Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

શરણાઈના સૂર

શરણાઈના સૂર

3 mins
7.6K


ઝરણા નાની હતી ત્યારથી તેને શરણાઈના સૂર ખૂબ ગમતાં. તેની મમ્મી એ

બિસમિલ્લાખાનની શરણાઈની બધી સી.ડી. ઘરમાં વસાવી હતી. શરણાઈના સુર સાંભળીને તે તલ્લીન થઈ જતી. જાણે જૂદી દુનિયામાં ન સરી જતી હોય. ધ્યાન મગ્ન થવામાં શરણાઈના સૂર તેની વહારે ધાતાં.

જેમ મોટી થતી ગઈ તેમ સૂર તાલ પણ સમજતી અને તેનો આનંદ ઔર વધતો.

શાળાનું અને પછી કૉલેજનું ઘરકામ કરતાં સુંદર શરણાઈ ઘરમાં ગુંજતી રહેતી. ઝરણાને કારણે ધીમે ધીમે ઘરના બધાં સભ્યોને પણ શરણાઇના સૂર ગમતા થયા હતાં.

ઝરણાના લગ્ન જ્યારે સાગર સાથે નક્કી થયા ત્યારે ઝરણાએ આગ્રહ રાખ્યો બધું ડેકોરેશન ‘શરણાઈના

થિમ’ ઉપર કરવાનું. લગ્નનો મંડપ ચારે તરફ શરણાઈ મૂકીને બનાવ્યો .

બધી ફુલદાની શરણાઈના આકારની. આમંત્રિત મહેમાનો આખો દેખાવ જોઈ ખુશ થયા. આખો દિવસ

ભાતભાતની શરણાઈના સૂર દ્વારા ગુંજી રહ્યો.

આજે એ ઝરણા સાગરની સાથે લગ્ન ગાંઠથી જોડાઈ ગઈ. સાગરભાઈ તો એવા સંગિતનો શોખિન ન હતાં. તેનો ધ્યેય તો શેર બજારના’કિગ’ બનવાનો હતો. ઝરણાના અગમને તેનો સિતારો ચમકી ઉઠ્યો હતો. શેર બજારમાં કૂદકે અને ભૂસકે તેની પ્રગતિ નોંધપાત્ર બની. ઘરના બધાં ઝરણાને સારા પગલાની માનવા લાગ્યા.

જીવન સુંદર રીતે વહી જતું હતું. તેમાં ઝરણાને સારા દિવસો રહ્યા. એક દીકરાની મા બની. જીવન ભર્યું ભર્યું હતું. ઝરણાને સાગરના પિતા તેમજ માતા ખૂબ ચાહતાં.

આમ જોવા જઈએ તો લક્ષમી તેની સાથે બીજા દુર્ગુણો વિના સંકોચે લાવે. ઝ્રરણાં ખૂબ સંસ્કારી હતી. તેને કારણે ઘરમાં તેમજ તેના સંસારમાં શાતિનું સામ્રાજ્ય છવાયેલું હતું.

સાગર સમય મળ્યે ત્યારે ઝરણા અને નીર સાથે ફરવા નિકળી પડતો. પોતાની જાતને આવી સુંદર, સ્માર્ટ અને શુશીલ પત્ની મળી હતી તેથી ભાગ્યશાળી માનતો.

નીર તો સાગર અને ઝરણાની આંખનો તારો હતો.

નીર ૧૦મું પાસ કરી જ્યારે કે.સી.

કૉલેજમાં ગયો ત્યારે બધા ખુશ થયાં. સાગર અને ઝરણા પણ કે.સી. કોલેજમાં ભણ્યા હતાં.

ઝરણા વહેમમાં કે દોરા ધાગામાં મનતી નહી.

છેલ્લ કેટલા વખતથી જોઈ રહી હતી સાગરનું વર્તન થોડું અતડું થયું હતું.

ઝરણા કાંઈ પણ બોલે એટલે છંછેડાઈ જાય. ઘરે રાતના મોડો આવે. નીરની કોઈ પણ

પ્રવૃત્તિમાં દિલચશ્પી ન બતાવે. ઝરણા રાતના સમયે વાત ઉખેળે એટલે તેનું પરિણામ ઝઘડો . ઘરમાં બધા સૂતાં હોય ને સાગર બૂમાબૂમ ચાલુ કરે.’ તને શું ખબર પડે ? મને કામનું ખૂબ ટેન્શન છે. તુ ઘરમાં બાદશાહી કરે’ વિ. વિ. જો કદાચ એકાદ પેગ પીધો હોય તો એલફેલ ભાષા પણ સાંભળવી પડે.

જરૂર દાળમાં કંઈ કાળુ ઝરણાને લાગ્યું. પોતાનું વર્તન બારિકાઈથી તપાસવા લાગી. મમ્મીને પૂછ્યું તો તેમણે સરખો જવાબ ન આપ્યો. હવે શું?

ઝરણા પોતે હોશિયાર હતી. ઘરના નોકરો તેની ઈજ્જત કરતાં. તેનો સહુથી જૂનો નોકર ‘રઘુ’,

નીર જનમ્યો ત્યારથી હતો. નીરનું લાલન પાલન એણે કર્યું હતું.

‘રઘુ કાકા, તમે જરા રસોડામાં આવો’. આજે ઘરમાં કોઈ હતું નહી. મોકો જોઈને ઝરણાએ રઘુકાકાને વાત કરી.

‘તમે અવાર નવાર ઓફિસમાં જાવ છો. કાંઈ શંકાશીલ દેખાય તો જણાવજો.’ રઘુકાકાની અનુભવી આંખો ઘરના તાલ જોતી હતી. ઝરણા શેઠાણીને તેના પ્રત્યે કુણી લાગણી હતી. ક્યારેય તેમને જરૂર પડ્યે મદદ કાજે ઝરણાએ ના પાડી ન હતી. દસ દિવસમાં રઘુકાકા ચોંકાવનારા સમાચાર લાવ્ચા.

‘મેમસાબ, નાનાશેઠ તેમની પર્સનલ સેક્રેટરી સાથે.

ઝરણા સમજી ગઈ. સાગરના વર્તનનું કારણ તેની સમક્ષ સ્પષ્ટ થયું. સાગરના બેહુદા વર્તને માઝા મૂકી.

નીર, ઢીલો થઈ ગયો. હવે એ નાનો ન હતો. જુવાનીના દરવાજા ખટખટાવી ચૂક્યો હતો. પપ્પાના

આવા વર્તનથી તેને ખૂબ દુઃખ થયું. મમ્મીને સાંત્વના આપતો. તેના પર વહાલ વરસાવતો. કરોડો

રૂપિયાનો તે એકનો એક વારસદાર હતો.

ઝરણાએ મનોમન નિર્ણય કર્યો. હજુ તો ૪૫ વર્ષની માંડ હતી. છૂટા થવાનું નક્કી કરી લીધું. આમ બાકી જીંદગી ન જીવાય!

સાગરે એક પણ શબ્દ બોલ્યા વગર તેને આખી જીંદગી વાપરતાં ન ખૂટે એટલા પૈસા આપ્યા. ઝરણા એકી ટશે તે ઢગલાને જોઈ રહી. ખેર, બીજો કોઈ ઈલાજ ન હતો.

એકલી શરણાઈના સૂર સાંભળી સાંત્વના મેળવતી. આજે એ જ સૂર મંડપમાં રેલાઈ રહ્યા હતાં. સાગરને પણ તેની આદત પડી ગઈ હતી. ખબર નહી એ સૂર સાથે તેને બીજું કાંઇ યાદ આવતું નહી હોય? ઝરણા બે હાથે કાન બંધ કરીને બેઠી હતી ભૂલે ચૂકે સૂર તેના કાનમાં ન પ્રવેશે!

શરણાઈના સૂર તો એના એ હતાં. ઝરણા ખળખળ વહેવાને બદલે પ્રેમના નીર વિહીન હતી.

આ બાજુ પ્રિય નીર શરણાઈના માદક સૂર.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy