નહિં ક

11 mins
835


"સોનું તને મારા પર ભરોસો નહિં કે..?"

  "સોનું તને મારા પર ભરોસો નહી કે..? "

    રેશમી ના કર્ણ ને આ શબ્દો સીધા શૂળ ની માફક મન પર ભોંકાયા. શું હતી તે અને કયાં આવી ગઈ છે હાલ.

  ..કેટ- કેટલા રૂપ પ્રમાણે નામ બદલ્યા છે અને નામ પ્રમાણે નામ બદલયા છે અને નામ પ્રમાણે હર પથારી ગરમ કરનાર..!. 

    ના.. મર્દ તો,નાજ કહેવાય. આશિક કે પહેલો પ્યાર પણ ન કહેવાય. કે ના ઘરાક કહેવાય. કેમકે પૈસા ના લીધે તો પહેલા આ શોખ તેને જનમ્યો પણ નહોતો. 

   સોનું.,સુહાની. સંધ્યા, સાવિત્રી..,સપના, સજની,સરલા, સનમ..,સરોજ..ને આવા તો કેટલા યે "સ"નામ ધારણ કરીને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈને-ફરતી હશે. ક્યાં હતા તેના ઠેકાણા કે ક્યાં હતા તેના કોઈ કામ.!


   બસ દિલ બહેલે કે ના બહેલે પણ કામાગ્નિની ને શાંતા આપનાર મળે તેવો રૂપાળો એક ચહેરો મળી જાય કે તેનું'નામ બીજા નામની કાન્ચળી તરત ધારણ કરી લે. 

  જિંદગીની આટાપાટી માં ને સંબંધોની લાગણી તો તેને સ્પર્શ સુદ્ધાં નહોતી કરી શકતી..એમ કહો કે લાગણી જ મરી પરવારી'તી. હદયના એકાદ ખૂણામાં ક્યારેક ઝબૂકતી સાચા પ્રેમની સરવાણી પણ હંમેશ ને માટે બુઝાઈ ગઈ હતી.ના દિલ હતું કે ના તેમાં કોઈ વસનાર હતો.ના કોઈ સપના હતા કે ના સપના નો સોદાગર હતો. ના કોઈ અરમાન હતા કે ના અરમાનોનો રાજકુમાર હતો. ના કોઈનો ઇંતજાર હતો કે ના કોઈ રાહી હતો.ના ઇકરાર હતો કે ના ઇનકાર હતો. બસ તે અને તેની જાહોજલાલી હતી, તે અને તેનો મોજ શોખ હતો. તે અને તેની રોજની ગરમ થતી રાતની પથારી હતી. તે અને તેનો પાંચ ઘડી નો રોજ બદલાતો હમસફર હતો. તે અને તેની ચેનભરી નીંદ હતી.


    પણ,.પણ,આજ અચાનક આ ગીતના શબ્દો કેમ તેને ભૂતકાળમાં ખીચી જતા હતા. તે તંદ્રામાંથી પાછા ફરવા તેને ૮૪૬..નંબર ટચ કરી ઘુમાવ્યો. સામે છેડે કોલ".આપે ડાયલ કરેલ નંબર હાલમાં અન્ય કોલ પર વ્યસ્ત છે."સંભાળતા.તેને કટ કરી દીધો.ક્યારેય વ્યસ્ત ના આવતો નંબર આજે વ્યસ્ત આવતો હતો.કદાચ કુદરત તેને અતીતની ઊંડી ગર્તામાં ધકેલી જવા માગતી હશે. ગમે ત્યારે એકલતા લાગે કે વાત કરી ટાઇમપાસ કરવાનું મન થાય ત્યારે તે આ નંબર ડાયલ કરતી અને બે ઘડી કે મન ના ભરાય ત્યાં લગી વાતો ના તડાકા કરતી. પણ શાયદ આજે તેને અતીત માં પાછા ફરવાના ચોઘડિયા બંધાયા હશે તે તેના વિચારોને જાગ્રત રાખવા પેલો નંબર પણ વ્યસ્ત આવ્યો..

અને છેવટે અતીતની ઊંડી ખાઈમાં તે ડૂબી ગઈ કે ખબર નહીં પાછા ફરીને કેવું પરિવર્તન આવે છે.  

  ..ક્યાં છે..?..તું ક્યાં છે રમીલા.અરે રમી.ક્યાં ખોવાઈ ગઈ પાછી?.

   બા બોલાવી રહી હતી પણ તેનું ધ્યાન તો નરશીડાની આંખો માંથી હટતુંજ નહોતું.

    છેવટે બા એ આવીને ઢંઢોળી અને દિવા સ્વપ્નમાંથી બહાર આવતા જ બોલી..

 "બા હું બાજુના શહેરમાં નોકરી કરવા જઉ.?

   ના,તારે હજુ તારું ભણતર પૂરું કર,પછી જજે હું તને નહીં રોકું.

   પણ,બા સાડા ચાર હજાર જેટલો પગાર આપે છે તે કંપનીવાળા અને ઓફિસમાં બેઠા- બેઠા વર્ક કરવાનું છે.!(બહુ શાંતિવાળી નોકરી હોવાનો વિશ્વાસ તેની બાના મનમાં બેસાડવા બેઠા-બેઠાજ શબ્દો પર વધુ પડતો ભાર મૂકીને રમીલા એ કહ્યું.)


   જો રમી તે ઓફિસ-બોફિસ કે શાંતિ-બાતી કે આ તે જે વરક કહ્યુ તે બધી હમજણ મને નો પડે પણ,લાલ હાડલે પણ કાળી મજૂરી કરીને,પેટે પાટા બાંધીને મારા એકના એક આંખ્યુના આ રતન ને ભણાવી-ગણાવી હોય તો,તે માત્ર ને માત્ર સરકારી અફસર બનવા માટે.

પણ ,બા.(વચ્ચે રમીલા ના શબ્દો અટકાવતા.)

પણ, બણ હું ના જાણું, બસ સરકારી એટલે સરકારી.બસ તું તારું આ સરકારી નોકરીયું મળે તેનું ભણતર પૂરું કર.પછી હું તને ના નહીં કહું કઈ.

ભલે,મારી માં.ભલે (બે હાથ મજાકમાં જોડતા)આ તારી રમી સરકારી અફસરજ બનશે..

અને..બાને માંડ-માંડ સાંત્વના આપીને તે કોલેજ જવા નીકળી.


   બસ માં છેક લગી નરશીડાએ બતાવેલી જોબના શમણાં જોવા લાગી. પોતે ને નરસીડો સાથે જોબ કરશે,આવેલ કસ્ટમરને પૂરી ઇન્ફોર્મેશન આપશે,આ દરમિયાન દિવસમાં દસવાર નરશીડા સાથે પ્રેમના ઇજન આપતી આંખો મળશે અને વળી એકબીજાના અધરો પર સ્મિત રેલાવતા તેઓ ઘરે સાંજે પાછા ફરશે અને રાતે ઓફિસમાં અધૂરું રહેલું કામ એકબીજાના ઘરે બેસીને પૂરું કરશે.

   કેટલાયે શમણાઓ આ નાનકડા દિલમાં ઘડીભરમાં ઉછળકૂદ કરવા લાગ્યાતા. સંસાર આખાની જીદ તેને નરશીડાને પામવામાં લાગતીતી. દિલમાં ઉઠતો હર દાવાગ્નિ તેને દઝાડતો હતો.નરશીડામાંજ તેનો શ્યામ સમાયો તો ને નરશીડા સાથે વિતાવેલી હર પળ વનરાયુ માં રમતી રાસલીલા સમી લાગતી હતી. જોબનના ઉલાળાને યુવાનીની માદકતાને મગ્ધૂર કરી નાખતી તેની ચાલમાં હર ડગલે નરશીડાની આહટ વર્તાતી.કમરની હર લચકે ને વેણીની ગૂથણીમાં નરશીડાનો બરછટ ભરાવદાર કાડાં વાળો મર્દાનગી ભર્યો કર ફરતો હોય તેવો હરપળ આભાસ થતો. 


    નરશીડાનો હર વિચાર તેની વાસનાને પ્રજવલ્લિત કરી જતો.રોમ-રોમમાં રતિ ક્રિડા જગાવી જતો. તેની આંખોમાં વાસનાનાં સાપોલિયાં સળવળી જતા. નરશીડાના સાનિધ્યના અહેસાસ માત્રથી એની યુગો જૂની વાસના ભભૂકી ઉઠતી.મનમાંને મનમાં નરશીડાના શૈયા સુખનો જ્વાલામુખી ધખધખી ઉઠતો.અને તંદ્રામાંથી જાગતાજ તેનું હદય પળવારમાં ભગ્ન થઈ જતું. વાસનાના સ્વર્ગ સમાન સુખની ચરમસીમાએ પહોંચી ને અતૃપ્તજ પાછી ફરતી. મો આવેલું હરણ જાણે સિંહના મોઢેથી છૂટી જાય તેમ ક્ષણભરમાં નરશીડો દૂર થઈ જતો. લચકતી કોમળ કમરે વીંટળેલા-મર્દાગી ભર્યા હાથ ક્યાંય છૂ-મંતર થઈ જતા.અને રણ વચ્ચે પાણી વિનાની નાવડી જેમ સુનિ ભાસે તેમ કમર અટૂલી થઈ જતી.મૃગજળ પણ જાણે કયાંય ભર ઉનાળામાં ના દેખાય તેવા હાલ થઇ જતા અને બાવરી- વિહવળ બની જતી તેની આખ્યુંના એકાદ ખૂણે બિંદુ વરસી જતું.


   બીજા દિવસે પોતાની બાને રાતના સૂતી વેળાએ ગમે તે રીતે મનાવી લીધી હોવાથી સપનાના શણગાર સજીને નરશીડા હારે બાઈક પર ચીપકાઈને બેસી ગઈ હતી. ઓફિસના બોસની કામુક નજરોથી રેશમી બચી ન શકી અને બોસના મનમાં સાપોલિયા ફરી વળ્યા. બોસે પોતાની બાજુની સામે દેખી શકાય તેવી કેબીન તેને આપી. રેશમી પણ જુવાનીનું માદક પીણું ચડતી જવાની હતી.કઈ નજરો શું કહેવા માગે છે તે તેની જાણ બ્હાર ન્હોતું.


   નરશીડાને પણ વટે તેવી પડછંડ કાયા,કુશ્તીના લડવૈયા સમા ઘાટીલો ગોરો દેહને માંજરી આંખો.!એથીએ વધુ કાળી ડિબાંગ ભ્રમર અને હીરોને પણ શરમાવે તેવી હેર સ્ટાઇલ તેના યૌવનમાં ઓર નીખાર આપતી હતી.તે પણ ક્યાં ઉમર લાયક હતો.૧૭ની રેશ્મી સામે તે. બાવીસનો તળવળતો નવયુવાન ભલ-ભલાના યૌવનને શરમાવે તેવો લાગતો હતો.

   પળભર માટે તો રેશ્મીની નજરેથી પણ અત્યાર સુધી રમતો નરશીડો હટી ગયો હતો અને પલકોની છાંવમાં મનન બોસ ખેલવા લાગ્યો હતો.

     હાં..મનન.. યુવાનોનો રોલ મોડલ ને યુવતીઓનો શમણાનો સાથી.કંપનીનો બોસને કર્મચારીઓનો ડર !.કોઈની પણ થોડીક એ કચાશ હોય તો મોઢા પર ચોપડી દેનાર અને આખા બોલો લાગતો કયારેક ગંભીર પણ બની જતો.ટોટલ ગણીને કહીએ તો પરિસ્થિતિ મુજબ બદલાતો એક સફર,સારો અને ખંતીલો મનન..!


     રોજ સવારે ૦૬:૩૦ ની આસપાસ નરશીડો અને રેશમી બાઈક પર ઓફિસ આવવા નીકળી જતા. ૦૭:૦૦ ની આસપાસ ઓફિસ ટાઇમ પહેલા આવી જતા અને બપોરે ૦૧:૦૦ ની રીશેસ બે કલાક દરમિયાન પડતી ત્યારે રેશમી કોલેજનું એકાદ-બે લેક્ચર પણ ભરી આવતી અને સાંજે ૦૬:૦૦ વાગ્યે ઓફિસ છુટતા પોતે અને નરશીડો બે ફરી પાછા ચીપકીને બાઈક મારી મુકતા તે,સાડા છ સુધી તો ઘરે પહોંચી જતા.રોજનો હવે આ ક્રમ થઈ પડ્યો હતો.

     કોલેજના લેક્ચર દરમિયાન નરશીડો રોજ તેને મૂકવા અને લેવા બાઈક લઈને જતો. નરશીડો પણ મનોમન રેશમીને ચાહતો હતો પણ,ઈકરાર ન્હોતો કરી શકતો.આગ તો બન્ને બાજુ લાગી હતી.પણ,બુઝાવાની વાત કરવાની હિંમત બંનેમાંથી એકેય ન્હોતા કરતા. 


    ઓફિસના ટાઈમે તો બોસની ચુંગાલમાં રેશમી ફસાઈ શકે તેવા કોઇ સંજોગો મનનને લાગતા ન્હોતા.રેશ્મીની હર ઇન્ફોર્મેશન મનનએ મેળવી લીધી હતી.આથી રેશ્મીના દિલમાં રમતો નરશીડો અને નરશીડાના હૈયામાં ખેલતી રેશ્મીની વાત પણ મનનથી અજાણ ન્હોતી રહી.:આથી નરશીડો ફાવી જાય તે પ્હેલા રેશ્મીને પોતાની બાહોમાં સમાવી લેવા મનના સાપોલિયાએ માજા મૂકી હતી.અને આટલી બધી કુંડળી જાણનાર મનનથી એ પણ અંજાન ન્હોતુ કે રેશ્મી કોલેજ રિશેષના ટાઇમે જાય છે.

       બસ,આજ મોકો હતો રેશ્મીને પામવાનો અને તેની મંઝિલ સુધી પ્હોંચવાનો રસ્તો.અને પછી તો એકવાર હિંમત કરીને રિશેષ પડી એ વખતે બધા પોતાની કેબિનમાંથી નીકળતા હતા ત્યારે જ મનનને રેશમી ને બૂમ નાખી.

     .રેશ્મી મારે જમવા તારી કોલેજ બાજુ થઈનેજ જવાનું હોવાથી જો તને કંઈ વાંધો ના હોય તો ત્યાં લગી લિફ્ટ આપુ.

    બધા અવાક્ થઈ ગયા. ખડુસ બોસ પ્રેમાળ હતો તે તો સૌ જાણતાતા પણ, કોઈ કર્મચારીને પોતાની ગાડીમાં લિફ્ટ્ આપી હોય તેવું ન્હોતું બન્યું.અને સૌથી નવાઈ પમાડે તે વાત એ હતી કે અત્યાર લગી બોસએ કોઈનું નામ દઈને પર્સનલ બૂમ પણ નહોતી નાંખી.અને આજે તો ઓફિસમાં શાંત અને ગંભીર રહેતા બોસએ બહુજ પ્યારથી, નિખાલસતાથી "રેશમી" એવી ઉતાવળી બેમ નાંખી હતી. રેશ્મી સહિત બધાને આ ટહુકો ગમ્યોતો. પણ,એક એવું પણ હતું જેને આ ટહુકો માંડ થૂંકમાં ઓગાળીને ગળે ઉતારયોતો.

    એક પળ પણ નરશીડાનો વિચાર શુદ્ધા કર્યા વિના બહુંજ નમ્રતાથી સખુશાલ રેશ્મીએ આનંદના અતિરેકમાં "ઓકે.ઓકે.સર" વેરી વેરી થેન્ક્યુ.બોલી નાંખ્યું તે તેને પણ ન્હોતી ખબર.

    અને.બસ આજ ઉમળકાભર્યો પ્રત્યુત્તર મનનને ગમી ગયો અને આ ઉમળકામાંજ રેશ્મીને ચોટી થી પગની-પાની સુધી મનન પામી ગયો.

   ****


      કોઈક આવીજ લોંગ ડ્રાઈવની ટ્રીપ પર લઈ જવાના શમણાં જોતો મનન સાઈડ ગ્લાસને એકદમ અંદર નમાવીને પડખે બેઠેલી રેશ્મીને જોઈ લેતોતો. એટલામાં ફોનની મેમરી વડે વાગતા ગીતોમાં એક ગીત આવ્યું."સોનુ તને મારા પર ભરોસો નહીં કે.."અને ખબર નહીં ક્યાંથી મનનમાં હિંમત આવી ગઈ કે તેને સહસાજ બોલી નાંખ્યું "રેશમી હું તને સોનુ" કહું તો વાંધો નહીં ને? "..

    લજ્જાની લાલીમા પાથરતા શરમિલા ચહેરે રેશ્મીએ મીઠું સ્મિત આપીને પ્યાર અને સોનું નામ બંનેનું ઈજન આપી દીધું.

    ઓકે થેંક્સ અને હા પણ હું લેતો જઈશ અને રોજ અહીં જતા-આવતા તને મુકતો અને લેતો જઈશ.નકામું બિચારા પેલા તારા ગામના ને ધક્કો કરાવવો.(નરશીડાનો કાંટો કાઢતા મનનને પરોક્ષ કહ્યું)

   કોલેજ આવી જતા ધીમે રહીને રેશ્મી ઊર્ફે મનનની સોનું આછેરૂ સ્મિત હ્રદય સોંસરવુ ઉતરીને ઘાયલ કરી જાય તેવું મનન સામે રેલાવીને ચાલતી થઈ.

     આ બાજુ મનન પણ તે ગેટમાં ઓઝલ ના થઇ ત્યાં લગી નિહાળતો રહ્યો.અને રેશ્મી પણ,મનમાં ગુનગુનતી હતી "સોનું તને મનન પર ભરોસો નહીં કે.?".

   બસ આ સોનુંની સફર ક્યાં લઇ જશે તે ક્યાં-તે જાણતી હતી.!


   પછી તો ક્યારેય નરશીડો મનનની સોબતથી દિલ દિમાગથી વિસરાતો ગયો.અરે ! સાવ વિસરાઇ ગયો તેનો પણ તેને ખ્યાલ ના રહ્યો.પછી તો ઓફિસમાં પણ બધા મનન જેટલુંજ માન રેશ્મીને આપતા.અને તેનું નામ પણ સોનુંજ બોલાતું.બોસએ એક ફ્લેટ્ પણ અપાવી દીધો જયાં તે રહેવા આવી ગઈ.દર મહિને બાને ઢગલો રૂપિયા મોકલતી. મનનને તેના વચ્ચે બધી મર્યાદાઓ દૂર થઇ ગઇ હતી. મનન અને સોનુ શરાબ,શબાબ ને સુંદરતાને મોહી પડ્યા હતા.જીવનના બધા સુખ પામી લીધા હતા.એમ કહો કે હવે કદાચ મનન ને તેવો વચ્ચે કંઈ બાકી ન્હોતું રહ્યું.લિવ ઇન રિલેશનશીપથી થાકી ગયેલા પંખીડા થઈ ગયા હતા. પ્રેમના ઈજન નફરતના ઇજન બનતા જતા હતા.મનનને ઓળખી,પામી ગયેલી સોનું પ્રેગનેન્ટ હોવાનું સાંભળી પાગલ સમી થઈ ગઈ હતી.મનન રિશ્તો બાંધવા તૈયાર ન્હોતો અને આવાજ એક દિવસે મનનએ તેનેે પ્યારથી સમજાવીને કંપનીના કામ અર્થે દુબઈ મોકલી.


     દુબઈની ઝાકમઝોળ દુનિયા પહેલા તો તેને ગમી ગઈ. મનનની વ્યવસ્થાથી તેને ફ્લેટ્ને બધું મળી ગયું.થોડા દિવસ તો મનન રોજ વાતો કરતો પણ ધીરે - ધીરે ઓછું થતું ગયું.અને કદાચ હવે સોનુંને પણ તે કોઠે પડી ગયું હતું.સોનુંએ હવે અહીં કાયમી વિઝા કરાવી લીધા હતા.પોતાની બાને પૈસા મોકલતી રહેતી અને ખાસ ડિપોઝિટ,ભારતમાં એક ફ્લેટ્ને બધું તેના નામે રેશ્મીએ કરાવી દીધું હતું.આખી જિંદગી આરામ થી જાહોજલાલીથી વિતે તોયે ખાધે ના ખૂટે એટલું તેની બા માટે ભેગું કરી આપીને રેશ્મીએ મનનનો સાચો ઉપયોગ પણ કરી લીધો હતો. 


   આ દરમિયાન રેશમિએ મનનથી સાવ દૂર થવા માટે બીજી કંપની પણ જોઈન્ટ કરી લીધી હતી. પણ શાયદ તેને હવે આદત થઇ ગઇ હતી વાસનાની. આટલા દિવસ માંડ માંડ પડખા ફેરવી ને રાતો વિતાવી હતી. તે કોઈ મનનની શોધમાં હતી અને એકવાર તે શોપિંગ કરીને આવતી હતી. ત્યા કોઈએ સાદ દીધો.."સુહાની..(પહેલા તો તેને ના જોયું.)ફરી સાદ આવ્યો.સુહાની.સુહાની.સુહાનિ.ઉપરા છાપરી ત્રણ-ચાર વાર બૂમ પડતા પોતે રેશમી હોવા છતાં પાછું ફરીને જોયું. 

    દૂર થી મરક મરક હસતો આવતો ચહેરો નજદિક આવતા, ઓળખવામાં કંઈક બફાયું હોવાનો ખ્યાલ આવતા ક્ષોભિલો પડી ગયો. 

    "ઓહ સો સોરી મીસ..'

     મિસ સોનુ ..અચાનક જીભ લથડી

જતા રેશ્મીથી તે અજાણ્યા ને અધૂરા પ્રત્યુતરમાં નામનો સાથ આપતા સોનું બોલાઈ જવાયું)

    તમે પાછળથી બદ્લ મારી સુહાની જેવા લાગ્યા એટલે મેં બાવરો બનીને બુમ નાખી.

  ઈટ્સ ઓકે, મને પણ તમારો ગુજરાતી લ્હેકો આ દુબઈના વાતાવરણ પોતાના વતનના ટહુકા સમો ગમી ગયો.એટલે ઊભી રહી ગઈ. 

   "થેન્ક્સ, માય નેમ ઈઝ મંથન.

  "ઓકે.ગુડ નેમ.. માય નેમ ઇઝ સોનું પણ તમારા માટે સુહાની .. આજથી."


   પછી તો બંનેએ કોફીબારમાં ખૂબ વાતો કરીને એકજ દિવસમાં પ્રેમના પુષ્પો ખીલવી દીધા.સાંજે તો મંથન સામાન લઈને સીધો સુહાનીના ફ્લેટ પર જઇ ચડ્યો અને પછી તો બંને સાથે મળીને સરસ ગુજરાતી ભોજન બનાવીને જમી લીધું. ક્યારે રાતના 11 થઈ ગયા તેનો ખ્યાલ ન રહ્યો અને રોજ એક પડખાંનો ગરમાવો લેતો બેડ આજે બે પડખાંનો ગરમ-ગરમ આહલાદ હૂંફ લેવા લાગ્યો. તન વીંટળાઈને વર્ષોની આગમાં પ્રજ્વલ્લિત થઇ ભડકે બળવા લાગ્યા. શ્રાવણનો ટાઢેરો મેહ પણ તેમને ઠંડુ લખલખું ના આપી શકે તેવો રતિક્રિડાનો માહોલ જામ્યોતો.ઉહ.આહ.ની ગરમ-ગરમ ચિસકારીઓ પોર્ન ફિલ્મોને પણ c ગ્રેડ આપે તેવી પડઘાતી હતી.અને કામદેવ રતિનો સ્વર્ગના અનેરા સુખનો મિલાપ પૂર્ણ થયો. 


    પછી તો નરશીડો,મનન ક્યાંક ખોવાઈ ગયા. સમયના વહેણમાં મંથન જેવા કેટલાએ ખોવાઈ ગયા. નાજાયજ ઔલાદ રાખીને જિંદગી દોઝખ બનાવવી તેના કરતાં વાંઝણી રહીને ઐયાશીને તોલતી તેને પહેલું કુવારુ સંતાન પણ પડાવી દીધુ.સોનુ થી શરૂ થયેલી સફર સુહાની,સંધ્યા,સાવિત્રી તો કોઈની સપના,સજની અને વળી નવયુવાનોની તો સરલા આંટી,સનમ તો વળી સમવયસ્કોની સરોજને કેટલાએ નામોની કુંડળીઓમાં ચક્કર મારી હતી. મનન,મંથન, મયુર,મેઘ,મૌલિક ને કેટલાય "મ" ના મર્દ તેને ભોગવી લીધા હતા.પણ હા,તે બધા વચ્ચે હજુ નરશીડાને ન્હોતી ભૂલી. બસ તેના પાલવનો પહેલો છેડો નરશીડો હતો.અને જ્યારે પણ દિલથી ઉદાસને જિંદગીથી કંટાળીને બે પળ ખુશીઓ જોઈએ ત્યારે તેને ફોન કરીને ઢગલો વાતો કરતી.અને તેને આ દરમિયાન નરશીડાના મોઢેથી કેટલીએ વાર સાંભળ્યુંતું કે "રેશ્મી હું તારા માટે હજુએ કુંવારો છું અને રહીશ. કોઈ અબળા સામે મારી નજરો બગડી નથી.બસ એક તુંજ હતી.મારા દિલની રાણી ને હૈયાનું હેત,અને જન્મોજન્મ તુંજ રહીશ.અને પોતાને પણ ક્યારેક થઈ આવતું લાવું,હું જતી રહું પાછી ગામડે અને વસાવી લઉં નરશીડાનું ખોરડું. તે પણ દુઃખી તો નહીંજ કરે! પણ, આ રાસ આવી ગયેલી ઐયાશી દુનિયા તેને પળભર માટે ગરીબાઈના ખાલા ઠામડાના દર્શન કરાવી રોકવી દેતીતી. અને.આજ.આ ગીત સાંભળીને તેને મન મજબુત કર્યુતું કે હું નરશીડાને કહી દઉ.હવે તારો ઇન્તજાર પૂરો થયો.તારા કોડ પૂરવા ને મારી સેંથીનો શણગાર સજવા હું કાલ સવારેજ આવું છું ગામડે.

પણ વ્યસ્ત આવતા તે ઘડીભરમાં ભૂતકાળમાં ડોકિયું કરીને ઐયાશીને રામરામ કરવા પળભર જીવી આવી અને કહી આવી.તારા વગર પણ મારું સ્વર્ગ સોનેરુ છે.તારા મર્દો વગર પણ મારી ખુશીઓનો ઢગલો પાથરનાર છે.બસ તને ઝાઝેરા જુહાર..આવજે.

     ..સો આંશુ રોયે દો અંખીયા,મારા હે જીન્હે નીન્દોને..એટલામાં રીંગ વાગતા સ્ક્રીન પર નરશીડાનું નામ વાંચતા જ ઈકરાર કરવા બાવરી બનીને તેને ફોન ઉઠાવ્યો..

  હેલ્લો નરશીડા હું આજે બહુજ ખુશ છું.તને મારા જિંદગીની એક અદ્ભુત સોનેરી વાત કરવા માંગુ છું.(અધીરાઈ ના રહેતા લાગતું તીર મારતા રેશ્મી બોલી.)

  અરે.રે. રેશ્મી હું પણ તને બહુજ ખુશીની વાત કરવા માંગુ છું અને તે સાંભળીને તું તારી ખુશી પણ ભૂલી જઈશ.આજ તારું સપનું પૂરું થયું છે.

   એવું ? ..બોલ જલ્દી બોલ.

  ના રેશ્મી તું બોલ પહેલા.

   નરશીડા તને તારી આ રેશ્મીના સમ છે.પહેલા તું કેહ.


  હા.વ્હાલી હા. બસ હુંજ કહું. તું મને હર વખતે કહેતી હતી ને કે સારી છોકરી જોઈને લગ્ન કરી લે.

  હા.. તો .શું તે ગોતી લીધી.(પોતાની વાત કરતો હશે એમ વિચારી રેશ્મીએ પણ અધીરાઈથી પૂછ્યું)

  તો.બસ આજ મારા સપનાની રાણીનો અને તારી ખુશીયાનો ફોન આવ્યોતો. તું લગાવતી ત્યારે હું વ્યસ્ત તેની સાથેજ હતો. ઓફિસમાં અઠવાડિયા પહેલા નવી જોડાયેલી સોનુંએ મને આજ ફોન પર પ્રપોઝ કર્યું. તેનું નામ સોનું છે. અને મેં રીંગટોન હાલ ચેન્જ કરી કે "સોનું તને મારા પર ભરોસો નહીં કે?

  કોલર ટ્યુન પણ તે મૂકી છે તું સાંભળી જો..(એકીશ્વાસે પોતાની ખુશીયા ને રેશ્મી ઉર્ફે મનનની સોનુંના જિંદગીનો અંત આલાપી ગયો.)

    આ સાંભળી પળભરમાં ઉભો થયેલો અરમાનોનો મહેલ કકડભૂસ થઈ ગયો. આયખાના ઓરતા ઓજલ થતા લાગ્યા. સવારનો સૂરજ ભવભવનો વેરી થાતો લાગ્યો. કાયાનો માળો લાકડે સળગતો દેખાયો.સ્વજનો પોંક મૂકીને રિવાજ નિભાવતા દેખાયા.ખુશીનો દરિયો લઈને ઊભો થયેલો નરશીડો ઓટના અથડાટથી બેઠેલો લાગ્યો. કેટલીએ "સ" નામધારી ઓરતો આજ સ્વર્ગે સિધાતી લાગી "મ" નામના માશૂકો મરશિયા સાંભળીને અતિતને તાદ્રશ જોવા લાગ્યા. મમતાનું રુદન ગગન ચીરતું સૌના હૈયા કંપાવી જતું દેખાયું.

   નરશીડાને વધાઇઆ આપીને કહ્યું "લે ત્યારે હું તારી કોલર ટ્યુન સાંભળું... અને તેને રીંગ લગાવીને..એક હાથેથી છૂરીનો કાંડા પર..મરણોતલ ઘા કરીને. આંખો બંધ કરી ગઇ..સ્પીકરમાં તેના મરણોતલ કર્ણ સાંભળતા હતા..

"... સોનું તને મારા પર ભરોસો નહીં કે..?


Rate this content
Log in

Similar gujarati story from Drama