શતરંજ
શતરંજ
આલીશાન મહેલ અને અકબર બાદશાહની સૌથી વધારે ખૂબસુરત પત્ની, પ્રેમિકા જોધાબાઈ!! બંને શતરંજ ના ઓરડામાં બેઠા હતા. સુંદર મજાનો ગાલીચો બિછાવેલો હતો. ઉપર ક્રિસ્ટલ ના મોંઘા ઝૂમર લટકી રહ્યાં હતો. આસપાસ સુગંધીદાર મીણબત્તીઓ સળગી રહી હતી. સુગંધથી આખો ઓરડો મહેકી રહ્યો હતો. શતરંજના મેજ પાસે નાનકડો હોજ પણ હતો જેમાં સુંદર માછલીઓ તરી રહી હતી. પિંજરમાં રંગબેરંગી પંખી ગુટરગૂં કરી રહ્યાં હતાં. ફૂલોથી આખો કમરો સજાવેલો હતો.
જોધાબાઈ ખુબ સુંદર લાલ રંગના જોડામાં શોભી રહ્યાં હતાં. એમનાં ચહેરા ઉપર ઝૂમરના કિરણો પડી રહ્યા હતા જેનાથી એમનો ચહેરો વધારે નૂરાની લાગી રહ્યો હતો. બાદશાહ પણ ગુસ્તાખી ભરેલી નજરથી રાણીના રૂપના રસના ઘૂટડા પી રહ્યાં હતા.
ટીખળ કરતા બાદશાહે કહ્યું," જોધા, સ્ત્રીની અક્કલ કેટલી? એમને શું શતરંજ રમતા આવડે?"
જોધા સમજી ગઈ બાદશાહ આજ ટીખળ ના મૂડ માં છે.
જોધા
an> હસીને બોલી," તો લાગી શરત, આજની બાજી હું જ જીતીશ." બાદશાહે બોલ્યા," સ્ત્રી સહજ અભિમાન." રાણી બોલી," હોય જ ને !! હું સ્ત્રી છું. તો લાગી શરત! શું મળશે મને શરતમાં?" "એક સુંદર મજાની ભેટ!!" બાદશાહ બોલ્યા. બાજી શરુ થઇ. બાદશાહ હસતા રહ્યાં. રાણી ખૂબ વિચારી વિચારીને પગલાં ભરી રહી હતી અને બાદશાહ લાપરવાહ અને બેફિકર હતાં. અંતમાં રાણીએ કિંગ માટે ચેક આપ્યો. અને બાદશાહ ફસાઈ ગયા. રાણીએ વિજયી સ્મિત આપ્યું. અને બાદશાહે એ હોઠો પર પ્રેમની મહોર મારી દીધી. અને ધીરેથી ગણગણ્યાં, "કેવી લાગી ભેટ?" રાણી સ્ત્રી સહજ શરમાઈ ગઈ. રાણી ખુશ હતી કે સ્ત્રી હોવાનું અભિમાન રહી ગયું. અને બાદશાહ ખુશ હતા કે રાણી જોધા ખુશ થઇ ગઈ હતી. બંને પ્રેમગોષ્ટી કરવા લાગ્યા. સ્ત્રીનું સન્માન સ્ત્રીને પ્રેમ કરવાની શક્તિ અને અને આત્મબળ આપે છે. બાદશાહ પણ એ વાત જાણતા હતા. પોતાના પ્રિય પાત્રનું સન્માન કોણ ના જાળવે?