Tanvi Tandel

Drama Fantasy Inspirational

3  

Tanvi Tandel

Drama Fantasy Inspirational

શ્રદ્ધા ભાગ ૫

શ્રદ્ધા ભાગ ૫

6 mins
14.9K


શ્રદ્ધા પ્રકરણ -૫

( રીપલ અને રાઘવ બન્ને ઘરેથી ભાગી મુંબઈ આવ્યા ત્યાં જ પહેલી રાતે જ રીપલ નું ગાયબ થઈ જવું... રાઘવ ની ઇન્સ્પેક્ટર શર્મા સાથે જીપ માં મુસાફરી... હવે વાંચીએ આગળ,)

આ બાજુ રીપલ ને પણ ક્યાં અણસાર હતો કે પોતે કેટલી મોટી મુસીબત માં ફસાઈ છે. રાતોરાત પતિની બાહોમાં સૂતેલી તે અજાણ્યા સ્થળે હતી. આજુબાજુ અજાણ્યા લોકો... થોડા ચક્કર આવતાં હોઈ એવું લાગ્યું. આંખો ખુલતા જ સામે કોઈ અજાણ સ્ત્રી ઉભી હતી. એ શબનમ હતી. એને જોઈ ફટાફટ ઉભી થઈ. 'હું ક્યાં છું? ને તમે કોણ? રાઘવ.....રાઘવ ક્યાં...' તે બૂમો પાડવા લાગી.

'અરે, ચિલ્લાતી કાયકો...તેરા પતિ યા મજનૂ જો ભી થા ઉસકો અબ ભૂલ જા. તું હમારે કબજે મે હે. ઓર યહા સે બચકે કહી નઈ જા સકતી. ફટાફટ તૈયાર હો જા. તેરા અસલી માલિક અભી આતા હી જ હોગા'

'પણ....હું અહીંયા કેવી રીતે?'

'ચૂપ હો જા વરના....બાદ મે બતાઉંગી. અભી ધંધે કા ટાઇમ હો ગયા. વો હોટેલ હમારા હે. ઓર વો બેહોશી કી દવાવાલા ખાના ભી. બસ.. અબ જા. સવાલ જવાબ બાદમે..' એટલામાં જ ગાડી નો હોર્ન સંભળાયો.

એક વયસ્ક માણસ આશરે પચાસેક ઉપરનો, રૂઆબભેર શૂટ બૂટમાં સજજ તેની નજીક આવી તેને તુચ્છ નજરે જોવા લાગ્યો.

રીપલ હજુ રડી રહી હતી. પોતાની જીદ એને રાઘવ થી દૂર એક અલગ જ દુનિયામાં લઈ આવી હતી. હવે શું... તે વધુ રડી રહી.

'આહ....હા...શબનમ કયા ખૂબસૂરત ચીજ લાઈ હો.

અરે, બેબી રોનેકા નઈ. હમ તો ખૂબસૂરત ચીજ કે દીવાને હે.ચલ આજા રૂમ મે થોડે અચ્છેસે બાત કરતે હે.'

'છોડી દો મને..' રીપલ બૂમ પાડતી રહી પણ એનું સાંભળનાર અહી કોઈ હતું જ નઈ.

શબનમ ઘસેડતી એને બીજા એક રૂમ માં જબરજસ્તી થી અબુમિયા સાથે લઈ ગઈ

'યે લો મિયાં...અબ આપ કા કામ. મુજે બસ દો પેટી જ્યાદા હા,' એ હસી બહાર જતી રહી.

અબૂમિયા રીપલ ની નજીક આવ્યા. રીપલ રડતી હતી. 'મને છોડી દો..' હજુ તો ...એ શબ્દો બોલે એ પહેલા જ મિયાની ખરબચડી આંગળીઓ રીપલ ના વાળમાં ફરી રહી. રીપલ પ્રતિકાર કરતી રહી પણ મિયાં આ સુંદર તક છોડે એવા નહોતા.

'બસ, આજ તો તુજે પાકે હિ મેરે બદન કો ચેન મિલેગા. ક્યાં સંગેમરમર સા તેરા બદન હે. ગુલાબ કી નાજુક કલી..આજા મેરે પાસ.' તરત જ એક ઝાટકે રીપલના અંગ ઉપર રહેલું એકમાત્ર વસ્ત્ર એણે ફાડી નાખ્યુ.

મને છોડી દો.. પ્લીઝ...પ્લીઝ.

ક્યારેય ન કલ્પેલી, ભયાનક પરિસ્થિતિ આજ રીપલ સામે હતી.

એટલામાં જ શબનમ દોડતી આવી રૂમ ખખડાવવા લાગી. 'અબૂમિ..યાં... મિયાં... જલદી ખોલો.'

'યે સાલી પૈસે લેકર ભી ચેન સે જીને નહી દેતી.' રીપલ ને એવી જ હાલત માં મૂકી રૂમ ઉઘાડ્યો.

'મિયાં બહાર વો સાલા શર્મા ઇન્સ્પેકટર આયા હે. બોલ રહા હે યે ચીજ રહેને દો. વરના વો હમારી અબ તક કી .....'

'પર મે ઇસ્કા દામ તુજે દે ચૂકા હું... શબનમ'

રીપલ હતભ્રત બની પોતાના અંગોને ચાદરથી ઢાંકી એમની વાતો સાંભળી રહી. ખુલ્લો દરવાજો જોઈ સીધી બહાર દોડી. રાઘવ બહાર જ હતો. એને જોતાં જ રાઘવ.... રાઘવ..... રડતી રડતી ભેટી પડી.

'રીપલ... તને કશું થયું નથી ને?'

'રાઘવ... પેલો માણસ ....તું બે મિનિટ મોડો પડયો હોત તો...આજે હું એ નરાધમ ના હાથે પીંખાઇ ગઈ હોત.' હાંફતા શ્વાસે રડતા રડતા બોલી.

ઇન્સ્પેક્ટર ને સામે ઊભેલા જોઈ અબુમિયાં ને શબનમ પણ ચૂપ રહ્યા. શબનમ એ તૈયાર થવા આપેલ કપડાં ત્યાં જ હતા. પરિસ્થિતિનો ખ્યાલ આવતાં ફટાફટ જે હતા એ કપડાં લઈ રાઘવ રીપલ રૂમ માં ગયા. ને ત્યાંથી ઇન્સ્પેક્ટર નો આભાર માની સીધા એમની સલાહ મુજબ ઘરે જવા સ્ટેશને ગયા.

રાઘવ...

'રીપલ બેસ, પેલા પાણી પી. તું ઠીક છે ને...? જો આપણે હવે ખતરામાંથી બહાર આવી ચૂક્યા છીએ. ચિંતા ના કર. હું છું તારી સાથે.' બંને એકબીજાને ભેટી પડ્યા.

'આજે સાચે બચ્યા નહિતર જિંદગી જીવવા પહેલા જ પૂરી થઈ ગઈ હોત. ચલ..રાઘવ.... ઘરે જતા રહીએ. માફી માંગીશું તો પપ્પા મમ્મી માફ કરી દેશે. આવી ખરાબ દુનિયામાં નથી રહેવું.'

'હા .'. બન્ને ઉપડ્યા ફરી અમદાવાદ. બે જ દિવસમાં એમને દુનિયાની વાસ્તવિકતાનું ભાન થયું.

'રાઘવ સાચે ભગવાન ની કૃપા એ આજે હું ને તું સુરક્ષિત છીએ. એક ક્ષણ માટે તો આ ગોઝારો બનાવ યાદ કરીને મગજ બહેર મારી જાય છે. જો તને... ઇન્સ્પેક્ટર ના મળતા તો ખરેખર .., પ્રભુ એ દૂત તરીકે મોકલી આપણને એક ભયાનક બનાવ બનતા પેલા બહાર કાઢયા.'

'રીપલ, તું આટલું બધું થવા છતાં એનો આભાર માને છે? એને તારી અને થોડી મારી જો ચિંતા હોઈ તો આવું પણ કેમ બન્યું? તું ખરાબ સ્વપ્ન માની આ બધું ભૂલી જા. ને તારા ભગવાન ને એની વાતો ને છોડ.'

'ના, હો રાઘવ અમદાવાદ જઈ પેલા મંદિરમાં જશું. એમના આશીર્વાદ વિના કોઈ કામ સારું ના થાય. પ્રથમ એમની શાક્ષી એ એક બનીએ પછી બીજું..'

'ના, તું તારે જજે એ વંચક ને મળવા. હું નથી આવવાનો.'

નિરાશ હ્રદયે રીપલ મનોમન પ્રભુ ને પ્રાર્થના કરી ટ્રેન ની બારી બહાર જોવા લાગી.

આ બાજુ રિપલ ના પિતા બધે શોધી વળ્યા પણ દીકરી નું કોઈ પગેરું ના મળ્યું. એક વાર કહ્યું હોત તો .... માની જતા. પણ આવું પગલું ભર્યું... સમાજ માં શું જવાબ આપીશું એ ચિંતા એમને કોરી ખાતી હતી. એટલે હજુ પોલીસ ને પણ નહોતું જણાવ્યું.

અમદાવાદ ઉતરી સીધા રીપલે મંદિર બાજુ ચાલવા માંડ્યું. 'ચાલ... રાઘવ અંદર આવ. હાથ જોડ.'

'તું જા હું બહાર ઉભો છું. રીપલ ના કહેવા છતાં તે મંદિર માં જવા ના જ માન્યો. દુશ્મન છે મારો .... શું કરવા નમું એને?' રાઘવ મનોમન બોલતો રહ્યો.

બન્ને એ ફોન કરી રાઘવના પિતા ને રીપલ ના ઘરે બોલાવ્યા. બન્ને ધડકતા હૈયે ઘર માં પ્રવેશ કર્યો. શેઠ એમને જોઈ ખૂબ ગુસ્સે થયા. પણ રીપલ બે દિવસ દૂર રહી એમાં તો એમને હજારો ભયંકર સપનાઓ, દીકરી ને ખોવાની કલ્પનાઓ એ ધ્રુજાવી મૂકેલા. રડતી દીકરીની ખુશીમાં તેઓ પણ સામેલ થયા. રાઘવ ને તો સારી રીતે ઓળખતા હતા. બન્ને ને માફ કરી ધૂમધામ થી લગ્ન કરાવી આપ્યા. વડીલોના આશીર્વાદ થી એમનું લગ્નજીવન શરૂ થયું.

રાઘવે પોતાની ડિગ્રીથી ફરી સુંદર નોકરી મેળવી. હાસ્ય, પ્રેમ, લાગણીઓથી તરબતર સંસાર ચાલી રહ્યો. આમ ને આમ પાંચ વર્ષ વિતી ગયા. હવે ફરી એકવાર સમય તેમની પરિક્ષા લઈ રહ્યો હતો. બન્ને પાસે સઘળું હતું પણ શેર માટીની ખોટ સાલી રહી. અસંખ્ય દવા, રિપોર્ટ સઘળું કર્યું પણ બન્ને ને નિરાશા જ હાથ લાગતી. રીપલ છુપાઈને રાઘવની જાણ બહાર દોરા ધાગા... જેવા અસંખ્ય ટુચકા પણ કરતી. સંતાનપ્રાપ્તિ માટે જરૂરી તમામ વ્રત, બાધા સઘળું કરતી.

લગ્નના સાત વર્ષે રીપલ ની બાધા ફળી. તે ગર્ભવતી બની. જોતજોતામાં નવ મહિના પસાર પણ થઈ ગયા. બન્નેની વર્ષોની તમન્ના પૂર્ણ થનાર હતી. બન્ને ખૂબ ખુશ હતા. એ ઘડી પણ આવી પહોંચી રીપલ ને દુખાવો ઉપડ્યો. ડિલિવરી સમયે હોસ્પિટલ ના બિછાને જતા જ ડોક્ટર દ્વારા જણાવી દેવાયું કે રક્ત ખૂબ વહી ગયું હતું. બાળક કે માં બન્ને માંથી કોઈ એક જ બચી શકે એમ છે. રાઘવ આ સાંભળીને જ ચોંકી ગયો.. આટલા વર્ષોથી સંગ્રેલું ખ્વાબ હકીકત બનવાનું હતું ને ત્યાં જ ....

આજે તેને રીપલ ને કે બાળક બન્નેમાંથી કોઈ એક ને પસંદ કરવાના હતા. બન્ને તેના શ્વાસ સમાન હતા. રીપલની દરેક વાતો રહી રહીને તેને ખૂબ યાદ આવી રહી. અચાનક એને કશુંક સૂઝ્યું... એ દોડયો સીધો... એના દુશ્મન પાસે ..

આજે જીવનમાં પ્રથમ વાર રડીને એ એના દુશ્મન ને મિત્ર માની વિનવણી કરવા લાગ્યો. પ્રભુ આગળ શીશ ઝુકાવતાં જ એને અજબ પ્રકારની હાશ થઈ એવું એ અનુભવી રહ્યો.

તું કહે તો આમ ચપટીમાં કરું અર્પણ તને

આપ તારી હાજરીના એક બે પરચા મને.. (ચંદ્રેશ મકવાણા).

થોડી વારમાં જ રીપલ ની માતા દોડતી આવી રાઘવ.... રાઘવ...

રાઘવ દોડયો......

બેડ પર રીપલ હસી રહી હતી અને એની બાજુમાં એક નહી પણ બે ફૂલ ખીલ્યા હતા.

ડોક્ટરે રાઘવને કહ્યું ... અભિનંદન... તમને એક બાબો ને એક બેબી,... ટવિન્સ થયા છે. માં અને બાળકો બન્ને સુરક્ષિત છે. પ્રભુ ના ચમત્કારથી જ આ શક્ય બન્યું છે. તમારી દુવા કામ લાગી ગઈ. બાકી રક્ત આટલું વહી ગયા બાદ બન્ને બાળકો અને માં ને બચાવવું ઘણું અઘરું હતું.

રાઘવ બન્ને બાળકો અને રીપલ ને જોઈ આજે ખરા અર્થમાં ઉપરવાળાનો મનોમન આભાર માનતો રહ્યો..

શ્રદ્ધાની આજે જીત થઇ હતી.

- પૂર્ણ. (શીર્ષક પંક્તિ - શ્રદ્ધા ભાવસાર)

આપને વાર્તા કેવી લાગી? આપના પ્રતિભાવો ચોક્કસ મોકલશો.

Email id: tanvimtandel@gmail.com


Rate this content
Log in

Similar gujarati story from Drama