શબ્દના ઘા
શબ્દના ઘા
હર્ષ નામનો નવ વર્ષનો એક છોકરો જોઈને લાગે જાણે કોઈ ભીમ હોય. દરરોજ મોડો ઊઠે અને રોજ સ્કૂલની બસ ચૂકી જાય અને સ્કૂલ જાય તો પણ આખો દિવસ સૂતો જ રહે. હવે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સ્કૂલ જવાનું પણ છોડી દીધું હતું. રોજ શેરીમાં જઈ બૂમો પાડી પાડીને બીજા છોકરાને બોલાવે, ધમકાવે અને ડરાવે.
એક દિવસ એક છોકરાએ હિંમત કરીને કહ્યું; ઓય ! જાડિયા અહીંયા આવ...તારાથી કંઈ થઈ શકે એમ છે ? ચાલ આપણે બંને રેસ લગાડીએ જોઈએ કોણ જીતે. તું શું જીતતો હતો ! તું તો ભણવામાં પણ સાવ ઝીરો છે, તું તો સાવ લૂઝર છે. શું કરીશ તું આવા મહાકાય શરીરનું ? નથી ભણવા જતો કે નથી કંઈ આવડત તારામાં. આ શબ્દો હર્ષના મનમાં લાગી ઉઠ્યા. મૌન થઈને હર્ષ ઘરે ફર્યો અને તેના મમ્મીને કહ્યું; 'મમ્મી, હું કાલથી નિયમિત સ્કૂલ જઈશ' અને કંઈક કરી બતાવીશ.'
