આચરણ વગરનું જ્ઞાન અધૂરું
આચરણ વગરનું જ્ઞાન અધૂરું
મહર્ષિ, કુલપતિ, વિશ્વશ્રુતિના આશ્રમમાં ઘણા વિદ્યાર્થિઓ અભ્યાસ કરવા આપતા. બ્રહ્મ-મુહૂર્ત એટલેકે વહેલી સવારમાં ગુરુ અને શિષ્યો ઊઠી જાય. સ્નાન વગેરે દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી, વેદના મંત્રોનું ગાન થાય, વૃક્ષો ઉપરનાં પક્ષીઓ એક તાલ-બદ્ધ, કર્ણપ્રિય સંગીત પોતાના કલરવથી ઉત્પન્ન કરે ! ગુરુ અને શિષ્યો યજ્ઞમાં હૂતદ્રવ્ય એટલેકે ઘી, જવ, તલ વગેરેની આહુતિ આપે, જેથી આશ્રમનું સમગ્ર વાતાવરણ શુદ્ધ, પવિત્ર અને નિર્મળ તેજોમય બને !
ગુરુ શિષ્યોને વેદમંત્રોનું જ્ઞાન, ધર્મ, સત્ય,અહિંસા, ન્યાય, સંયમ, સહનશિલતા, નમ્રતા અને પરોપકાર જેવા સદ્ગુણોના પાઠ પણ ભણાવે અને તે રીતે જીવન-શિક્ષણ પણ આપે ! એક વખતે ત્રણ શિષ્યોનો અભ્યાસ પૂરો થયેલ હોવાથી, ઘેર જવા માટે રજા માગવા ગુરુ પાસે ગયા. દંડવત્ પ્રણામ કરી, ત્રણેય શિષ્યો શું કરે છે, તે જોવા ઊભા રહ્યા. પહેલો શિષ્ય કાંટાને જોઈ, કાંટા ઉપરથી કૂદીને બહાર ગયો. બીજો શિષ્ય કાંટાથી દૂર ચાલીને ગયો. અનુભવી ગુરુ શિષ્યોનું વર્તન જોઈ રહ્યા હતા. હવે ત્રીજા શિષ્યે દરવાજા પાસે કાંટા જોયા. તરતજ ત્રીજો શિષ્ય બધા કાંટા એકઠા કરી, દૂર કોઈને ઈજા ના પહોંચે તે રીતે એક ટોપલામાં યોગ્ય સ્થળે નાખીને પછી તુલસીનાં પાન, લઈ ગુરુ પાસે આવ્યો! ગુરુ વિશ્વશ્રુતિએ પહેલાં બે શિષ્યોને ઘેર જવાની રજા ન આપી અને ત્રીજા શિષ્યને રજા આપતાં કહ્યું: “વત્સ ! તે એકલાએ જ મારું શિક્ષણ પચાવ્યું છે. પહેલા બે શિષ્યોએ મારો ઉપદેશ અને જ્ઞાન ગ્રહણ જરૂર કર્યો છે પરંતુ તે જ્ઞાનને ‘આચરણ’માં મુકયું નથી. આપણને અથવા બીજાને જે દુ:ખ થવાનું હોય. તેમાંથી મુક્ત કરવાનો ઉપાય શોધવો એ જ શિક્ષણની સાર્થકતા છે. આચરણ વગરનું જ્ઞાન અધૂરું અને નકામું છે. આમ કહી ત્રીજા શિષ્યને રજા આપી.