શેરને માથે સવા શેર
શેરને માથે સવા શેર
રામનગરમાં એક શેઠ રહેતા,ખુબ જ ધનવાન પણ ખુબ જ સ્વાર્થી અને એટલા જ કંજૂસ. પૈસાનો તો એટલો મોહ કે પત્નીને પણ ના આપે પૈસા વાપરવા. અંતે પત્ની પતિની આ કુટેવથી રિસાઇ પોતાના પિયર જતી રહી. આ તરફ શેઠ તેની પત્નીના ગયા બાદ થોડા જ સમયમાં મંદ પડયા એ પણ ખુબ જ ભારે બીમારી, તેમના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા, પત્ની પણ તેમને મળવા દોડી આવી.
હજી પણ તેમનો પૈસાનો મોહ ગયો ના હતો, તેમણે પત્નીને કહ્યું,"મારા મર્યા પછી મારી ચિતા પર મારી સાથે મારી સંપત્તિના અડધો અડધ રુપિયા મૂકી દેજે." પત્નીએ હકારમાં જવાબ આપ્યો, શેઠના મિત્ર સહીત બધાને આ વાત ના ગમી.
આખરે થોડા જ દિવસમાં શેઠનું મૃત્યુ થયું. શેઠની પત્ની શેઠની પાસે મુકવા એક ખોખું લઇ આવી, તે જોઈ શેઠના નાના ભાઈએ કહ્યું,
"ભાભી, ભાઈ તો કઈ પણ કહેતા હતા. આ પૈસા હવે તમારા જ છે. એવી રીતે કઈ પૈસા થોડી ઉપર લઇ જવાય, આ તો પૈસા બળી જશે, લોકો પોતાના સગા ના હોય તો પૈસા દાન કરીને જાય અને ભાઈ તો.."
તે છતાં પણ શેઠાણીએ એ ખોખું શેઠની સાથે મૂકી દીધું. બધા ગયા પછી શેઠનો નાનો ભાઈ ખિજાવાયો શેઠાણીને,
"ભાભી, તમે ભાઈના કહેવા પ્રમાણે શું કામ કર્યું ? હવે તમારા ભવિષ્યનું શું ?કેટલા રૂપિયા મૂક્યા તમે ?"
"રૂપિયા 30,000 નો ચેક."ભાભીનો આ જવાબ સાંભળી સાચે જ શેઠના નાના ભાઈ અવાક થઇ ગયા.
"સાચે દુનિયામાં શેરને માથે સવા શેર હોય જ છે, તમે એ સાબિત કર્યું. ચેકરૂપે ભાઈને પૈસા આપી તમે એમની આજ્ઞાનું પણ પાલન કર્યું અને ભાઈ કોઈ દિવસ એ ચેક ડિપોઝિટ નહિ કરી શકે તેથી પૈસા બધા હવે ઘરમાં જ રહશે."