Jigar Jobanputra

Children Stories Drama Inspirational

5.0  

Jigar Jobanputra

Children Stories Drama Inspirational

શ્રદ્ધા

શ્રદ્ધા

1 min
360


એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું? ધર્મગુરુએ સલાહ આપી: “ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ.” આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાના-મોટા, સ્ત્રી-પુરુષ સહુ આવ્યાં. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઇએ તેની મશ્કરી કરી. ‘વરસાદનું ઠેકાણું નથી, અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે!” ધર્મગુરુએ પણ પૂછયું:” બેટા! છત્રી કેમ લાવી છે?” સાવ સરળતાથી પેલી બાળા બોલી: “તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે, અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને ? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું!” પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ. પણ આવી પ્રબળ શ્રધ્ધારૂપી છત્રી લાવનાર કેટલા?


Rate this content
Log in