Khodifad Mehul

Drama Romance Crime

2  

Khodifad Mehul

Drama Romance Crime

સાચો ખૂની

સાચો ખૂની

16 mins
355


રાજેશ એક મલ્ટી નેશનલ કંપનીમા માર્કેટીંગ હેડ હતો. તે આખા દેશમાં તેની કંપનીની પ્રોડક્ટનું માર્કેટીંગ નેટવર્કનું સંચાલન કરતો હતો. તેનો પગાર પણ તગડો હતો. જેના લીધે તે, તેની પત્ની અને એક નાના છોકરાની હર એક ઈચ્છા પુરી કરતો હતો અને તેની ખુશી કાયમ માટે હયાત રાખતો હતો.

      રાજેશ માર્કેટીંગ હેડ હોવાને લીધે, તેને ઘણા રાજ્યમા ફિલ્ડવર્ક કરવું પડતું હતુંં, જેના હિસાબે તે કાયમ માટે‌ ઘરથી દૂર રહેતો હતો. તે માત્ર રવિવારે અડધો દિવસ જ તેના ઘરે આવતો હતો, અને તેની પત્ની સ્વરા અને તેનો નાનો બાળક એકનો એક દિકરો સુહાન સાથે થોડો સમય વીતાવી, સોમવારના કામ માટે ઘરેથી નિકળી જતો. બસ. . . આજ એનુ જીવન હતું. ખુબ મહેનત કરીને કંપનીને બિઝનેસ અપાવવો અને તેના બદલામાં મળતા પૈસાથી તેની પત્ની અને તેના છોકરા સુહાનના સપનાને વાસ્તવિક અને જીવંત બનાવવા.

                  * * * * * * * * *

        સ્નેહા ખુબ ભણેલીગણેલી, સુંદર અને મનમોહક  મોડર્ન મહોતરમા હતી. તેની જીવનશૈલી પણ આજના જમાના સાથે હર એક સેકન્ડે અપડેટ રહેતી. તે આખો દિવસ તેના ઘરે તેના છોકરા સાથે એકલી રહેતી હતી. તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ખુબજ એકટીવ રહેતી. રોજ કંઈકને કંઈક એવું અપલોડ કરતી કે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર, ઢગલો લાઈક, કોમેન્ટ અને શેર મળતી, લાગણીસભર મેસેજોથી તો મેસેજ બોક્સ હંમેશા ગુલાબની જેમ મહેકતું.

          સ્નેહા તેની કાર લઈને રોજ જીમ જતી, ત્યાં કસરત કરીને તે તેની કાયાને સુડોળ, મનમોહક અને મજબૂત બનાવતી. આ જીમની અંદર એક સેમ નામનો યુવાન આવતો હતો. તેની ફિટનેસ તેના જીમની અંદર સૌથી શ્રેષ્ઠ હતી. તે એકદમ હોટ અને હેન્ડસમ હતો. જેના લીધે ત્યાંં આવતી હર એક મહિલા માટે તે ખાસ હતો. તેની ફિટનેસ સારી હોવાને લીધે ત્યાં જીમમા આવતી હર એક વ્યક્તિ તેની પાસેથી સલાહ સૂચન લઈને, પોતાની ફિટનેસ ને ફિક્સ કરવા મહેનત કરતા હતા.

        "ગુડ મોર્નિંગ "સેમે રનીગ કરી રહેલી સ્નેહાની સામે સ્મિત ફેકતા કહ્યું.

        "ગુડ મોર્નિંગ. . "સ્નેહાએ પરસેવાથી ભીની થયેલી તેની કમરને લુછતા સેમને કહ્યું. સ્નેહા હાંફી રહી હતી. તે ખુબ થાકેલી જણાતી હતી. આ જોયને સેમ બોલ્યો,

         "ટેક. . . ધીજ ગ્લુકોઝ. . . "સેમે ગ્લુકોઝ ભરેલી બોટલ સ્નેહાની સામે ઘરતા કહ્યું.

         "ઓહ. . . થૅન્ક યુ. . . "સેમના હાથમાથી ગ્લુકોઝની બોટલ લેતા સ્નેહા એ કહ્યું. સ્નેહાએ તે બોટલ ખોલી અને તેમા રહેલુ ગ્લુકોઝ પીધું. અડધી બોટલ સેમની સામે સ્માઈલ કરતા પાછી આપી, અને તે ફરી તેની કસરત કરવામા લાગી ગઈ. આવી રીતે અવારનવાર સેમ અને સ્નેહા જીમના સેશન દરમિયાન વાતચીત કરતા હતા.

                ****

        એક દિવસ સવારમા સ્નેહા જીમ શુટ પહેરીને તેની સોસાયટીની બહાર રોડ પર ઉભી રહીને રિક્ષાની રાહ જોતી હતી. તે અડધી કલાકથી ત્યાં ઉભી હતી, પરંતું કોઈ રિક્ષા તેને આવતી દેખાતી ન હતી. જેના લીધે તે ઉભી ઉભી કંટાળી ગઈ હતી. તેને કાનમા ઇયર ફોન લગાવ્યા અને તે ગીત સાંભળવા લાગી.

       "ગુડ મોર્નિંગ "સેમે પોતાની હાર્ડલીડેવીડસન સ્નેહાની સામે ઉભી રાખતા કહ્યું.

       "હાઈ. . . ગુડ મોર્નિંગ "સ્નેહાએ સેમની સામે હાસ્ય રેલાવતા જવાબ આપ્યો.

      "વર્કઆઉટ. . . પુરુ કરુ કે, બાકી છે ?"સેમે તેની સામે જોઈ રહેલી સ્નેહાને પૂછ્યુ.

      "ના. . . યાર. . બાકી છે, હું ક્યારની જીમ જવા માટે રિક્ષાની રાહ જોઈ ને ઉભી છુંં, પણ હજુ સુધી મને કોઈ રિક્ષા મળીજ નથી. . . બહુ. . લેટ થઇ ગયુ છે "નિરાશા ભરા સ્વરે સ્નેહાયે સેમને કહ્યું.

      "પરંતું તું તો રોજ, તારી કાર લઈને જીમમા આવે છે ને, તો પછી આજે કેમ રિક્ષામા? "સેમે સ્નેહાનો જવાબ સાંભળીને ફરી એક સવાલ કર્યો.

     "હા, પરંતું મે મારી કાર સર્વિસમા આપી છે, એટલે હમણા થોડા દિવસ રિક્ષાથી કામ ચલાવવુ પડશે "સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યું.

      "તું. જીમ જઈને આવ્યો? "સ્નેહાએ સેમને સવાલ કરો.

      "હા. . . હું તો મારુ વર્કઆઉટ પુરુ કરીને જીમ પરથીજ આવુ છું "સેમે તેના માથાના વાળ સરખા કરતા કહ્યું.

     "ઓહ. એવું છે એમ, કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી આપણે જીમમા એકબીજાને મળ્યા જ નથી, એનું કારણ? "સ્નેહાએ સેમને પૂછ્યુ.

     "કારણ. . . કંઈ બહુ ખાસ નથી, હવે હું જીમમા રોજ વહેલા જાવ છું, કેમ કે પછી મોડા બહુ ભીડ થઈ જાય છે એટલે વર્કઆઉટ અધુરુ રહી જાય છે. "સેમે સ્નેહાને જવાબ આપતા કહ્યું.

    "હા. . . સારુ કરુ, તારી વાત એકદમ સાચી છે "સ્નેહા બોલી.

    "હમમ. . "સેમ બોલ્યો.

     "મને તો કાર વગર જીમ આવવાનો બહુજ કંટાળો આવે છે. સાચે યાર" સ્નેહાએ સેમની સામે નિરસતા દર્શાવતા કહ્યું.

     "ઓહ. . . એવું, ચાલ. . . હવે તુંં વાતો કરી ખોટો સમયના બગાડીશ, હું તને મારા બાઈક પર બેસાડી ને જીમ પર મુકી આવુ"સેમે તેની બાઈક શરૂ કરતા સ્નેહાને કહ્યું.

      "જો તને ઘરે જવામા લેટ ન થતું હોય તો તું મને જીમ પર મુકીજા. નહી તો હું મારી રીતે ચાલી જઈશ"સ્નેહાએ સેમની સંમતી જાણવાની કોશિશ કરતા પૂછ્યુ.

      "ના. . . મારે ઘરે જવાની કોઈ ઉતાવળ નથી, ચાલ તુંં જલ્દી કર. હું તને જીમ પર મુકી આવુ"સેમે સ્નેહાને કહ્યું. સેમની આ વાત સાંભળીને સ્નેહા સેમની બાઈક પાછળ બેસી ગઈ, અને બન્ને જીમ તરફ બાઈક પર ચાલ્યા ગયા. સેમે સ્નેહાને જીમ પર ઉતારી અને તે ત્યાંથી નિકળી ગયો.

               ***

          બે કલાક કસરત કરીને પછી સ્નેહા જીમ પરથી ઘરે આવવા માટે જીમની બહાર આવી. તે ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી‌ ત્યાંરે અચાનકજ સેમ તેનુ બાઈક લઈને તેની સામે ઉભો રહી ગયો.

          "હેય. . . તું હજુ અહી શુ કરે છે, તારા ઘરે કેમ નથી ગયો ?"તેની સામે બાઈક લઈને ઉભેલા સેમને સ્નેહાએ પૂછ્યુ.

       "હું મારા ઘરે જઈને ફરી અહી આવ્યો છું "સેમે સ્નેહાને જવાબ આપ્યો.

      "ઓહ. તો તું કેમ ફરી અહી આવ્યો? "સ્નેહાએ સેમને સવાલ કરતા કહ્યું.

     "હું તને અહીથી તારા ઘરે લઈ જવા માટે આવ્યો છું" સેમે તેને તાકી રહેલી સ્નેહાને જવાબ આપતા કહ્યું.

   "અરે. તારે મારા માટે ખોટી તકલીફ ઉઠાવાની કોઈ જરૂર નહોતી, તું ફરી ન આવ્યો હોત તો ચાલેત યાર‌. "સ્નેહાએ સેમને કહ્યું.

   "ઓકે. . . તો હું ફરી મારા ઘરે પાછો જતો રહું છું "સ્નેહાના જવાબથી નિરાશ થતા સેમ બોલ્યો.

 "અરે. કુલ ડાઉન. . . હું તો ખાલી વાત કરુ છું, તારે ખાલી ખોટુ નારાજ થઇને નિરાશ થવાની કોઈ જરૂર નથી "સ્નેહાએ સ્મિત કરતા, સેમને સમજાવતા કહ્યું.

   "તું મારી નારાજગીને સમજે છે, એટલે હવે તુંં મને વધારે નારાજ નહી કરે. "સેમે સ્નેહાને અલગજ અંદાજમા ‌કહ્યું.

    "બસ. . . હવે. . . ખાલી ખોટો જાણી જોઈને નારાજ ના થયા કર. . . "સ્નેહાએ તેની જીમ કિટ સેમની બાઈકની સીટ પર મુકતા, સેમને મજાકમા ટપલી મારતા કહ્યું.

    "તું જયા સુધી મારી બાઈક પાછળ મારી સાથે નહી બેસે ત્યાં સુધી હું તારાથી નારાજ રહીશ"સેમે અનોખા અંદાજમાં સ્નેહાને તેની સાથે બાઈક પર બેસવાનો અનુરોધ કરતા કહ્યું.

     "બહુ. . હોશિયાર બનવાની જરૂર નથી તારે, તારી નારાજગીને મને આ રીતે તારી બાઈક પાછળ બેસીને પળવારમા નાશ કરતા આવડે છે "સ્નેહાએ સેમના બન્ને ખંભા પર પોતાના હાથ મુકતા, બાઈક પાછળ બેસતા સેમને કહ્યું.

     "ગુડ. . . મને પણ આ રીતે બાઈક ચલાવીને, તારી સાથે ખુશ થતા આવડે છે "સેમે તેની બાઈકને સ્પીડમા ચલાવતા સ્નેહાને કહ્યું.

    "ઓહ. . . આઉચ. . . પાગલ. . ધીમે ચલાવ "સ્નેહાએ સેમના ખંભાને તેના હાથ થકી પકડતા કહ્યું.

      "ઈમ્પોસિબલ. . . સ્પીડ આટલી જ રહેશે, તું સરખી રીતે પકડીને બેસ મને, તને કંઈ નહી થાય"પુરપાટ ઝડપે પોતાનુ બાઈક ચલાવતા સેમ બોલ્યો. સેમની આ વાત સાંભળીને સ્નેહાએ સેમના ખંભા પર તેના ધારદાર નખથી ઝીણો ચુટકો ભરો. તો પણ સેમે તેની બાઈકની સ્પીડ ધીમી ન કરી.

          "મે તને કહ્યું હતું ને કે બાઈક ધીમી ચલાવ તો પણ તું મારી વાત ન માન્યો. "સ્નેહાએ સેમની બાઈક પાછળથી નીચે ઉતરતા કહ્યું.

        "તારી વાત ન માન્યો એમાં વળી તારી જોડે શું અજુગતું થઈ ગયુ હે. . . ?"સેમે તેને જોઈ રહેલી સ્નેહાને કહ્યું.

      "જો તે બાઈક. . . ધીમુ ચલાવ્યુ હોત તો, આપણે બન્ને આના કરતા થોડો વધારે સમય સાથે રહ્યા હોત અને એકબીજા સાથે વધારે વાતો કરી શક્યા હોત. . . પણ તું સાવ ગાંડો છે. કંઈ સમજતો જ નથી"સ્નેહાએ તેની સામે જોઈ રહેલા સેમને કહ્યું.

       "ઓહ. સોરી. વાત તો તારી એકદમ સાચી છે, હું ગાંડો છું "સેમે તેનુ માથુ ખંજવાળતા સ્નેહા સામે સ્મિત કરતા કહ્યું.

       "ચલ. . . બાઈ. કાલે જીમમા મળીયે "સ્નેહાએ તેના મોબાઈલ નો લોક અનલોક કરતા સેમને કહ્યું.

        "કેમ. . . આટલી બધી ઉતાવળ કરે છે, વાતો ખાલી ધીમી ચાલતી બાઈક પર થાય એવુ જરૂરી નથી, આવી રીતે આમને સામને ઉભા રહીને પણ વધુ વાતો કરી શકાય "સેમે સ્નેહાને તેનાથી દૂર જતી અટકાવતા કહ્યું.

       "વાત. તો તારી એકદમ સાચી છે, પરંતું મારે મારા છોકરાને સ્કૂલે મોકલવાનો છે, એટલે તેને તૈયાર કરવાનો છે, એટલે જલ્દી જવુ જરૂર છે "સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યું.

       "ઓકે. કંઈ વાંધો નહી, વાત આમને સામને રહીનેજ થઈ શકે એવું જરૂરી નથી, મોબાઇલ થકી પણ થઈ શકે "સેમે પોતાના હાથમા રહેલા મોબાઈલને બતાવતા, સ્નેહાનો નંબર અલગ અંદાજમા આડકતરી રીતે માગતા કહ્યું. સેમના આ શબ્દો સાંભળીને સ્નેહા તેની સામે હળવુ સ્મિત કર્યું અને સેમને તેનો મોબાઈલ નંબર આપ્યો.

         આ મુલાકાત પછી, સ્નેહા અને સેમ રોજ ફોન પર વાતો કરતા, રોજ જોડે જીમ પર જતા, અમુકવાર સાથે ફિલ્મ જોવા, તો ક્યારે સાથે લંચ અને ડિનર પર જતા. આવી રીતે સ્નેહાનુ એકલવાયુ લગ્ન જીવન એક અલગજ સ્વરૂપ લઇ ને, ધીમે ધીમે જીવંત થઈ રહ્યુ હતું.

રાજેશનુ કામ પણ હવે વધી રહ્યુ હતું, જેના લીધે તે સ્નેહા અને તેના છોકરાથી સતત દૂર રહેવા લાગ્યો. રાજેશ જીદંગીની મજબુરી સામે મજબુત મન રાખીને લડી રહ્યો હતો, પરંતું સ્નેહાની એકલતા હવે સેમના લીધે અતરંગી બની રહી હતી.

           સ્નેહા હવે તેના છોકરા સુહાનને તે પોતે ભણાવતી નહોતી, તે તેને કોચિંગ ક્લાસીસમા મોકલતી હતી. જેના હિસાબે તે સેમને વધુ સમય આપી શકતી હતી. રાજેશ રોજે સ્નેહાને કોલ કરી તેના ખબર અંતર પૂછતો હતો. તે ભલે તેના ઘરથી દૂર રહેતો, પરંતું તેના ઘરની ચિંતા હંમેશા તેના ચિતમા રહેતી.

         

         * * * * * * * * * * * * * *

    સેમ અને સ્નેહા એક કોફીબારમા બેઠા છે, તે બન્ને બેસીને એકબીજા ને જોઈ રહ્યા છે,

      "કેમ. કંઈ બોલતી નથી, શું થયું ?"સેમે સ્નેહાની ખામોશીને જાણવાની કોશિશ કરતા કહ્યું.

     "બસ. . . કંઈ નહી, હું સતત બોરીગ ફીલ કર્યા કરુ છું, મને કંઈ ગમતુંં જ નથી, મને કંટાળો આવે છે. . . "બગાસુ ખાતા પોતાનુ મોઢુ બગાડતા સ્નેહાએ સેમને કહ્યું. સ્નેહાની આંખો ભીંજાઈ ગઈ હતી.

      "ઓહ. . ટેન્શન ના લઈશ, બધુ બરાબર થઈ જશે"સેમે સ્નેહાના હાથ પર પોતાનો હાથ મુકતા, પાણીનો ગ્લાસ આપતા સ્નેહાને કહ્યું.

       "સાચે. "સ્નેહાએ પાણીનો ઘુંટડો ભરતા સેમને કહ્યું.

     "હા. "સેમે સ્નેહાની પીઠ થપથપાવતા કહ્યું. સેમે બન્ને માટે કોફી ઓર્ડર કરી. થોડીવાર પછી વેઈટર કોફી લઈને આવ્યો.

     "આપણે. . આજે નાઈટના શોમા મુવી જોવા જઈએ?"સેમે ગરમ કોફીના કપ પર ધીરી ફૂક મારતા સ્નેહાને કહ્યું.

     "ના. . . યાર. . . સુહાન આજે રાત્રે તેની સ્કૂલ માથી ટુર પર જાય છે, એટલે મુવી જોવા જવુ શક્ય નથી "સ્નેહાએ સેમને ન જવાનું કારણ જણાવતા કહ્યું.

     "કેટલા દિવસ માટે. . . તે ટુર પર જવાનો છે?"સેમે કોફી પીઈ રહેલી સ્નેહાને પૂછ્યુ.

      "તે એક વિક માટે જવાનો છે "સ્નેહાએ સેમને કહ્યું.

      "ઓકે. . . તું અને તારા હસબન્ડ બન્ને એક નાની કપલ ટુર પર જઈ આવો. "

      "ઈમ્પોસિબલ. . . "સ્નેહાએ સેમને કહ્યું.

      "કેમ એવું ? "સેમે કારણ જાણવાની કોશિશ કરતા પૂછ્યુ.

    "કેમ કે તે તેની જોબમા વ્યસ્ત છે એટલે. "સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યું. સ્નેહાનો જવાબ સાંભળીને સેમ ચુપ રહ્યો.

      "ચાલ. . . આપણે મોલમા ફરવા જઈએ, ત્યાં તને સારુ લાગશે "સેમે સ્નેહાને જવાબ આપતા કહ્યું. સેમની આ વાત સાંભળીને સ્નેહા તેની સાથે સંમત થઈ અને બન્ને મોલમા ફરવા ગયા.

                  * * * * * * * *

      બીજે દિવસે સાંજના સમયે સ્નેહા તેના ઘરે એકલી હતી. તેના પર સેમનો કોલ આવ્યો,

       "હેય. કેમ છે ? "સેમે સ્નેહાની પરિસ્થિતિની પૂછપરછ કરતા કહ્યું.

      "ઠીક છુંં, બોલ. . . શુ કામ હતું? "સ્નેહાએ સેમને જવાબ આપતા પૂછ્યુ.

    "આજે. . . આપણે બહાર ડિનર કરવા જઈએ, જો તું મારી સાથે આવે તો "સેમે એક અલગ પ્રસ્તાવ મુકતા કહ્યું.

     "ના. . . મારો મુડ નથી "સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યું.

    "અરે. . . તું આવીશ તો તારો મુડ બનશે, ઘરમા આવી રીતે બેસી રહીશ તો મુડ વધારે પડતો ખરાબ થશે "સેમે સ્નેહાને સમજાવતા કહ્યું.

  "અરે. . . ના નથી આવવુ મારે, તું સમજને "સ્નેહાએ ના પાડતા સેમને કહ્યું.

  "તું મને મારી હર એક વાત પર હંમેશા ના પાડતી ફરે‌ છે, મે‌ આજ સુધી તારી એક પણ વાત ટાળી નથી, સમજવાની મારે નહી તારે જરૂર છે, તું મને સમજ તો સારુ"સેમે તેની લવારી શરૂ કરતા કહ્યું.

    "સારુ. . હવે‌ તું તારુ નાટક બંધ કર, હું ડિનર કરવા માટે તૈયાર છું"સ્નેહા ખોટી માથા કુટમા પડવા નહોતી માગતી એટલે તેને સેમને કહ્યું.

   "ગુડ. તું તૈયાર થઈ જા, હું તને‌ તારા ઘરેથી પીકઅપ કરીશ "સેમે કહ્યું.

   "સારુ. . "સ્નેહાએ સેમને જવાબ આપતા ફોન કટ કરતા કહ્યું.

   થોડીવાર પછી સેમ સ્નેહાને પિકઅપ કરવા માટે, સ્નેહાના ઘરે આવ્યો અને તે બન્ને ડિનર માટે બહાર ગયા.

                 * * * * * * * *.  *. *. *

       તે બન્ને સીટીથી બહાર હાઇવે પર આવેલા એક રેસ્ટોરન્ટમા જમવા ગયા. બન્નેએ તેને મનગમતું ભોજન આરોગ્યુ. ડિનર પત્યાં પછી બન્ને ત્યાં બહાર બેઠા અને વાતો કરતા હતા.

         "તું. . . તારી આંખો બંધ કર "સેમે સ્નેહાને કહ્યું.

         "કેમ. . . ?"સ્નેહાએ સેમને સવાલ કરતા કહ્યું.

         "તું થોડીવાર માટે આંખો બંધ કર, થોડીવાર પછી તને આપો આપ ખબર પડી જશે "સેમે સ્નેહાને જણાવતા કહ્યું.

         "ઓકે. "સ્નેહાએ આંખો બંધ કરતા સેમને કહ્યું. સ્નેહાએ જેવી આંખો બંધ કરી એટલે તરતજ સેમે એક કવર તેના હાથમા મુકયુ. જેવુ કવર સ્નેહાના હાથને અડકયુ કે તરતજ તેને તેની આંખો ખોલી અને તે કવરને જોતા બોલી,

         "આ શુ છે? "

         "તારા માટે સરપ્રાઇઝ છે, તું ઓપન કરીને ખુદ જોઈલે "સેમે સ્નેહા સામે સ્મિત કરતા કહ્યું. સેમના આ શબ્દો સાંભળીને સ્નેહાએ તે કવરને ખોલ્યું. તો તેની અંદરથી ટુરની અને હોટેલની ડિટેઈલ વાળુ એક કાગળ મળ્યુ.

       "અરે. . . તે કેમ અચાનકજ આ બધુ પ્લાન કરી નાખ્યુ "સ્નેહાએ સેમની સામે જોતા કહ્યું.

      "કેમ કે હું તને ગમતું સરપ્રાઇઝ આપવા માગતો હતો એટલે "સેમે સ્મિત કરતા કહ્યું.

       "પરંતું તને કેવી રીતે ખબર પડી કે મને ફરવા જવાનુ ગમે છે "સ્નેહાએ સેમને સવાલ કરતા પૂછ્યુ.

       "અરે. . તે તો મને કીધું હતુંં, કે મને ફરવા જવાનુ ખુબ ગમે છે "સેમે સ્નેહાના હાથ પકડતા કહ્યું. સેમના આ સરપ્રાઇઝથી સ્નેહા રોમાંચિત થઈ ગઈ અને તેને સેમને પોતાની બાથમા લઇ લીધો. સેમે પણ સ્નેહાના માથામા હાથ ફેરવતા તેના ગાલ પર ચુંબન કર્યું. બન્નેએ એકબીજાના હાથ પકડ્યા અને તે કાર પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા. સેમે સ્નેહાના ઘરની બહાર કાર ઉભી રાખી, સ્નેહાએ કાર માંથી બહાર ઉતરતા પહેલા સેમને તેના ગળે લગાવ્યો, સેમે તેના હોઠ સ્નેહાના હોઠ નજીક લીધા, પરંતું સ્નેહા ઝડપથી કારનો દરવાજો ખોલીને બહાર ચાલી ગઈ. સેમ તેને જતી જોઈ રહ્યો હતો, તે થોડે દૂર ઉભી રહી અને સેમની તરફ એક ફલાઈગ કિસ ફેંકી. સેમે તેની આંખ મિચકારતા સ્મિત સાથે સ્નેહાને સામે ફલાઈગ કિસ આપી. સ્નેહાએ તેને સ્મિત સાથે બાઈ. . બાઈ કહેતા હાથથી સેમને ઇશારો કર્યો. સેમે પણ બાઈ. . બાઈ કહ્યું અને તે ત્યાંથી નિકળી ગયો.

      સ્નેહાએ તેના કપડા ચેન્જ કર્યાં અને તેના પતિનો કોલ રીસીવ કરી તેની સાથે વાતો કરવા લાગી. થોડીવાર સુધી વાતો ચાલી અને સ્નેહા સુવા માટે પથારીમા આડી પડી. ત્યાં તેના મોબાઈલના વ્હોટ્સએપ પર સેમનો મેસેજ આવ્યો,

        "કાલે સવારે વહેલા તૈયાર થઈ જજે, આપણે ફરવા જવાનુ છે, હું તને તારા ઘરેથી પિકઅપ કરીશ"

       "ઓકે. ગુડ નાઈટ ️ "સ્નેહાએ સેમને રીપ્લે કરતા કહ્યું.

       "તને. કેવુ લાગ્યુ મારુ સરપ્રાઇઝ. . "સેમે સ્નેહાને પૂછતા કહ્યું.

       "સુપર. . "સ્નેહાએ જવાબ આપતા કહ્યું.

       "ખરેખર. ?"સેમે પાક્કી ખાતરી કરવાની કોશિશ કરતા કહ્યું.

       "હા. ગુડ નાઈટ. . બાઈ. . . "સ્નેહાએ સેમને રીપ્લે કરતા કહ્યું.

       "પ્લીઝ. થોડીવાર. . વાત કરને "સેમે વિનંતી કરતા સ્નેહાને કહ્યું.

       "ના. . . હું થાકી ગઇ છું, અને કાલે આપણે ફરવા પણ જવાનુ છે, એટલે નિંદર કરવી જરૂરી છે. . તું પણ સુઈજા"સ્નેહાએ સેમને જવાબ આપતા કહ્યું.

       "ઓકે. . . ગુડ નાઈટ. . . બાઈ "સેમે સ્નેહાના જવાબની રિપ્લે આપતા કહ્યું.

       "હમમમ. ️"સ્નેહાએ સેમને છેલ્લો મેસેજ કરો, અને તે ગાઢ નિદ્રામાં પોઢી ગઇ.

            **** * *

        શુભ સવાર થઈ, સ્નેહા વહેલા ઉઠી ગઈ અને તે તૈયાર થઈ ગઈ. સેમે તેને તેના ઘરેથી પિકઅપ કરી અને તે ગોવા ફરવા ગયા. તેને છ કલાકની મુસાફરી કરી અને અંતે ગોવાની તેને બુક કરાવેલી હોટલ પર પહોંચ્યા. સ્નેહાએ તેનુ બધુજ ભાન ભૂલીને સેમ સાથે મન મુકીને પ્રેમસભર પળો માણી. તે હવે ખુશ હતી. તે બન્નેએ એક થઈને ગોવાની મજા ભરપુર માણી.

        સેમ અને સ્નેહાનો આજે ગોવામા છેલ્લો દિવસ હતો. તે સવારે હોટલ પરથી ચેક આઉટ કરીને પોતાના ઘરે પાછા આવવાના હતા.

          રાતના બાર વાગ્યા હતા. સેમ અને સ્નેહા બન્ને નાઈટ શુટમા તેના રૂમમાથી બહાર નિકળીને હોટલની પાછળ રહેલા બીચ તરફ જઈ રહ્યા હતા. તેજ સમયે રાજેશ તેના રૂમ તરફ આવી રહ્યો હતો. તેને સ્નેહાને સેમ સાથે જતી જોઈ, આ જોયને રાજેશે તરતજ સ્નેહાને કોલ કરો, પરંતું સ્નેહાએ તેનો કોલ કટ કરો. રાજેશે ફરી કોલ કરો, સ્નેહાએ ફરી તેનો કોલ કટ કરો, આવુ ઘણી બધી વાર થયું. અંતે તેને રાજેશનો કોલ રીસીવ કરો.

          "હેલ્લો. . . બોલો શું કામ છે "સ્નેહાએ તેના પતિને પૂછ્યુ.

        "કેમ. . . કોલ કટ કરી નાખે છે"રાજેશે તેની પત્નીને પૂછ્યુ.

       "મને. . નિંદર આવે છે એટલે "સ્નેહાએ રાજેશને કહ્યું.

     "અત્યાંરે તું ક્યા છે? "રાજેશે સ્નેહાને સવાલ કરતા કહ્યું.

     "હું. . . આપણા ઘરે છું "સ્નેહાએ જવાબ આપતા કહ્યું.

    "સુહાન સાથે વાત કરવી છે મારે "રાજેશે સ્નેહાને કહ્યું.

‌‌ "સુહાન. સ્કુલની ટુરમા ગયો છે "સ્નેહાએ રાજેશને કહ્યું.

  "ઓકે. . . હું બે દિવસ પછી ઘરે આવીશ "રાજેશે સ્નેહાને કહ્યું.

  "સારુ. . . ગુડ નાઈટ "સ્નેહાએ રાજેશને કહ્યું.

  "ગુડ. નાઈટ"રાજેશે સ્નેહાને કહ્યું અને કોલ કટ કર્યો.

ત્યાંર બાદ રાજેશે બીચ તરફ જઈ રહેલા સેમ અને તેની પત્ની સ્નેહાનો પીછો કરો.

     બીચ પરનો દરિયો, તેની મોજના મોજા ઉછાળી રહ્યો હતો. સેમ અને સ્નેહા બન્ને એકબીજાને વળગીને વ્હાલ કરી રહ્યા હતા. તેજ સમયે જોરદાર ધડાકા સાથે સ્નેહાની ઉઘાડી પીઠ પાછળ એક ગોળી વાગી જેના હિસાબે સ્નેહાના મુખ માથી મોટી સીચ નિકળી આવી એની સાથેજ તે ગોળી સ્નેહાના શરીર નીચે દબાયેલા સેમના હ્દયમા સમાઈ ગઈ.

        સ્નેહાએ તેનું પડખું ફેરવીને તેની સામે રહેલા વ્યક્તિને જોયો, તો તે તેનો પતિ રાજેશ હતો, અને તે બોલી,

       "સો. રીરીરીરી. . "આટલુ બોલતા ની સાથેજ રાજેશે ફરી બે ચાર ગોળીઓ સ્નેહાની છાતીમાં ઠોકી દીધી. ધીમે ધીમે ઉભો થઇ રહેલા સેમના કપાળ વચ્ચે રાજેશે પિસ્તોલ મુકી અને તેના કપાળને પિસ્તોલમા બચેલી ગોળીયુ થી વિંધી નાખ્યું.

        બીચ પર રહેલી પોલીસે તેને એક કપલના ખૂન કરવાના આરોપમા પકડી લીધો અને તેને જેલમા નાખી દીધો. કેસની તપાસ વખતે તેને કોર્ટમાં તેને કરેલા ખૂન વિશે પૂછવામાં આવ્યુ, ત્યારે તેને કહ્યું,

       "હા. . . હું ખૂની છુંં, મને આ ખૂન કરીને ખુબ આનંદ થયો "

 "તમે તેનુ ખૂન કેમ કરું તેનુ કારણ હું જાણવા માગુ છું"ન્યાયધીશે રાજેશને સવાલ કરતા પૂછ્યુ.

   "મે જે સ્ત્રીનું ખૂન કરુ છે, તે સ્ત્રી મારી પત્ની હતી, અને તેની સાથે રહેલો પુરુષ તેનો બોયફ્રેન્ડ હતો, હું મારી પત્ની અને મારો નાનો છોકરો બધી સુખ સાયબી ભોગવી શકે તે માટે દિવસ રાત, અલગ અલગ શહેરોમા દોડીને માર્કેટીંગ કરીને, પૈસા કમાતો હતો, પરંતું મારી પત્નીએ મારી સાથે દગો કરો એટલે મે તેનુ ખૂન કરી નાખુ"રાજેશે ગભરાટ વગર ન્યાયધીશને જવાબ આપ્યો.

      "તમારી પત્નીએ તમારી સાથે દગાખોરી કરી એટલે તમે તેને મોતને ધાટ ઉતારી દીધી, પરંતું પેલા પુરુષને તમે કેમ મારી નાખ્યો? એ મને નથી સમજાતું "ન્યાયધીશે રાજેશને સવાલ કરતા કહ્યું.

      "કેમ કે તે પુરુષને મે ધણી બધી વાર, ગોવામા અલગ અલગ સ્ત્રી અને નાની વયની યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો જોયો છે, મારુ લગ્ન જીવન જેવી રીતે તેને બરબાદ કરુ એવી રીતે હું બીજા લોકોનુ જીવન બરબાદ ન થાય એટલા માટે મે તે બન્ને ને મોતને ઘાટ ઉતારી દીધા "રાજેશે ન્યાયાધીશને સચોટ જવાબ આપતા કહ્યું.

      "તારી વાત અને તે લીધેલો નિર્ણય તારી રીતે સાચો છે, પરંતું કાયદાઓની રીતે તે કરેલુ કામ ખોટુ છે, એટલે તારે જેલમા રહીને તેની સજા ભોગવવી પડશે "ન્યાયધીશે રાજેશ સામે જોતા કહ્યું.

     "મને તમારી આ સજા મંજુર છે "રાજેશે બેફિકર થઇને સજાનો સ્વીકાર કરવાની તૈયારી બતાવતા ન્યાયધીશને કહ્યું.

      "હું તને તારી સજા સંભળાવુ તેની પહેલા તને એક અંગત સવાલ કરવા માગુ છું?તને મંજુર છે. . . બોલ"ન્યાયધીશે રાજેશને પૂછ્યુ.

     "હા. . . મને મંજૂર છે "રાજેશ બોલ્યો.

     "તને. તારી ખૂનની સજાથી ડર નથી લાગતો? "ન્યાયધીશે રાજેશને પૂછ્યુ.

    "ના. . . મને ડર નથી લાગતો "રાજેશ ઉંચા અવાજે બોલ્યો.

      "કેમ. . . ડર નથી લાગતો ?"ન્યાયાધીશે ફરી રાજેશને પૂછ્યુ.

     "હું કાયદાનો આદર કરું છું એટલે મને ડર નથી લાગતો, અને આપણા દેશમા સજા પણ સારા કામ કરવા વાળાનેજ થાય છે "રાજેશ બોલ્યો. રાજેશના આ શબ્દો સાંભળીને ન્યાયાધીશ મુંઝાઇ ગયો, તેને ખબર નહોતી પડતી કે મારે શું કરવું જોયે. હું આ આરોપીને સજા કરુ કે ન કરું તેની પર તે વિચારી રહ્યા હતા. અંતે ન્યાયધીશે રાજેશને કાયદાની કલમ પ્રમાણે સજા કરી. રાજેશે પણ કોઈ પણ પ્રકારની બચાવ અરજી કર્યા વગર તે સજાનો સ્વીકાર કરો.

             ****

            રાજેશ આજે તેની સજા પુરી કરીને જેલની બહાર જવાનો હતો, તે દિવસે તેને જે ન્યાયધીશે સજા કરી હતી, તે ન્યાયધીશ રાજેશને મળવા આવ્યો અને બોલ્યો,

        "કેમ છે ?મને ઓળખે છે ? "ન્યાયધીશે જેલના દરવાજાના સળીયામાથી તેને જોઈ રહેલા રાજેશને પૂછ્યુ.

       "હા. . . હું તમને ઓળખુ છું "રાજેશ બોલ્યો.

      "આજે. . . તારી સજાનો છેલ્લો દિવસ છે, હવે તું કાય માટે તારા આ ગુનાથી આઝાદ થઇ જઇશ "ન્યાયધીશ બોલ્યો.

       "હું સજાથી આઝાદ થઈશ, ગુન્હાથી નહી"રાજેશે ન્યાયધીશને જવાબ આપ્યો.

       "કેમ. એવું ?"ન્યાયધીશે ફરી સવાલ કરતા કહ્યું.

       "કેમ કે વાસ્તવિકતા કયારેય બદલાતી નથી "રાજેશ બોલ્યો.

       "સાચી. . . વાત છે "ન્યાયધીશ હળવુ હાસ્ય કરતા બોલ્યા.

        "હું સાચો હતો , તો પછી તમે મને સજા કેમ ફટકારી? "રાજેશે ન્યાયધીશને સવાલ કરતા કહ્યું.

       "કેમ કે તું કાયદાનો આદર કરવા માગતો હતો, અને બીજુ વાસ્તવિકતા કયારેય બદલાતી નથી "ન્યાયધીશે રાજેશને જવાબ આપતા કહ્યું. રાજેશ ન્યાયધીશ નો આ જવાબ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો.

           "તું કેમ હસે છે ? "ન્યાયધીશે રાજેશને હસતો જોઈને પૂછ્યુ.

        "કેમ કે મે પહેલીવાર, એક ન્યાયધીશ ને તેને સજા ફટકારેલા આરોપીને મળવા આવતા જોયા છે એટલે. "રાજેશ ન્યાયધીશ સમક્ષ પોતાનો જવાબ આપતા કહ્યું, અને ફરી તે હસવા લાગ્યો.

      "તમે મને એક સવાલનો જવાબ આપોને . "રાજેશે ન્યાયધીશને કહ્યું.

      "તું સવાલ જણાવ મને. . . તો હું તને જવાબ આપીશ "ન્યાયધીશ બોલ્યા.

      "તમે મને મળવા કેમ આવ્યા ? "રાજેશે ન્યાયધીશને સવાલ કરતા કહ્યું.

      "તું સાચો હતો, એટલે હું તને મળવા આવ્યો "ન્યાયધીશ બોલ્યા. આ શબ્દો સાંભળીને રાજેશની આંખો હરખના આંસુથી છલકાઈ આવી. ન્યાયધીશે તેની બેગમા રહેલી પાણીની બોટલ રાજેશને આપી. રાજેશે પાણી પીધુ અને ન્યાયધીશ સામે સ્મિત કરતા તેનો આભાર વ્યક્ત કર્યો. રાજેશ તેની સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવ્યો અને ફરી તેને પોતાનું કામ શરૂ કર્યું.

        ****


Rate this content
Log in

Similar gujarati story from Drama