Jigar Jobanputra

Drama

4.8  

Jigar Jobanputra

Drama

બીટવીન લવ એન્ડ ફ્રેન્‍ડ્શીપ

બીટવીન લવ એન્ડ ફ્રેન્‍ડ્શીપ

4 mins
437


કુલદિપના લગ્ન, સૌ મિત્રો એ નક્કી કરેલું કે એ બહાને બધા પોતના પાર્ટનર સાથે મળીશું અને એ બહાને એ લોકોનીએ મિત્રતા થઈ જશે અને સાથે સહુ મિત્રો સારો સમય પસાર કરીશું. ઈજનેરીંગના આ વિદ્યાર્થીઓ બહુ સારા મિત્રો અને રૂમમેટસ હતા. કુલદિપ, સમીર, રાકેશ, આકાશ અને જય એક સાથે વિદ્યાનગરમાં ઈજનેરીંગ માટે ગયેલા બધા અલગ અલગ શહેરમાંથી આવેલા પરંતુ કૉલેજના પ્રથમ દિવસથી મુલાકાત થઇ અને પાકા દોસ્ત બની ગયા, અને બહુ જલદી રૂમમેટસ પણ.

કૉલેજ નો પ્રથમ સેમેસ્ટર જ ચાલું હતો કે આ પાકા દોસ્તોની ટીમમાં થોડીક છોકરીઓ પણ જોડાઇ જેમાં આસ્થા, માયા, નેહા, હેમા, પુર્વી, કાવ્યા, અને પ્રીતી. ધીમે ધીમે મિત્રતા વધવા લાગી, આ બધા એ સાથે મળી ને એકબીજા ને મદદ કરીને કૉલેજની પરીક્ષાઓથી લઈને મિત્રતાની પણ પરીક્ષાઓ ખુબ સારી રીતે પાસ કરી. આ બધા વચ્ચે જય અને પ્રીતીની અંગત મિત્રતા પણ ખુબ સારી થઇ ગઇ હતી. અને આ આખા ગ્રુપમાં પ્રીતી કોઇ પણ છોકરા સાથે વધુ વાત કરે કે વધારે નજીક જાય એ જય ને પસંદ ન હતું.

સમય વીતવા લાગ્યો પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું વર્ષ શરૂં થયું બધા ને ખબર હતી કે આ આખરી વર્ષ છે પછી બધા છુટા પડવાના. આ ચાર વર્ષ માં અનેક ઝગડાઓ કૉલેજ ના પરિણામના ઊતાર-ચડાવ માં સાથે રહેનારા મિત્રો હવે છુટા પડવાના હતા. સમીર, આકાશ અને રાકેશની સગાઇ થઈ ગયેલી અને દરેકની સગાઇ માં આ મિત્રો એ ખુબ જ ધમાલ કરેલી અને સગાભાઇઓથી પણ વિશેષ જવાબદારીથી તેમના પ્રસંગોમાં કામ પણ કરેલું, છોકરા અને છોકરીઓ હવે મોટા થઇ ગયેલા (જવાબદાર બની ગયેલા) જ્યારે પોતાના ગ્રુપ ની કોઇ છોકરીની સગાઈમાં જતાં ત્યારે ખુબ જ વ્યવસ્થિત રીતે રહેતાં પણ જો કોઇ છોકરાની સગાઈમાં જવાનું થાય ત્યારે તેઓ ની અંદર રહેલા તોફાનો બહાર આવતા અને જાતજાતના તોફાનોથી આખું માહોલ જ બદલાઈ જતું. આ બાજુ સમીર, આકાશ અને રાકેશ પછી આસ્થા, માયા, નેહા અને હેમા ની પણ સગાઇ ગોઠવાઇ ગઇ આ બાજુ વર્ષ પણ પુરું થયું. ફેરવેલ પાર્ટીનું આયોજન થયું. આખો દિવસ અને લગભગ અડધી રાત વોટ્સએપ ગ્રુપ માં સાથે રહેનારા લોકો છુટા પડવાનાં. જય અને પ્રીતી થોડાક દિવસોથી ગ્રુપની સાથે હોવા છતાં પણ એકબીજાની સાથે વધુ હતા, એ લોકો ગ્રુપ થી થોડા ડિસકનેક્ટ હોય અને એકબીજા સાથે વધું કનેક્ટ હોય તેવું અનેક વાર મિત્રો ને લાગતું પરંતુ ક્યારેય કોઇએ હિંમત ન બતાવી જય ને પુછવાની અને જ્યાં સુધી જય હાજર હોય ત્યાં સુધી પ્રીતી ને કોઇ પુછે એવી તો કોઇની હિંમત જ ક્યાં?? ફેરવેલ પાર્ટી ગેમ્સ, ડી.જે., ડીનર, સેલ્ફીસ રાત્રે લગભગ ૧૨.૦૦ વાગ્યા સાથે બહાર આવીને બધા એ નક્કી કર્યું કે હવે એક્બીજા ના મેરેજ માં ભેગા થઈશું અને ફરી ધમાલ કરીશું.

       કોઇ અમદાવાદ, કોઇ બરોડા, કોઇ રાજકોટ તો કોઇ સુરત બધાં અલગ અલગ જગ્યાએ ભણવા માટે કે જોબ કરવા માટે સેટ થયાં. ૧ વર્ષે બાદ એ લોકોના વોટસેપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો જયનો તેની સગાઇ નક્કી થઇ તેના ઘરે થયેલી વિધી ના તેણે અમુક ફોટા શેર કર્યા. દરેકે ગ્રુપમાં અભિનંદન પાઠવ્યાં. (પ્રીતી એ પણ). ગ્રુપ ના દરેક મિત્રોએ થોડો આંચકો અનુભવ્યો. જય એ આગળ લખ્યું કે તેમના રીતી-રિવાજ પ્રમાણે સાદાઈથી સગાઇ થઇ છે, લગ્ન ના મુહર્ત ની સાથે રિંગ સેરેમનીનું પણ આયોજન થશે ત્યારે સહુ મિત્રો એ આવી જવાનું છે.

ત્રણ-ચાર મહિના પછી ફરી એ વોટસેપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો પ્રીતીનો તેની સગાઇ નક્કી થઇ તેના ઘરે થયેલી વિધી ના તેણે અમુક ફોટા શેર કર્યા. દરેકે ગ્રુપમાં અભિનંદન પાઠવ્યાં. અને અભિનંદન ની સાથે કુલદીપે પોતાની લગ્નની કંકોત્રી પણ શેર કરી દીધી. દરેક ને ફોન કરી ને આમંત્રણ પણ પાઠવ્યું અને કંકોત્રી પોસ્ટલ એડ્રેશ પર કુરિયર પણ કરી. સૌ પહોંચી ગયા સુરત કુલદિપ ના લગ્નમાં, કોલેજ પછીની આ પ્રથમ મુલાકાત દરેક પોતાના પાર્ટનર સાથે પહોંચી ગયા ખુબ જ સરસ આયોજન હતું , લગ્ન ગરૂવારે હતા, સૌ સોમવારે મોડી રાત્રે જ પહોંચી ગયા અને તેમને અપાયેલા હૉટૅલ રૂમ માં ગોઠવાઇ ગયા. મંગળવારે સવારે નાસ્તાની ટેબલે બધા ભેગા થયાં, જય, સમીર, આકાશ, રાકેશ પોતાના પાર્ટનર ને એકબીજા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી રહ્યા હતા અને પ્રીતી અને તેનો પાર્ટનર આવી પહોંચ્યા. જયએ પ્રીતી ને જોઇ પણ કશું બોલી ન શક્યો, પ્રીતીએ તેના લાઈફપાર્ટનર ને બધા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો, જય થોડો અપસેટ થયો હોય એવું લાગ્યું પરંતુ આખરે ખુબ જ મુશ્કેલીથી સ્વસ્થ થઇ તેણે વાતચીત શરૂ રાખી, પ્રીતી આજે પણ એટલી જ શર્માળ અને નાજુક દેખાતી હતી. અને જય તેને જોઇ ને કૉલેજ ના સંસ્મરણો માં સરી પડ્યો, પરંતુ હકીકત થોડી અલગ થઇ ગઇ હતી. જય ને સ્વસ્થ રહેવામાં ખુબ જ મુશકેલી થઇ રહી હતી. ચાર વર્ષની મિત્રતા અને એ પણ એવી મિત્રતા કે ગ્રુપ ના કોઇ પણ છોકરા સાથે કદાચ ન કરેલી વાતો પણ તેણે પ્રીતી સાથે શેર કરેલી. કોઇ ની હિંમત ન હતી કે કૉલેજ માં તેની પડખે બેસવાની કે ઊભા રહેવાની અને આજે એ પ્રીતી બીજા કોઇ ના પડખે બેઠી હતી. અને જયની પડ્ખે પણ કોઇ બીજું બેઠું હતું. આ કેવી લાગણી કે જે વ્યકત ન થઇ કદાચ હવે ક્યારેય નહી થઇ શકે કારણકે જય અને પ્રીતી હવે કોઇ બીજા પાત્ર સાથે જોડાઇ ચુક્યા છે, બન્ને ને કદાચ એક્બીજા ને ઘણું કહેવું હશે અથવા પુછવું હશે, કદાચ એક વાર હજી તેઓને કૉલૅજ માં માણેલી મિત્રતા માણવી હશે, એ નિકટતા અનુભવવી હશે, પરંતુ હવે શું એ શક્ય બનશે?   


Rate this content
Log in

Similar gujarati story from Drama