Khodifad Mehul

Others

3  

Khodifad Mehul

Others

પ્રકાશ અને રોશની

પ્રકાશ અને રોશની

3 mins
7.2K


"હાય...પ્રકાશ, તું કેમ છે? તું અચાનક અહીં?અને સાચેમાં તુજ છે કે પછી તારો ભટકતો આત્મા? રોશની એ પ્રકાશને પૂછ્યું.

"હેલ્લો... રોશની... મજામાં, હું કોઈ ભટકતો આત્મા નથી, મજાક ના કરીશ. તું આ આત્માનો ખોટો ખ્યાલ તારા મગજ માથી કાઢી નાખજે, જેથી કરીને અમુક સારી, સાથે રાખવા જેવી સાચી બાબતોને પણ તારા મગજની મધુરતા માણવા મળે." પ્રકાશે તેના અંદાજમા જવાબ આપ્યો.

"ઓહ... હે...એવું છે." રોશની એ હસતાં હસતાં તેના જવાબને ઝબકારો આપ્યો.

આ ઝબકારાથી પ્રકાશના દિલનો ઘબકારો વધ્યો.

"હુ જીવું છું તો પણ, તને કેમ હું  ભટકતો આત્મા છું એવો આભાસ થયો?" પ્રકાશે રોશનીને સવાલ કર્યો. 

"કેમ... કે મેં તને કીધું હતું કે તું પણ મારી સાથે કેનેડા સ્ટડી કરવા આવીજા, પરંતુ તે મારી વાતને વિચાર્યા વગર વખોડી નાખી, અને મને ત્યારે તે ગુસ્સામાં જા તારે જ્યાં જવું હોય ત્યાં, હું તને હવે ક્યારેય નહીંં બોલાવું, તું તારી જિંદગી જીવ, હું મારું તારા વગર જે થાય તે જોઈ લઈશ, અને નહીં રહેવાય તો મરી જઈશ. આપણને બન્નેને કાયમ માટે અલગ કરી દે એવી તારા ગુસ્સાની એ આગ હતી. મને તો તને કેમ સમજાવું એજ નહોતું સમજાતું અને તારા એ શબ્દ પણ મને નહોતા સમજાતા."

પ્રકાશના ગુસ્સાની આગને અભિવ્યક્ત કરતા   રોશનીની આંખો આંસુથી ભીંજાઈ ગઈ.

"મારી કોઈ પણ વાતમાં તારું રડવાનું તો શરૂ થઈ જાય તરત, હું ભટકતો આત્મા છું એવું કેમ તને લાગ્યું એતો કહે મને..." પ્રકાશે જવાબ માગ્યો.

"કેમ, કે મે તને સમજાવા તારી સાથે ધણો સંપર્ક કરો, પરંતુ તે મારો એક પણ કોલ રીસીવ ના કર્યો. હું તને મળવા આવી તારા ઘરે તો પણ તું તારા રૂમની બહાર ના આવ્યો.

ફેસબુક અને વોહટસપ બધું બંધ કરીને બેસી ગયો. મારા તને મનાવાના અને સમજાવાના બધા પ્રયત્નો પરાસ્ત થયા. ફલાઈટમાં પણ મને મારી ફોરેન સ્ટડી કરવા જવાની ખુશી કરતા તારાથી દૂર થવાની અને તારી નારાજગીની ગમગીની મારા મનમાં ગમની જેમ ચોંટી ગઈ. મેં તને કેનેડા આવ્યા પછી પણ તારો સંપર્ક કરવાની કોશીશ કરી, તે પણ નાકામ રહી અને મને તેના પરથી લાગ્યું કે તું હંમેશા માટે મારાથી દુર થઈ ગયો. આઈ મીન, યુ કમિટેડ સુઈસાઈડ અને આ વિચારથી જ મને એવું લાગ્યું કે આ તું નહીં આ તારો આત્મા છે. રોશની એ આંસુ લૂછતાં જવાબ આપ્યો. 

"ઓહ...! એવું છે? હું જલદી મરી જાઉં એવો નથી." પ્રકાશે મલકાતા મલકાતા જવાબ આપ્યો.

"રોશની, મેં તારા પર તને ગમે નહીં તેવો ગુસ્સો કર્યો, તારા ધણાં બધા કોલ રીસીવ ન કર્યા, તું મને મારા ઘરે મળવા આવી તો પણ હું તને મળવા ન આવ્યો, મેં તારી મને સમજાવાની, મનાવવાની એક પણ કોશીશને કામીયાબ ના થવા દીધી. ઈન શોર્ટ, મેં તને પ્રેમ કરતા નફરત વધુ કરી તો પણ તે મને ફરી સંપર્ક  કરવાની કોશીશ કરી, એવું કેમ?"

"કેમ કે, તે મારા પર ગુસ્સો કર્યો તે તારી નફરત હતી, તે મારા કોલ રીસીવ ન કર્યો તે તારી નફરત હતી, હું તારો સંપર્ક  કરવામાં કામીયાબ ન થાવ તે માટે તે ફેસબુક અને વોહટસપ બંધ કર્યાં. તે તારી નફરત હતી. હું તને તારા ધરે મળવા આવી તો પણ તુ મને મળવા ન આવ્યો તે તારી નફરત હતી. તું મારી વાત સમજો અને માન્યો નહીં એ તારી નફરત હતી."

"હા... હું એજ જાણવા માગું છું કે  મે તને નફરત કરી તો પણ તે સંપર્ક કરવાની કોશીશ કેમ કરી?" રોશની પ્રકાશને જવાબ આપતી હતી તો પણ તેને ફરી એજ સવાલ રોશનીને કર્યો.

"હા, તું નફરતથી સળગતો હતો, તું મને નફરત કરતો હતો. પણ હું તને પ્રેમ કરતી હતી, એટલેજ તારી એ નફરતની મને અસર ન થઈ. પ્રકાશ હંમેશા સળગતો હોય છે, તેના સળગવાથીજ રોશનીનો ઉદ્દભવ થાય છે. જ્યાં પ્રકાશ હોય ત્યાંજ રોશની હોય,અને જયા રોશની હોય ત્યાજ પ્રકાશ હોય. પ્રકાશ અને રોશની હંમેશા સાથેજ હોય, પ્રકાશ અને રોશનીને ક્યારેય પણ અલગ નથી કરી શકાતા." રોશનીએ જવાબ આપ્યો.

તેના ગોરા ગાલની લાલાશ વધી ગઈ હતી.

"પ્રકાશ, તું કેમ અચાનક કેનેડા આવી ગયો?" રોશનીએ પ્રકાશને સવાલ કર્યો.

"પ્રકાશ અને રોશની ક્યારે પણ અલગ નથી રહી શકતા, રોશની અને પ્રકાશ હંમેશાં એક સાથેજ હોય છે." પ્રકાશે રોશનીને જવાબ આપ્યો.

એકબાજુ આકાશમાં ક્રિસમસની આતશાબાજી થતી હતી. કેનેડાના રસ્તા અને ઉંચી ઈમારતો પ્રકાશ અને રોશનીથી રંગાઈ રહી હતી. તો બીજીબાજુ રોશની પ્રકાશની બાહોમાં તણાઈ રહી હતી.


Rate this content
Log in