લગ્નઃગાળો
લગ્નઃગાળો


ફરીથી લગ્નઃગાળો શરૂ થયો, ઘણી બધી તૈયારીઓ સાથે પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે માતા-પિતાઓ લગન કરાવવાની શરૂઆત કરી. પણ લગ્નઃની એક એવી પ્રથાની વાત કરવા માંગુ છું કે જે કોઈ શાસ્ત્ર કે ધાર્મિક ગ્રંથોમાં નથી લખી પણ તો પણ વર્ષો-વર્ષથી ચાલી આવે છે.
આ પ્રથા છે માન માંગવાની પ્રથા ઘરના વડીલો એટલે કે મોટા કાકા કાકી કે પછી ઘરના અન્ય કોઈ પણ વડીલોને આ લગ્નઃમાં ખુબજ માન મળે એવી જીદ્દ અને જો ના મળ્યું તો લગનમાં ન આવવાની ધમકી આ લગભગ હવે દરેક કુટુંબનો સળગતો પ્રશ્નઃ થઇ ગયો છે. એમાં પણ જો જેના લગ્નઃ થવાના છે એ છોકરો કે છોકરી ના માતા-પિતા જો ઘરમાં સહુથી નાના હોય તો તો એમને એટલું બધું દબાણ હોય આ બધાને સાચવવાનું કે એ બિચારા તો લગ્નઃનો કોઈ પણ રિવાજ કે વિધી દરમિયાન પણ દબાણ અનુભવતા હોઈ છે.
હંમેશા આ એક પ્રશ્ર્ન રહ્યો છે કે કહેવાતા મોટા કે બની બેઠેલા મોટા લોકો આગ્રહ રાખે છે કે બધાજ લોકો મને બધું પૂછી ને કરે અથવા તો હું કહું એમ જ કરે પણ આ માટેની લાયકાત કદાચ એ લોકો ભૂલી ગયા છે, વડીલો પ્રત્યે આદર રાખવો તેમનું માન રાખવું એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે એમાં કોઈ વિરોધ ના હોઈ પણ વડીલો એ પણ સમજવું પડશે કે સમાજમાં માત્ર વડીલો ના મતજ સ્વીકારવામાં આવશે તેમના મુજબ જ લગ્નો કે અન્ય પ્રસંગોનું આયોજન થશે તો કદાચ સમાજમાં પણ વૃદ્ધત્વ આવશે સમાજમાં નવા વિચારો કે નવા પ્રતિનિધિઓ ક્યાંથી પેદા થશે આ માટે
એમને તક તો આપવી જ પડશે ને ?
લગ્નઃ વ્યવસ્થા એ સમાજને ટકાવવા માટેનું અભૂતપૂર્વ અંગ છે અને આને ટકાવી રાખવા માટેની ફરજ સૌ પ્રથમ વડીલોની છે. ભારતની આ વ્યવસ્થા સાચવવા માટે સો પ્રથમ જો બે પેઠી એક બીજા વચ્ચે ઉભી થયેલી માન રૂપી દીવાલ કે જે હવે એક જીદ્દ બની ગઈ છે એ દૂર કરશે તો કદાચ છોકરા કે છોકરીના માતા-પિતા દબાણ મુક્ત થઇ ને પોતાના સંતાનોના લગ્ન માણી શકશે. વડીલ તરીકેની ફરજ એ છે કે તમારા ભત્રીજા ભત્રીજી કે ભાણેજ ભાણેજીના લગ્નઃમાં એમની પડખે ઉભા રહો એમની હિમ્મ્ત બનો એમને પગે લાગવા પર મજબુર ના કરો એમને એમ કહો કે હું તારો મિત્ર છું પગે લાગે કે ના લાગે મારા આશીર્વાદ તારા સાથે છે અને મિત્રોમાં ક્યારેય માન માંગવાનું હોયજ નહિ તારા બધા પ્રસંગોમાં હું આવીજ જઈશ અને વડીલ તરીકે સહુથી પેલી હરોળમાં બેસી ને તને આશીર્વાદ આપીશ.
આ એકવીસમી સદી છે આજની પેઢી બહુજ સરળ છે સાહેબ તેમનામાં કોઈ પણ જાતનો દંભ નથી એ લોકો જેને પસંદ કરે છે તેમના માટે બધું કરી છૂટે છે તેમના સાથે લોહીનો સબંધ હોઈ કે ના હોય પણ જેને પસંદ નથી કરતા તેમની સાથે લોહીનો સબંધ હોવા છતાં પણ કદાચ તેમને પગે લાગવા નું કે પરાણે માન આપવાનું નથી પોસાતું. હવે લોકોએ સ્વીકારવું પડશે કે હવેની પેઢી એ અલગ માન્યતાઓ અને અલગ મંતવ્યો ધરાવે છે તમે જો એમને સ્વીકારી ના શકો તો એમને તમારા મંતવ્યો માનવા માટે એમ તો ના જ કહી શકો કે હું તારાથી મોટો છું.