Kaushik Joshi

Drama

4  

Kaushik Joshi

Drama

સાહસથી સિદ્ધિ

સાહસથી સિદ્ધિ

3 mins
302


શંકર બચપનથી જ ડ્રાઈવીંગ કરવાનો શોખ ધરાવતો હતો. આખા ગામમાં સાયકલ સહુ પ્રથમ શંકરના ઘેર આવી હતી. કારણ કે તેના પિતા ટપાલી હતા. એટલે સાયકલ વગર ન ચાલે. રવિવારની રજા હોય એટલે શંકરના હાથમાં સાયકલ આવે. આમ કરતાં કરતાં શંકર સાયકલ શીખી ગયો.

શંકર એસ. એસ. સી. સુધીનો અભ્યાસ પુરો કરીને ગામના એક ગેરેજમાં કામ શીખવા માટે જવા લાગ્યો. કારણ કે શંકર એક ગરીબ ઘરનો હતો. પૈસા માટે તે મજૂરી પણ કરી લેતો પણ શંકર મગજનો ખુરાંટ હતો એટલે સ્કૂટર અને બાઈક રીપેર કરવાનું કામ શીખી ગયો. પછીતો ગામમાં "શંકર. . . શંકર. . . " થઈ ગયો. શંકર એક દિવસ પણ કામ પર ન આવે તો શેઠ નારાજ થઈ જતા. અને લોકો પણ તેના કામથી ખુશ ખુશાલ હતા. પછીતો શંકર બાઈક ચલાવવામાં એક્કો બની ગયો. હાઈવે પર પણ શંકર બે હાથ છૂટા મુકીને બાઈક ચલાવી લેતો. આનું કામ જોઈને બાજુના રધુ ગેરેજવાળાએ તેને ફોરવીલ ગાડીઓ રીપેર કરતાં શીખવી દીધું. પછીતો શંકર ટોપ લેવલનો કારીગર બની ગયો. હવે તો શંકર આ એરીયાનો જોરદાર કારીગર બની ગયો.

દર વર્ષની જેમ બાજુના શહેરમાં મોટા મેળાનું આયોજન થયું. અને તેમાં ઘણી રાઈડસ સાથે મોતનો કૂવો પણ આવ્યો. મેળાના બીજા જ દિવસે આ કૂવામાં રેસમાં લેવાતી મારુતિ ગાડી બગડી ગઈ. સાંજે ખેલમાં આ ગાડી કામ ન આવે તો માલિકને ખૂબ મોટું નુકશાન સહન કરવું પડે તેમ હતું. ત્યારે કોઈએ સલાહ આપી અને શંકરને બોલાવી લાવ્યો. શંકરે તેના મગજનો ઉપયોગ કરીને ગાડીને રીપેર કરી આપી. પછી તેણે આ ગાડીને કૂવામાં પણ છૂટા હાથે મોતની સામે જંગ માંડયો અને માલિક અને બીજાનાં દિલ જીતી લીધાં. માલિક ખુશ થઈ ગયા અને તેને આ કામની ઓફર કરી. શંકરે આ ઓફરને સ્વીકારી લીધી. અને ખેલ દીઠ એક હજારના પગારથી તેણે કામ શરું કર્યું. પછીતો તેનું નસીબ જોર કરવા લાગ્યું. અને સારી કમાણી કરવા લાગ્યો. મેળો પૂરો થયો અને શંકરને બીજા શહેરમાં મેળામાં જવાનું થયું. ચાર દિવસ તેને રજા મળી, આ સમય દરમ્યાન ઈન્ટરનેશનલ " કાર રેસ" યોજાઈ હતી અને તેમાં જેને ભાગ લેવો હોય તે નામ રજીસ્ટર કરાવે અને રેસની ગાડી પોતાની લઈ આવે. તેવી જાહેરાત આવી.

શંકરનું મન તો થઈ ગયું. પણ ગાડી લાવવી કયાંથી ? 

તેનો પણ રસ્તો નીકળ્યો, આ મોતના કૂવાના માલિકે તેને અજમાઈશ કરવા ઑફર સ્વીકારવા વિનંતિ કરી અને કારની વ્યવસ્થા કરી આપી.

  શંકરે માલિકનો આભાર માન્યો.  

નિયત તારીખ અને સમયે શંકર રેસ માટે પહોંચી ગયો. સહું પ્રથમ 10 ગાડીની એક સાથે રેસ હતી. તમામ રેસમાં ભાગ લેનાર હરીફો ગાડીમાં સજ્જ થઈને બેઠા હતા. સામેથી લીલી ઝંડીથી રેસને સ્ટાર્ટ આપ્યો અને રેસની ગાડીનાં વ્હીલ રોડ પર દોડતાં થયાં.  

એક બીજાની આગળ પાછળ દોડતી ગાડીઓ જોવાની દર્શકોને મજા આવવા લાગી.

હરીફો પણ પોતાનું કૌતુક બતાવવા અવનવા પેંતરા કરવા લાગ્યા.  

હરીફાઈનો સમય પુરો થાય તે પહેલાં તો શંકર તેની ગાડીનો એક દરવાજો અડધો ખોલીને દર્શકોના અભિવાદન જીલવા એક હાથ બહાર કાઢીને હવામાં ફેરવવા લાગ્યો.  

શંકરની ગાડી સહુથી પહેલી આવીને ઊભી રહી. અને ઉપસ્થિતોએ તાળીઓથી વધાવી લીધો.

આયોજકોએ તેને ફૂલહારથી સન્માનિત કર્યો. અને ટ્રોફી એનાયત કરી. તેને નિયત થયેલ 1 કરોડનું ઈનામ પણ આપ્યું.

શંકરના આનંદનો પાર ન રહ્યો. તેના માલિકનો આભાર માન્યો.  

શંકર રાતોરાત કરોડપતિ બની ગયો.

મનોમન એટલું તો બોલ્યો કે," સાહસ વગર સિધ્ધિ" મળતી નથી. " સાહસથી સિદ્ધિ" મળે છે. જીવનમાં આગળ વધવું હોય તો જીવ સટોસટના ખેલ પણ કરવા પડે છે. .

શંકર હાલ 10 રેસની ગાડીનો માલિક થઈ ગયો છે. અને જેને પણ રેસમાં ભાગ લેવો હોય તેને તે ભાડેથી આપીને તગડી કમાણી કરી રહ્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama