STORYMIRROR

Tanvi Tandel

Drama Fantasy Inspirational

3  

Tanvi Tandel

Drama Fantasy Inspirational

શ્રદ્ધા ભાગ ૩

શ્રદ્ધા ભાગ ૩

3 mins
27.9K


શ્રદ્ધા - પ્રકરણ ૩

(ગયા પ્રકરણ માં આપણે જોયું કે રાઘવ નોકરી મેળવ્યા બાદ ઘર લે છે, શેઠ ના ઘરેથી પોતાના ઘરમાં આવ્યા ત્યાં તેની માનું અચાનક મૃત્યુ થાય છે. હવે શહેરમાં માં વિના રાઘવ પોતાના પિતા સાથે આગળ કઈ રીતે જીવન જીવે છે અને તેના જીવન માં કેવા વળાંકો આવે છે વાંચીએ આગળ...)

'રાઘવ, ભગવાનની ઈચ્છા જે થયું.. પણ દુઃખ ના સમયે આમ હિંમત ના હરાય. કિસન કાકા ને કોણ સાચવશે? એમના પર શું વીતતી હશે? ઘડપણમાં જીવનસંગિની આમ અચાનક છોડી જાય..તારે એમને સાચવવાના છે. હું છું ને તારી સાથે. પ્રભુ સઘળું સારા વાના કરશે.'

'અરે, તારો એ ભગવાન.... ' રાઘવ બૂમ મારી ઉઠ્યો. 'ભગવાને તને ગાડી બંગલો અને જીવનભર ના ખૂટે એવી દોલત, જાહોજલાલી આપ્યા..... ને મને જનમતાની સાથે જ ગરીબી, ભણતર માટે વલખાં, અપમાન, દુઃખ વેઠી કામ કરતી માં આપી અને એ પણ છીનવી લીધી.

મારી સાથે, માં સાથે દુશ્મની છે એને...

ધિક્કારું છું હું એને .. એની વ્યર્થ પૂજા ના કરીશ. એ ક્યારેય મારું નથી સાંભળતો તો મારા માટે શું કરવાનો. સૌથી મોટો વંચક છે એ.' તંતે તત દુઃખોની વણઝાર આપવા બદલ આભાર માન્યો બસ.. મૌનની થોડી ક્ષણો અસ્તિત્વમાં આવી. 'ચલ જમી લે... પછી વાત કરીશું..' એમ કહી...બન્ને વચ્ચે વાકયુદ્ધ શરૂ થાય એ પહેલાં રીપલ ત્યાંથી નીકળી ગઈ.

રાતે નીરવ શાંતિમાં રાઘવના મનમાં રોષની યાત્રા શરૂ હતી. લોકો કેટલો અંધવિશ્વાસ કરે છે... ઉપરવાળો...ઉપરવાળો.. પથ્થરની મૂર્તિ માં એ બિરાજમાન હોય તો એના મંદિરમાં લૂંટ ના થતી હોત. એ બધું જોતો હોય તો એને મારી માની દયા ના આવી. આખી જિંદગી બિચારી દુઃખો માં રહી. થોડું સુખ જોવાનું તો નસીબ આપ્યું હોત. હું ક્યારેય એને નમીશ નહિ.... ધુત્કારીશ.

હા હા...એ જ ક્ષણ થી રાઘવ નાસ્તિક ની યાદી માં આવી ગયો.

બધી મરણોત્તર ક્રિયા પૂર્ણ કરી બાદ થોડા જ દિવસોમાં તેણે ઓફિસે જવાનું શરૂ કરી દીધું. એ ખૂબ શાંત થઈ ગયો..રસ્તામાં આવતા મંદિરો માં ભીડ જોતો ત્યારે તે વધુ ચિડાતો.

જ્યારે જ્યારે રીપલ ને મળતો ત્યારે થોડો સમય વધુ એની સાથે રહેવા ગમતું. રીપલ માટે હ્ર્દયમાં અનોખું સ્થાન હતું. આગવું, અલગ જ વમળ ઉપજાવે એવું.

રીપલ રાઘવ માટે સ્પષ્ટ હતી. હા, એને તો રાઘવ હમસફર બનાવવા માટે બેસ્ટ ઓપ્શન હતો. એક દિવસ તેના પપ્પા મમ્મીની લગ્ન માટે શરૂ કરેલી કવાયત સાંભળી તરત જ રાઘવને ફોન કરી રિવરફ્રન્ટ પર મળવા બોલાવ્યો.

રાઘવ આવતા જ તેને રડતા રડતા ભેટી પડી. 'રાઘવ... આઈ લવ યુ...

તું મને તારી અર્ધાંગિની બનાવી દે. મારે કોઈ સાથે લગ્ન નથી કરવાં.'

રાઘવને રિપલ ગમતી પણ શેઠે કરેલા ઉપકાર .... ને સઘળું યાદ કરી એ હમેશા રિપલથી દુર રહેવા પ્રયત્ન કરતો. આજે રીપલ સામે ચાલીને લગ્ન પ્રસ્તાવ મૂકી રહી.. શું કરવું એની મૂંઝવણ માં એ ચૂપ રહ્યો.

'પણ..

રિપલ..., તારા પપ્પા...'

'રાઘવ તું મને ચાહે છે? એટલું કે પેલા..'

'ના..,હા,.....તું મને ગમે છે પણ ' ... રાઘવ ધીમેથી બોલ્યો.

'અરે, ગમતું હોય તો કહેવાય તો ખરું ને. બુદ્ધુ., ગમતી હતી તો કહ્યું કેમ નહી. પપ્પા છોકરો શોધે છે પણ તું છે તો.... હું માત્ર તારી જ બનવા ઇચ્છું છું.'

બન્ને એકબીજાને ભેટી પડ્યા.

'તને ખબર છે તારા માટે કેટલા વ્રતો કર્યા છે. એટલે જ તો ભગવાને મને સાચવવા નાનપણ થી જ , મને કંપની આપવા મોકલેલો.'

'જો, તું તારા ભગવાન નું નામ લેવાની હોઈ તો ...... એણે શું કર્યું આપણે તો ભેગા હતા.. આપણને સાથે કરવામાં એનો કોઈ ભાગ નથી હા. જો એને સહભાગી ગણતી હોઈ તો જા.... હું બીજી શોધી લઈશ. ' રાઘવ હસતા હસતા બોલ્યો.

રીપલે એક ટપલી મારી. આવ્યો મોટો બીજી શોધવા વાળો. ચાલ હવે ઘરે જઈને આપણા સંબંધની જાણ કરીએ.

'તારા પપ્પા..?????.. માની જશે? '

'જસ્ટ બી હેપ્પી' ..હસીને રીપલે જવાબ આપ્યો.. બંને એક આશ સાથે છૂટા પડયા... ( ક્રમશ:)

( રાઘવ રીપલ બન્ને ની પ્રેમકહાની માં આગળ શું થાય છે? શેઠ શેઠાણી બન્ને એમના પ્રેમ પ્રસ્તાવ સ્વીકારશે કે પછી..... જોઈશું પ્રકરણ -૪ માં. )


Rate this content
Log in

Similar gujarati story from Drama