Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jigar Jobanputra

Classics Others


5.0  

Jigar Jobanputra

Classics Others


સમજુદાસ

સમજુદાસ

3 mins 262 3 mins 262

વર્ષો પહેલા ઢોલકનગર ગામે એક ગામ હતું. તેમાં સમજુદાસ નામે એક માણસ રહે. નામ સમજુદાસ પણ તેનામાં સમજ નામે છાંટોય નહીં અવ્વલ નંબરનો મૂરખ શું વિચારીને મા-બાપે તેનું નામ સમજુદાસ રાખ્યું હશે. જો કે ભવિષ્યમાં બાળક મુરખ થશે તેવી મા-બાપનેય થોડી ખબર હોય ! આ સમજુદાસ મૂરખ એટલે કોઈ કામે રાખે નહીં ને રાખે તે પસ્તાય. બધા જ તેને મુરખરામ જ કહેતા જાણેકે હવે તે જ તેનું નામ હોય ને મૂરખરામ ચાલ ‘રસ્તો નાપ’ કહીને હડધૂત કરીને કાઢી મૂકતા.

એક વખત મૂરખરામને હાડોહાડ લાગી આવ્યું. તેણે તપ કરીને ભગવાન પાસેથી સમજદાર બુદ્ધિવાન બનવાનું માંગવા વિશે વિચાર્યું. કારણકે શેઠ હંમેશા કહેતા રહેતા કે આ મૂરખાને તો ભગવાન જ બુદ્ધિ નાખી શકે. નર્યો ‘બુદ્ધિનો બારદાન’ છે. હવે તો ભગવાન જ કંઈક ચમત્કાર કરી શકે. મુરખરામ તો લાગ્યો ભગવાનને પ્રસન્ન કરવા ને ભગવાન પ્રસન્ન પણ થયા. ત્યાં પેલાનો વિચાર ફરી ગયો. નકરી બુદ્ધિનું શું કરીશ ? ધનવાન બનવાનું માંગુ ને તેણે તેમજ કર્યું. ભગવાન એક મરઘી આપી તથાસ્તુ કહ્યું ને અદ્રશ્ય થઈ ગયા. મૂરખાને થયું ભગવાનેય ખરા છે આપી આપી ને એક મરઘી આપી આમાં તે વળી શું ધનવાન થવાય ? મરઘી ચમત્કારી છે તેવી તેનામાં સમજ ન હતી.

બીજા દિવસે મરધીએ ઇંડા આપ્યાં ને તમાંનું એક ઇંડુ સોનાનું હતું. મૂરખાને અચરજ થયું પણ ખબર ન પડી કે આ ઇંડુ સોનાનું છે. જીવનમાં કદી સોનું જોયું હોય તો ને ! વળી ભગવાને મરઘીમાં વાચા તો મૂકી નહોતી કે જણાવે ભાઈ આ સોનાનું ઇંડુ છે. પેલો તો બધા ઇંડા સાથે સોનાના ઇંડાને મુકીને વેચવા ચાલ્યો. તે જ ગામમાં એક ધૂર્ત વ્યકિત રહેતો નામ હતું કરોડીમલ. પણ ખાલી નામે જ પૈસાદાર બાકી પૈસા અને કરોડીમલ ને દૂર સુધી સંબંધ નહી. તેની નજર અચાનક પેલા સોનાના ઇંડા પર પડી. વર્ષો સુધી સોનીને ત્યાં કામ કર્યું હોવાથી તેને ખબર પડી ગઈ કે આ કોઇ સાદુ નહીં પણ સોનાનું ઇંડુ છે. તે હળવે રહીને પેલાને ખૂણામાં લઈ ગયો કારણકે હજી સુધી બીજી કોઇ વ્યક્તિની નજર તે સોનાના ઇંડા પર પડી નહોતી. તે સાવ ખોટા સ્મિત સાથે વાત કરવા લાગ્યો. ભાઈ આ બધા જ ઇંડા ખરીદવા છે. વળી, આ બધા ઇંડા ખરીદીશ પણ પેલું નહીં જો ને કેવું વિચિત્ર છે. ને તારે એ આપવું જ હોય તો તેના ઓછા પૈસા આપીશ. મૂરખો માની ગયો. હવે તો પેલાએ તક ઝડપતા વધુ જુઠા સ્મિત સાથે કહ્યું ભાઈ તારી મરઘી આવા સરસ ઇંડા આપતી હોય તો એમજ કરને હું જ તારા ધરે આવીને ખરીદી જઈશ. તારે નાહકની તકલીફ કરવી નહીં. મૂરખાએ હામી ભરી. તે માત્ર મૂરખો નહીં આળસું પણ હતો. ને તેના લીધે કરોડીમલનું કામ થઈ ગયું. હવે તે મરઘી ઇંડા આપે તે પહેલાજ મૂરખરામના ઘરે પહોંચી જતો ને મરધી ઇંડા આપે કે તરત જ કોઈનું ધ્યાન સોનેરી ઇંડા પર ન પડે તે રીતે છુપાવીને લઈ જતો. વળી, પેલાને પટાવતા સમજાવી પણ દીધેલું કે આવા સોનેરી ઇંડા વિશે કોઈને કંઇ ન જણાવતો નહિતર મારે ત્યાં કોઈ આમલેટ ખાવા નહીં આવે ને તારા ઇંડા કદી વેચાશે નહીં.

સમય વિતતો ગયો. આમ ને આમ રોજનો ક્રમ ચાલ્યો. મૂરખાને સોનાના ઇંડાની ખરાઈ કરાવવાનો વિચાર પણ કદી ન આવ્યો. ન તો તેના મનમાં પ્રશ્ન થયો કે આ મરઘી રોજ કેમ એક આવા રંગનુ ઇંડુ આપે છે. તેના માટે તો તે સાવ નકામી વસ્તુ હતી. તેને તો રોજનો ખરીદદાર મળી ગયો હતો જે ઘરે આવીને ઇંડા લઈ જતો વેંચવા જવાની પણ ઝંઝટ નહીં. આમ ને આમ કાળક્રમે મરઘી પણ ઘરડી થઈને મરી ગઈ. પેલો મૂરખો તો હતો ત્યાંજ રહ્યો ને પેલો વ્યકિત ખૂબ જ પૈસાદાર બની ગયો. અને આ વ્યકિત માત્ર આમલેટ વેંચીને કઈ રીતે પૈસાદાર થઈ શકે તેવું પણ મનમાં કદી થયું નહીં. મૂરખ હતો ને ! તેથી સમજદાર વ્યકિતની માફક કદી વિચાર્યું નહીં ને તકનો લાભ પણ ન ઉઠાવી શક્યો ભગવાનના વરદાનનો મર્મ પણ ન સમજી શક્યો ને એવી અવસ્થામાં મરી પણ ગયો.

કરોડીમલ માત્ર નામથી નહીં પણ સાચી રીતે કરોડીમલ બની ગયો. બુદ્ધિ કહો કે ચાલાકી પણ તેની બોંતેંર પેઢી આ સોનાના ઇંડાને સહારે તરી ગઈ. જીવનમાં અન્યને છેતરીએ તેવા ધૂર્ત ન બનવું જોઈએ પણ સમજદાર અને હોંશિયાર અવશ્ય બનવું જોઈએ નહીંતર સમજુદાસ જેવા ઘાટ થાય “સાચે જ મૂરખ વ્યકિત ને કદાચ પારસમણિનો પથ્થર મળે તો પણ તે તેનો સાચો ઉપયોગ કરી શકતી નથી”.  


Rate this content
Log in

More gujarati story from Jigar Jobanputra

Similar gujarati story from Classics