Khodifad Mehul

Others

3  

Khodifad Mehul

Others

આધાત

આધાત

5 mins
589


કૃણાલ તેની કંપનીની કેબીનમાં બેઠો છે. તેના લેપટોપને ઓન કરી ને, હાથમા પકડેલા કપમાંથી હુંફાળી ચાના ધૂટડા ધીમે ધીમે ભરે છે. સાથેસાથે એક હાથની આંગળીથી માઉસની છકડી ફેરવી ઇનબોકસમા આવેલા ઇમેલ ચેક કરે છે. તેમા અમુક મેઈલ રોજબરોજની કામગીરીની જાણકારી આપતા હતા. તો અમુક મેઈલ વેન્ડરોના બાકી પેમેન્ટની મુંઝવણ બતાવતા હતા. તો અમુક મેઈલ કંપનીમાં નવી સુવીધા ઊભી કરવાની માગણી કરતા હતા. એક બે મેઈલ જુદાજુદા ડીપાર્ટમેન્ટમાં ચાલતા હોબાળાની આગ ઓકતા હતા.અમુક મેઈલમાં સરકારી નોટીસના ફટકા હતા.

"ગુડ મોર્નિંગ સર,આપણા સ્ટાફ મેમ્બર કોનફરન્સમા તમારી રાહ જુવે છે" કૃતીયે કૃણાલને ટકોર કરી.

"ગુડ મોર્નિંગ...હુ થોડીવારમાં ત્યા હાજર થઇશ." કૃણાલે ચાના કપને ટેબલ પર મુકતા જવાબ આપ્યો. 

"ઓકે...સર"કૃતીયે જવાબ આપ્યો. 

"ગુડ મોર્નિંગ એવરીવન." કૃણાલે શુભ શબ્દથી પોતાના કામની શરુઆત કરી. તેને તેની કંપનીના નવા પ્રોજેક્ટની જાણકારી તેના સ્ટાફ મેમ્બરને આપી. ત્યાર બાદ   એક પછી એક ડીપાર્ટમેન્ટ હેડ પોતપોતાના ડીપાર્ટમેન્ટમાં થયેલા કામનો રીપોર્ટ કૃણાલને આપે છે. સાથે સાથે કૃણાલ પણ નવાનવા કામ દરેક ડીપાર્ટમેન્ટ હેડને  આપતો જાય છે. સાથેસાથે અમુક કામ પુરુ ન થવાનો ગુસ્સો પણ ઠાલવતો જાય છે. સવારની આ મીટીંગ પુરી કરી કૃણાલ તેની કેબીનમાં જાય છે.

પોતાના ટેબલ પરથી ફૉન ઉઠાવી એકાઉન્ટન્ટને પેમેન્ટ રીલીજ કરવાની પરવાનગી આપે છે. નવી સુવીધાને ઉભી કરવાની પરવાનગી આપે છે. સરકારી નોટીસોને સોલ્વ કરવા તે પોતાના મોબાઈલથી વકીલ જોડે સલાહ સુચન માગે છે. પોતાના નવા પ્રોજેકટ માટે પૈસાની સગવડ માટે બેન્કો પાસે લોન માગવાની મથામણ પણ કરે છે. થોડો સમય નિકાળીને તે લંચ કરે છે. પોતાને મળવા આવેલા માણસો સાથે મિટીંગ કરે છે. રોજ આ રીતે તે પોતાનુ કામ ચાલુ રાખી કંપની ચલાવે છે. 

એપ્રીલ મહીનો પુરો થવાને એક અઠવાડિયાની વાર હતી. કંપનીમાં બધેજ પગાર વધારાની વાતો થતી હતી. પરંતુ પગાર વધારાની જાહેરાત ના થઇ. બધા કર્મચારીયો એચ.આર. ડિપાર્ટમેન્ટમાં આ બાબતની બબાલ કરતા હતા. આ બબાલ કૃણાલ તેની કેબીનની બારી માંથી જોઈ રહ્યો હતો. પોતાના હાથમાં રહેલા કપમાંથી ચાનો એક ઘુટ ભરે છે. પરંતુ પેલા ઝધડાને જોવામા તેની આ ગરમ ચા ઠંડી થઇ ગઇ હતી. તે આ ચાનો કપ તેના ટેબલ પર મુકે છે. પોતાના પેન્ટના ખીસામાંથી સિગરેટનુ પેકેટ કાઢે છે. તે માથી એક સિગરેટ સળગાવી બારી પાસે ઉભો થઇને કસ ઉપર કસ મારી, તેની ચિંતાને ધુમાડો કરવાની કૉશીશ કરે છે. ડ્રાઈવર તેની કેબીનમા જાય છે, લેપટોપને બંધ કરી બેગમાં મુકી તે ડ્રાઈવર તે બેગ લઇને ચાલતો થાય છે. ડ્રાઈવર આ બેગ કૃણાલની કારમા મુકે છે. કૃણાલ પણ પુરી થયેલી સિગરેટને કચરા ટોપલીમાં નાખે છે. એક ગ્લાસ પાણી પીને પોતાનો કોટ પહેરીને ઓફીસની બહાર નીકળીજાય છે. ઓફીસની બહાર ઉભેલી કારનો ડોર ખોલી, સીટ પર બેસી સીટ બેલ્ટ બાંધે છે. તેના મોબાઈલમાં આવેલો કોલ રીસીવ કરે છે, તેની સાથે તે ડ્રાઈવરને ગાડી ચલાવાનો ઇશારો કરે છે.ડ્રાઈવર ગાડી હોટલ તરફ હાકી મુકે છે. 

કૃણાલ થોડીવારમા હોટલ પર પહોંચી જાય છે. તે રીલેક્સ થઇને ડિનર કરે છે. તેના રૂમની બાલ્કનીમાં બેસીને પોતાના ફોનથી તેની પત્નીને કોલ કરે છે. 

"હેલ્લો...પપ્પા" તેનો ટેણીયો કોલ રીસીવ કરે છે. 

"હેલ્લો બેટા, તે જમી લીધુ ? મમ્મી શુ કરે છે ? "કૃણાલે તેના ટેણીયાને પુછયુ.

"હા...પાપા..., મમ્મી જમે છે, તમે ચોકલેટ લઇને જલદી આવોને, નહીતો મમ્મી મને સુવાડી દેશે" ટેણીયા એ તેના અંદાજમા જવાબ આપ્યો. 

"હા..બેટા, હુ ચોકલેટ લઇને જલદી આવુ છુ. તારી મમ્મીને ફોન આપ." કૃણાલે ટેણીયાને સમજાવતા કહ્યું.

"મમ્મી,પપ્પા સ્પીકીંગ" ટેણીયા એ આવુ બોલતા, તેને મોબાઈલ તેની મમ્મીના કાન પર ધર્યો.

"હલ્લો...તમે હોટેલ પર આવી ગયા ? જમી લીધું ?"ધારાએ ટેણીયાના હાથમાંથી ફોન લઇને કૃણાલને પુછ્યુ.

"હા..હુ હોટેલ પર છુ, મે જમી લીધું છે, તે જમી લીધું ? "કૃણાલે ધારાને જવાબ આપતા પુછ્યુ.

"હા... બસ હમણાંજ જમવાનું પતાવ્યુ, તમે ધરે કયારે આવાના ? "ધારાયે જવાબ આપતા કૃણાલને પુછ્યુ.

"બે દિવસ પછી આવીશ, મલયને મનાવીને સુવડાવી દેજે." કૃણાલે ધારાને જવાબ આપ્યો. 

"સારુ, તમે પણ ટાઇમે સુઇ જજો, મોડી રાત સુધી જાગતા નહી, ગુડ નાઈટ."ધારાયે કૃણાલ ને જવાબ આપ્યો.

"સારુ,ગુડ નાઈટ,બાય." કૃણાલ ધારાને જવાબ આપી મોબાઈલ સાઇડમાં મુકે છે. 

કૃણાલ તેની બેગમાંથી લેપટોપ બહાર કાઢી તેને ઓન કરે છે. ટેબલ પર પડેલા સિગરેટના પેકેટમાંથી એક સીગરેટ સળગાવીને, ધુમાડા કાઢવાનુ ચાલુ કરે છે. સાથેસાથે મેઈલમાં આવેલી તેની કંપનીની બેલેન્સશીટ લેપટોપમા ચેક કરે છે. તેના મોમાંથી ધુમાડાના ગોટા વધી રહ્યા હતા. કૃણાલની નજર બેલેન્સશીટના લાલ આંકડાઓની જેમ લાલ થઇ ગઇ. કૃણાલની આંખો સામે ચમકતા ચિતારા વગરનુ, ચાંદાના પ્રકાશ વગરનુ અમાસનુ અણગમતુ આકાશ હતુ.

અચાનક ડોરબેલ વાગે છે. પરંતુ કોઈ ઉભુ થઇને ડોર ખોલતુ નથી. કૃણાલના મોબાઈલ પર રીંગો પર રીંગો કરવામાં આવે છે, પરંતુ એક પણ કોલ રીસીવ નથી થતો. અંતમા હોટેલનો સ્ટાફ ઇમરજન્સી કીથી કૃણાલનો કમરો ખોલે છે. 

"વ્હાલા ટીમ મેમ્બર, 

શુભ સવાર, હુ તમારી આશાઓને સમજવાની કોશીશ કરુ છુ. હુ આજે જે કંઈ પણ છું, તે તમારી મહેનતના પરિણામે છું. છેલ્લા છ વર્ષથી આપણી કંપનીએ સારો એવો દેખાવ કર્યો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આપણે થોડા નબળા પડી ગયા છીએ. નફોખોટએ ધંધાર્થીના ધ્યેયનોજ એક ભાગ છે. મારુ મનોબળ, મારો આત્માવિશ્વાસ, મારી ઇચ્છા એ તમારી મહેનતથીજ છે. મને આશા છે કે આવનારા દિવસોમાં તમારી મહેનત મારા ધંધામાં રંગ લાવશે. છેલ્લા બે વર્ષથી મારી ઇચ્છાઓ આશા બનીનેજ રહી ગઇ છે. સપના દરેક માણસના હોય છે, મારા સપના છેલ્લા બે વર્ષથી ટુટી રહ્યા છે. આ વખતે મને બેલેન્સશીટ લેટ મળવાના લીધે, હુ આપ સૌવના પગાર વધારવામાં લેટ પડયો, તે બદલ હુ માફી માગુ છુ. ભલે મારી કંપની છેલ્લા બે વર્ષથી નુકશાન ભોગવી રહી છે. પરંતુ તમારા કામના પરસેવા પર મને વિશ્વાસ છે કે તમે ફરીથી કંપનીનો વિકાસ કરશો. આવતી કાલે તમને બધાને તમારા ઈન્ક્રીમેન્ટ લેટર મળી જશે. મારા ટેણીયા માટે ચોકલેટની ફેકટરી બનાવા માટે સેવ કરેલા પૈસા આપ સૌવને હુ ઈન્ક્રીમેન્ટ રૂપે આપુ છું. આપ સૌને સાથ અને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે.

આભાર,

કૃણાલ કેશવાની,

મેનેજીંગ ડાયરેક્ટર.

       આ મૈઇલ કૃણાલના લેપટોપ પર દેખાય છે. કૃણાલની આસપાસ પીધેલી સીગરેટના ટુકડા પડયા છે, તો તેના એક હાથની આંગળીમા ઓલવાઈ ગયેલી સીગરેટ જોવા મળે છે. કૃણાલના બીજા હાથની એક આંગળી લેપટોપની  એન્ટર કીથી થોડી ઉપર વાકી વળી ગયેલી જણાય છે. હોટેલના સ્ટાફ મેમ્બર એક પછી એક કૃણાલને બોલાવે છે, તેને હલાવે છે, પરંતુ કૃણાલનુ શરીર કોઈ પણ જાતનો રીસ્પોન્સ આપતુ નથી. તેના હિસાબે આ ઈન્ક્રીમેન્ટનુ એનાઉન્સ અને કૃણાલના છોકરાનું સપનુ અધુરુ રહી જાય છે. ડોક્ટરે આપેલા રીપોર્ટ પરથી જાણવા મળે છે કે, કૃણાલનુ મૃત્યુ આધાતથી થાય છે. 


Rate this content
Log in