સાચો રક્ષક
સાચો રક્ષક
સુભાષનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો. તે ભણવામાં ખુબ જ હોશિયાર હતો જયારે તે સાવ નાનો હતો ત્યારે ટીવીમા શક્તિમાનનું કાર્ટૂન જોતો ત્યારે તે તેના મમ્મી પપ્પાને કેતો કે હું પણ એક દિવસ શક્તિમાન જ બનીશ એવી દદ્ધ ઈચ્છા ધરાવતો.
ભણવામાં ખુબ હોશિયાર હોવાથી મોટો થતાં તેને ભણવા માટે શહેર મોકલી દીધો. તેમજ ભણીને સુભાષ સારો વૈજ્ઞાનિક બન્યો. તરત જ સુભાષને બેંગ્લોરમાં એક રિસર્ચ કંપનીમા નોકરી મળી ગઈ. સુભાષ નોકરી તો કરતો પણ કામ પોતાની જ કંપનીમાં કરતો હોય એવી રીતે કરતો. ના દિવસ જોતો કે ના રાત, બસ ખુબ ખંતથી કામ કરતો હોવાથી તેમને દર વર્ષે પ્રમોશન મળતું. સાવ નજીવા સમયમાં જ સુભાષ સૌનો માનીતો તેમજ હેડ પણ બની ગયો. આટલો મોટો વૈજ્ઞાનિક હોવા છતાં દેશ પ્રત્યે કંઈક કરવાની ઈચ્છા નાનપણથી જ ધરાવતો હતો.
દિવસે દિવસે મોટા સિટીમા ક્રાઇમ પણ વધતો જતો હતો. આવું ઘણી વખત સુભાષની સામે પણ થયેલું. પરંતુ પોતે એટલો શરીરથી સક્ષમ નહોતો કે આ લડાઇ ખુદ લડી શકે. બહુ વિચાર્યું કે મારે કંઈક તો કરવું જ પડશે જેથી આ ક્રાઇમ ઓછો થાય. અચાનક તેને બાળપણના દિવસો યાદ આવ્યાં જયારે તે ટિવીમા કાર્ટૂન જોતો ત્યારે એક શક્તિમાન બધાને બચાવતો. સુભાષને પણ એવો વિચાર આવ્યો કે હું પણ આવી રીતે શક્તિમાન બનીને બધાને મદદ કરું.
સુભાષની રિસર્ચ કંપનીમા એક એવું કેમિકલ હતું તેને પીવાથી માણસમા અનોખી તાકાત આવી જાય. જેથી એક દિવસ છુપાઈને સુભાષે આ કેમિકલ પી લીધું અને તેના મા અનોખી તાકાત આવી ગઈ. શરીરથી મજબૂત ના હોવા છતાં આ પાવરથી સુભાષ કઈ પણ જગ્યાએ ખોટું થતું હોય ત્યાં પહોંચી જ જાય અને જરૂરિયાત વાળાને મદદ પણ કરે. પોલીસને પણ બહુ મદદ કરતો. જેથી સીટીમાં ક્રાઇમ ઘણો ઘટી ગયો. સુભાષ પણ સાવ અજાણી રીતે પોતાનો ચહેરો લોકોથી છુપાવી બધાનું કામ કરતો. જેથી પોતાના આ પાવરની જાણ પણ કોઈને ના થાય તેમજ કોઈ તેનો ગેરફાયદો પણ ના ઉઠાવે.
સુભાષ જે નાનો હતો ત્યારે ટીવીમા જોયું હતું આજ તે હકીકત બની ગઈ છે. સુભાષ આજે દેશનો સાચો રક્ષક બની ગયો. માણસ જો મનથી સારા કર્યો કરવાનું વિચારે તો જીવનમાં રસ્તા તો ખુલ્લા જ હોય છે. પરંતુ અત્યારે તો સારા કરતા ખરાબ કામ જેવા કે ભ્રષ્ટાચાર, બેઈમાની, કોઈનુ ખરાબ કેમ થાય એવો જ રસ ધરાવતા માણસો ઠેર ઠેર જોવા મળશે.
