સારી સારી સૂંઠ - શૌર્યગાથા
સારી સારી સૂંઠ - શૌર્યગાથા
ચુવાળ પંથકમાં એક સુપ્રસિધ્ધ કહેવત છે કે "સારી સારી સૂંઠ તો ભુપતસિંહની માઁ ખાઈ ગઈ"
આ શૌર્યવંત અવર્ણનીય પંક્તીની પાછળની ભવ્ય શૌર્યગાથા વિસ્તારથી જાણીએ.
બહુચરાજી આજુબાજુના ચુવાળ પંથકના સોલંકીની ઠકરાતના ભંકોડા ગામના વિર ભુપતસિંહની આ વાત છે.
ભંકોડાના ભડવીર ભુપતસિંહ સોલંકીની નામના ચારે દિશામાં ફેલાયેલી હતી ઊંચો પડછંડ દેહ વિરતા છલોછલ અને તેને મા ભદ્રકાળી હાજરાહજૂર વાત કરતા યુધ્ધમાં દેવચકલી બની ભાલે બિરાજતાં તેમની ટેક હતી કે મા બાપ અને મા ભદ્રકાળી સિવાય કોઈ સામે મસ્તક નહી નમાવુ. વિરોની ટેક જિવન કરતા વધુ કિમતી હોય છે.
" ભલે પડે મસ્તક મેદાને, પણ નમે નહીં એ શૂરાની ટેક
ટેક ખાતર પ્રાણ આપી, મલકતું એ ભડવીરનુંં વસમી ટેક."
તે સમયે કડીમાં રાવ મલ્હારરાવનું સામ્રાજ્ય હતુ. એક વખત કડીના રાજની કરચોરી કરી કડીનો વાણીયો ગાડામાં માલ ભરી લઈને ભંકાડાના પાદરે નિકળ્યો. સૈનિકો તેને પકડીને ભુપતસિહ જોડે લાવ્યા વાણીયો બોલ્યો,." બાપુ આપનો કર લઈ લ્યો. મેં કડીનાં રાવની કરની ચોરી કરી છે પણ તમારી નહી કરુ.પણ ભુપતસિંહે કરડાકીથી કહ્યું,." જે રાજમાં રહો તેનું અહિત ન કરાય અને હુ કરવા પણ ન દઉ."કહીને તેમને કડીનો કર લઈ રાવને પહોચતો કર્યો.
આ વાણીયો હતો બુધ્ધીશાળી બદલાની ભાવના મનમાં રાખી બદલો લેવા હવૅ રાહ જોતો હતો. ભુપતસિંહની જીવનની ટેક ની માહિતી તેને મેળવી.
એકવાર કડીના રાવનો સૈનિક આ વાણીયાની દુકાને હટાણુ કરવા આવ્યો અને બોલ્યો,...
"કડીના રાવ માટે સારી સૂંઠ આપો."
સરસ લાગ જોઈ વાણીયે ખુશ થઈને ભાંગરો વાટતાં કહ્યું,.
"સારી સારી સૂંઠ તો ભુપતસિંહની માઁ ખાઈ ગઈ. બાપા હવે સારી તમને કેવી રીતે આપું આપુ ?
સૈનિકે રાવને વાત પહોચાડી રાવે વાણીયાને બોલાવી આ કહેવાનું કારણ પુછ્યુ. એટલે વાણીયા એ કાન ભંભેરણી કરતાં બોલ્યો,.. અરે બાપા આ નાનકડા બાર ગામનો ધણી કોઈની પણ સામે માથુ નહી નમાવાનું અભિમાન રાખે છે આપને પણ નહી. આતો બાપા આપણું ઘોર અપમાન થતું હોય એવું જોઈ મને દુખ લાગ્યું એટલે ભૂલથી જીભ લપસી ગઈ."
કડીના રાવ નો અહંકાર જાગ્યો બોલ્યાં,
" આવો તે કોણ ભુપતસિંહ ? જે કડીના રાવને પણ નમે નહીં ?"તેણે ભંકોડા કહેણ મોકલ્યુ કે,." કડીના રાવે ભુંપતસિહને મળવા બોલાવ્યા છે."
ભુપતસિંહ ભમરીયાળો ભાલો હાથ ધરી મા ભદ્રકાળીને વંદન કરી મારતે ઘોડે કડી પહોચ્યા. રાવ એ કમરામાં બેઠા હતા જ્યાં લાકડાનું બારણુ એવુ હતુ કે નમીને અંદર પ્રવેશવુ પડે.
ભૂપતસિંહને બહાર જોતાજ રાવે માનભેર કહ્યું,
" આવો દરબાર ભીતર પધારો.."
ભુપતસિંહ પ્રવેશ કરતા પહેલા બારણુ જોયુ અને પળમાં વાતની સમજ આવતાં તેણે કેડમાંથી તલવાર કાઢી વીજવેગે બે પ્રહાર કર્યાં અને રાવ આશ્ચર્ય પામ્યો. બારણાની બારસાગ ઉપરથી કપાઈ ગઈ અને મસ્તક જાય તેવો મારગ કરી સોલંકીવિર છપ્પનનીની છાતી ફૂલાવતો ઊંચું મસ્તક સહિત શૂરવીર અંદર પ્રવેશ્યો.
રાવને ઝાંખપ લાગી તે બોલ્યો,.
" આ કેવી હરકત કરી તમે...! મલ્હારરાવના દરબારમાં દરેકે ઝૂકીને આવવું પડે છે. "
ભુપતસિંહ વિનયપૂર્વક બોલ્યાં,.." હુ આપનું ખુબ સન્માન કરુ છું. આપ પ્રજાપ્રિય રાજા છો પણ મારી ટેક છે કે કોઈ પણ સામે માથું નહી ઝુકાવવું એટલે આ મારી ટેક જાળવવાં માટે કર્યુ છે અને
શુરવિરની ટેક તેના જિવન કરતા વહાલી હોય છે"
રાવ સમસમી ગયો અને બોલ્યો,..
" તો પછી તૈયાર રહો રાવની દુશ્મની વહોરવા માટે હવૅ હુંય જોવુ છું કે તમારી ટેકની રક્ષા કોણ કરે છે ?"
ભુપતસિંહે હસીને રાવને રામરામ કરીને એક નાનો જવાબ આપ્યો,.
" મારી મા ભદ્રકાળી."
આટલા વેણ સાથે દેવચકલી આવી ભુપતના ભાલે બિરાજી...
રાવ બસ જોતો જ રહ્યો વિર ઘોડે ચડી ભંકોડા તરફ ઘુળની ડમરીઓ ઉડાડતા અદ્શ્ય બન્યો. બસ ઘોડાના ડાબલાનો અવાજ સંભળાતાં રહ્યા રાવ... મોટું લશ્કર સાબદું થયું કડીનુંં અને આ વાત અઢારશો ગામનાં ઘણી જામ સતાજીનાં દરબારમાં એક ચારણ દુહો ગાઈને કરે છે.
" ભંકોડુ ને કડી લડે જાણે સતરો જામ
લડવા ચાલ્યો ભુપત જેમ રાવણ સામે રામ."
જામનગરનાં દરબારમાં ભૂપતસિંહની ટેક અને શૌર્ય માટે વાહ વાહ કરવામાં આવે છે. ક્યાં નાનકડું ભંકોડા અને ક્યાં મોટો કડીનો રાવ ? તોય આ શૂરવીર ટેક માટે મરણીયો બન્યો હતો.
હવે યુધ્ધના મંડાણ થયા અને રાવનો ક્રોધ ભભુક્યો. ભુપતસિંહને નમાવવા માટે ભંકોડા જાગીરની ચારે તરફ વિશાળ સેના તોપો ગોઠવાઈ અને એક જ઼ દિવસમાં રાવની કાળમુખી ટોપોએ ભંકોડા ભાંગતાં ભુપતસિહે પરિવારને કટોસણ રજવાડામાં સલામત ખસેડ્યો. તેની હાર નક્કી હતી. રાવની આખરી ચેતવણી મળી,.
"નમી જા ભુપત.. જિવતદાન આપી દઈશ તને નમાવાની મારી પણ ટેક છે."
પણ જવાબમાં ભંકાડા પંથકના વિરો આજુબાજુના સોલંકી જાગીરના વિરોએ મળી કેશરીયા કર્યા યુધ્ધની શરુઆત કરી.. પણ વિશાળ સેના સામે માત્ર ૬૦૦ રાજપૂતો ટકી ન શકતાં વિરતા પુર્વક શહીદી વ્હોરીને ભુપતસિંહને નજીકના નાનાં રજવાડા કટોસણ પહોચવુ પડ્યુ.
રાવને માહિતી મળતા કટોસણ ફરતે સેના ગોઠવાયી. અને કહેણ મોકલાયુ,"રાવના દુશ્મને સોપી દો નહિતર ખેદાનમેદાન કરીશુ."
ભુપતસિહના સગા વિર રાજપૂતો નમવા માટે કે શરણાગતને સોપવા કેમ તૈયાર થાય.?
જવાબ યુધ્ધમાં મળ્યો રાવને અને લડાઈમાં કટોસણ ની સેના પણ રાવની તોપોનો સામનો ન કરી શકી વિરતા પુર્વક લડ્યા રાજપૂતો છેવટે કટોસણ ભાગતાં કટોસણના રાજવીએ ભુપતસિંહને લઈ ભુપતસિંહના સગા વિર વનવિરસિંહ ઝાલાના પરિવાર એવા ઝાલાવાડના ઝીઝુવાડા નામનાં રજવાડામાં સહિસલામત પરિવાર સહિત પહોચાડ્યા..
" ભુપત પલાણે ઘોડલા બિરાજે ભદ્રકાળી ભાલે
રાજપૂત ટેકની રક્ષા કાજે જિવવુ સાચુ જાણ."
ઝીઝુવાડા એક ઝાલાવાડ તાબાનું સ્વતંત્ર રજવાડુ હતુ. રણકાંઠે ચોતરફ મુસ્લિમ સ્ટેટ હોવાથી અને સોમનાથ પરના આક્રમણો સહુ પ્રથમ ત્યાં થતાં હોવાથી ત્યાંના શુરવિર ઝાલા રાજપૂતો યુધ્ધથી ટેવાયેલા હતા. લશ્કરી થાણુ અભેદ કિલ્લો ગમે તેવા આક્રમણ સહન કરી શકે એકવરસ સુધી લડી શકે તેવુ સિંહસર તળાવ ને સમર વાવ પાણીના સ્ત્રોત હતા અને શૌર્યજળ છલકાવતી સમર વાવનુંં જળ પીનારા રાજપૂતો ખાઈ જાય તેવા શૌર્યવંત હતાં.
અનેક ઈતિહાસિક પુસ્તકોમાં આ નોધ છે.
રાવ હાથ મસળતો રહ્યો ઝીઝુવાડા કહેણ મોકલ્યુ,
"મારા આરોપીને પાછો આપો નહીતર ઝીંઝુવાડા સામે વેર નકામુ બંધાશે."
અનેક આક્રમણોનો બહાદુરીથી સામનો કરનાર ઝાલાવાડના ઝીઝુવાડાના વિર રાજવિનો સણસણતો જવાબ મળ્યો રાવને,.
"ભુપતસિંહ અમારા ગામનાં સગા ભાણેજ છે અને અમારે તમારી સાથે કોઈ લેવાદેવા નહી. ઝાલાવાડની શરણાગત ભાવનાથી અને યુદ્ધ લડનારા શૂરવીરોથી તમે વાકેફ છો. ઝાલાવાડ નું આ સ્વતંત્ર રજવાડુ યુધ્ધ માટે સદા તૈયાર છે. ગમે ત્યારે યુધ્ધ માટે રાવનું સ્વાગત છે.
અને એટલું જ નહી કટોસણથી તમારી સેના હટાવી લો એમણે શરણાગત ધર્મ બજાવ્યો છે. તેનો અમને ગર્વ છે તમને પણ હોવો જોઈએ રાવ લડવું હોય તો વગર વિચાર્યે ચાલ્યાં આવો. "
હવે ઝીઝુવાડા સામે યુધ્ધ કરતા ઝાલાવાડની વિશાળ સેના પણ જો ઝીંઝુવાડા પડખે ઉભી થાય તેવા ભયથી યુધ્ધ યોગ્ય ન લાગતા રાવે
રાવે તરત કટોસણથી સેના હટાવી લીધી અને ભૂપતસિંહનુંં ભંકોડા કબજે કરીને ગિરાસ પડાવી લિધો. આ બાજુ હવૅ ભુપતસિંહે ગિરાસ માટે બહારવટે ચડ્યા.......
ઈતિહાસ નોધ કરેલ છે કે ભડવીર ભુપતસિંહના બહારવટાએ રાવની ઊઘ ઉડાડી દિધી. રાવના સૈનિકોને મસળી નાખી ધોળે દિ ગામાે ભાંગવા માંડ્યા..
ભુપતસિંહના નામની હાઁક વાગવા લાગી ચારે કોર એકવાર ગામ ભાગવા જતાં રસ્તામાં રાવના સેનિકો કોઈ ઘોડેસ્વાર નો પીછો કરતા જોયા તે ઘોડેશ્વાર પર વાર કરે તે પહેલા જ ભુપતે ભાલો ચલાવી દુશ્મનને ભોયમાં ગાળી દીધો બીજા ડરથી ભાગી ગયા.
આ ઘોડેશ્વાર પોતે કાલરીના દરબાર ટીકાજી સોલંકી હતા. જેમનો ઘોડો રાવે માંગણી કરતા તેમને ના પાડતા રાવની નાની ફોજ ટીકાજીની પાછળ પડી હતી. બહુ જગ્યાએ ઘુમ્યા પણ રાવ સામે દુશ્મની માંડી આશરો ક્યાંય મળ્યો નહતો આ ટાકાજી ખુબ શૂરવીર હતા ભુપતસિહે ટીકાજી ને પોતાના મીત્ર બનાવી પોતાની નાની ફોજમાં જવાબદારી આપી. બહારવટુ બમણા વેગે હવે ચાલવા માંડ્યુ રાવના સૈનિકો પણ ભુપતસિંહના ડરથી હવે ધ્રુજવા લાગેલા.
આવા સમયે જ રાવ માટે હવે નવી મુશ્કેલી શરુ થઈ અંગ્રેજ ફોજે તેના બે દુશ્મનો કડીમાં છુંપાવ્યા હોવાથી વિશાળ સેના સાઠે બબાજી અને ખાનને લઈ તોપો સાથે કેપ્ટન વિલિયમ્સે કડીના રાવ પર ચડાઈ કરી સામસામે તોપ મંડાળી રાવને હાર નિશ્ચીત લાગી.
કડીના રાવને હવૅ પરિવારની ચિંતા થવા લાગી. પણ કોઈ મદદ કરી શકે તેમ નહોતુ અંગ્રેજ સેના સામે.. આંખ બંધ કરી તેણે ભગવાનને અને તેના ગઢમાં બેસેલ મેલડી માતાને પરિવારની રક્ષા માટે વિનંતી કરી..
ત્યાં જ તેનો દુશ્મન બહારવટીયો ભડવિર ભુપતસિંહ યાદ આવ્યો. પળમાં અનોખો વિચાર કરીને રાવે તુરંત ધોડેશ્વાર ઝીઝુવાડા દુશ્મન ભૂપતસિંહને સંદેશો પહોચાડ્યો. ભુપતસિંહ પુત્રજન્મની ખુશી મનાવતા હતા રાવના સમાચાર મળતાં જ ભાલો ધરી મારતે ઘોડે દુશ્મનની સહાય કરવા નીકળ્યાં કડી તરફ...
કડીનો રાવ વિમાસણમાં હતો કે,.
" વિશ્વાસ છે મને પણ ભુપત આવશે કે કેમ? કપરા સમયમાં એક દુશ્મન મદદ કરે ખરો?"
ત્યાં જ છૂપા મારગે ભુપતસિંહ કડી પ્રવેશી રાવ સમક્ષ હાજર થયા ને બોલ્યાં,
" માફ કરશો રાવ માથુ નમાવી નહી શક્યો પણ તમારા માટે માથુ આપી તો શકુ હો..."
રાવ વેર ભુલીને વીરને હરખથી ભેટી પડ્યા.. બે વિરો મળતા સૈનિકોનોનો ડર દુર થતાં રાવ કડીની સેનાના ઉત્સાહમાં વધારો થયો.
ભુપતસિંહે રાવના પરિવારની રક્ષાનું વચન આપી તેણે ઝીઝુવાડા રાજમાં પહોચાડી ફરી તુરંન્ત પોતાના પાંચસો રાજપૂતો સાથે બહારથી અચાનક હુમલો કરી ભાલા ના જોરે યુધ્ધમાં ધૂળની ડમરીઓ વચ્ચે જઈ ભુપતસિંહે મુખ્ય મનાતો કેપ્ટન વિલિયમ્સને ઉપાડી લીધો અને મહેલમાં પહોચાડી દીધો.. પોતાના કેપ્ટનને ઉપાડી ગયેલ સાંભળી કર્નલ વોકર અપ્રતિમ શૌર્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો અને સુલેહ માટે કહેણ મોકલ્યુ.
રાવને રાવે તેના બે દુશ્મનોને છોડી દિધા ને સુલેહ થતાં યુધ્ધ ટળી ગયુ.
અંગેજ સેના એ સુલેહ કરવો પડ્યો એટલે કડી રા નો દબદબો કાયમ રહ્યો. તેનો જશ રાવે વીર ભુપતસિહને આપતાં કહ્યું કે,..
" આપનો ભંકાડાનો ગિરાસ માનભેર પાછો છોપુ છું આપણે મારાં મિત્ર બનાવીને. ખરેખર હે વિર ભુપતસિંહ મને આજે સમજાયું કે,.
"સારી સારી સૂંઠ તો ભુપતસિંહની માઁ જ ખાઈ ગઈ"
પછી વાણિયાને બોલાવ્યો અને થરથર કાપતાં વાણિયાએ પોતે બદલો લેવા કરેલા ખોટી ચડામણી કરેલી અને તેનાં કારણે જ઼ આવું બન્યું તે સાબિત થયું.
આજેય આ ભંકોડા ગામમાં માં ભદ્રકાળી અને ભૂપતસિંહની આણ વર્તાય છે. પણ આ ઐતિહાસિક બનાવનાં પ્રભાવથી આ કહેવત આજેય પ્રસિદ્ધ બનેલ અવર્ણનીય છે આ પંથકમાં,.
"સારી સૂંઠ તો ભૂપતની મા ખાઈ ગઈ. "
