શ્યામા
શ્યામા
શહેરના એક જાણીતા હોલમાં ગીત સંગીતની સ્પર્ધા યોજાઈ હતી.
હોલ ચિક્કાર ભરેલો હતો.
એક પછી એક ગાયક પોતાના ગીતોને રજૂ કરતા અને શ્રોતાઓને ખુશ કરવાનો બેસ્ટ પ્રયત્ન કરતા.
સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી કે હવે પછીનું ગીત લઈને આવી રહી છે મધુર કોકિલ કંઠી ગાયિકા 'મિસ શ્યામા'અને આખા હોલમાં તાળીઓનો ગડગડાટ થયો.
જ્યારે એને સ્ટેજ પર આવી મોસમને અનુરૂપ ગીત ગાયું "રીમ ઝીમ ગીરે સાવન " સમારંભમાં રહેલા તમામ શ્રોતા અચંબિત થઈ ગયા શ્યામાની મન મોહક અદા અને સુરીલા અવાજમાં એટલા તો ડૂબી ગયા કે ગીત પૂરું થઈ ગયું એની પણ ખબર ના રહી પૂરા શ્રોતા ગણે વન્સ મોરનો નારો લગાવ્યો.
ખરેખર શ્યામાના અવાજમાં ખૂબ જાદુ હતો એ જ્યારે ગાતી તો હવા પણ થંભી જતી એના સુરીલા સુર ને માણવા પંખીઓ પણ સ્થિર થઈ જતાં આસપાસનું માહોલ સંગીતમય બની જતું.
સ્પર્ધા પૂરી થાય છે અને શ્યામાને વિજયી ઘોષિત કરવામાં આવે છે શ્યામા નો ઓટોગ્રાફ લેવાની લોકો પડાપડી કરતા હોય છે.
પણ શ્યામાનું ધ્યાન તો ખૂણામાં ઊભેલ શ્યામ તરફ જાય છે.
બધા નીકળી જાઈ પછી શ્યામ શ્યામા ને મળે છે.
અને પોતે શ્યામા સાથે લગ્ન કરવા માગે છે. એ દિલની વાત શ્યામા સમક્ષ રાખે છે.
શ્યામા થોડું વિચારે છે પછી શ્યામ ને કહે છે.
"મારા પર ઘણી જવાબદારી નો બોજ છે. એ તું ઊઠાવી શકીશ ?" અને પોતાની કહાની શ્યામ આગળ રજૂ કરે છે.
મારા પિતાનું અવસાન થયું ત્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતી, મારા થી બે નાના ભાઈ બહેન અને માં ની જવાબદારી મારા શિરે આવી પડી.
હું લગ્ન કરીશ પણ ભાઈ સીએ બને અને બહેન ડોકટર બને પછી અને લગ્ન પછી મારી માતાને હું મારી સાથે રાખીશ.
બોલ તને મારી આ શરત મંજૂર છે ?"
ત્યારે શ્યામ પણ એ વાત ને મંજૂરીની મહોર મારે છે.
પણ દિવસો ક્યાં બધા એક સરખા હોય છે !
આપણે વિચારીએ કૈંક અને સમય પણ એનો પ્રભાવ દેખાડ્યા વગર ક્યાં રહે છે !
શ્યામા સ્કુટી લઈ ને જતી હતી ને અચાનક સામેથી આવતી કારની ટક્કર લાગતા તેને ઘણી બધી ઈજાઓ થાય છે.
અને આ એક્સિડન્ટ માં તેનો એક પગ કપાઈ જાઈ છે.
શ્યામા એકદમ હતાશ થઈ જાય છે કેમ કે બંને ભાઈ બહેનની ફિસ ભરવાનો સમય હતો.
તે પોતે પણ કામ કરવા જઈ શકે એમ નહોતી.
શ્યામ કહે છે "શ્યામા ચિંતા ના કર આપણે બંને મળી નવી શરૂઆત કરીશું"
પણ ઈશ્વર બધા દરવાજા બંધ નથી કરતો ! શ્યામ પણ એની જિંદગીમાં ફરિશ્તા બની ને આવ્યો. શ્યામે બંનેની ફીસ ભરી. અને શ્યામાની હોસ્પિટલનો પણ તમામ ખરચો ઉપાડી લીધો. અને થોડા સમય માં શ્યામાની તબિયત પણ બરાબર થઈ જાય છે. પણ એ પહેલાં જેવી ચંચળ નહોતી ધીર ગંભીર બની ગઈ હતી. તેને એ વાત નો ડર સતાવતો હતો કે શ્યામ એને છોડી નહીં દે ને. તેનો ચહેરો આ ચાડી ખાતો હતો કે તેના હૃદયમાં ક્યાંક દર્દ છે ! શ્યામ પૂછે છે ત્યારે શ્યામા કહે છે કે "તું મને છોડી તો નહીં દે ને."
ત્યારે શ્યામ કહે છે "સાગર ખારો છે તો શું નદી એને મળવાનું બંધ કરે છે ?
શું કાંટા ને જોઈને ગુલાબ ખીલવાનું બંધ કરી દે છે ?
ચાંદ માં દાગ છે શું ચકોર એને ચાહવાનું બંધ કરી દે છે ?
નહીં ને? પ્રેમ તો હદયથી હોય, તારો એક પગ મને જિંદગીમાં ક્યાંય અડચણ રૂપ નહીં થાય."
શ્યામ નો આવો ઉતર સાંભળી ઈશ્વરના શુક્રાના અદા કરે છે.
વર્ષો પછી આજે શ્યામાની તપસ્યા ફળી હતી એની મહેનત રંગ લાવી હતી ભાઈ સીએ બની ઞયો અને બહેન ડોક્ટર.
અને શ્યામ અને શ્યામા એ પ્રભુતામાં પગલાં પાડ્યા ! શ્યામે સાચા જીવનસાથી બની પુરવાર કરી આપ્યું, ત્યારે શ્યામા એ સાબિત કરી બતાવ્યું કે દીકરી ટેન્શન નહીં પણ ટેન સન બરાબર છે.
