Khodifad Mehul

Drama

2  

Khodifad Mehul

Drama

બચત

બચત

6 mins
310


"તમે જલ્દી ઉભા થાવ હવે,જમવા નથી બેસવું?"

દીપ્તિએ ટીવી જોઇ રહેલા તેના પતિ દિપેનને કહ્યું. 

     "તારે કેમ આજે ઉતાવળ છે,હજુતો જમવાનો ટાઇમ પણ નથી થયો" દિપેને તેની સામુ જોઈ રહેલી દીપ્તિને જોતા કહ્યું.

    "આજે મે તમારા માટે તમારી મનગમતી સ્વીટ બનાવી છે, એટલે ઉતાવળ છે મારે "દીપ્તિએ તેની કમર પરથી છુટી ગયેલા દુપટ્ટાને કમર ઉપર બાંધતા દિપેન ને કહ્યું .

    " ના હોય...શુ બનાવ્યું તે આજે મારી માટે?"દિપેને દીપ્તિની વાતને નકારતા કહ્યું. 

     "મે બનાવ્યું એટલે મને ખબર છે,ના હોય એવુ બોલવાની કોઇ જરૂર નથી તમારે હા..."દીપ્તિએ તેના ગાલ ઉપર આવેલી વાળની લટને સરખી કરતા દિપેન ને કહ્યું.આ સાંભળીને દિપેનના ચહેરા પર હળવુ હાસ્ય હયાત થયુ.

     "તે મારા માટે જમવાનુ બનાવ્યું એટલે તનેજ ખબર હોયને,મને થોડી ખબર હોય...એટલે મે ના હોય એમ કહ્યું.એમા આટલી બધી મુંઝાઇ કેમ ગઇ?"દિપેને ગુસ્સાથી ગરમ થયેલી તેની પત્ની દીપ્તિને કહ્યું. 

     "તમે બોવ હોંશિયાર છો,તો પછી મને કેમ આવા ખોટા સવાલો ઉભા કરીને મુંઝવો છો..હે "દીપ્તિએ તેની કુરતીના પલ્લુ પર ચોંટેલા લોટને હાથથી ખંખેરતા દિપેનને કહ્યું. 

   "તો તે ફાઇનલી સ્વીકાર્યુ કે હું હોંશિયાર છુ,આભાર ...હવે તો તુ કહે કે શુ બનાવ્યું મારા માટે ?" દિપેને ફરી સ્મિત કરતા દીપ્તિને કહ્યું.

    "મે તમને કહ્યું તો ખરુ કે તમારી મનગમતી સ્વીટ બનાવી છે,તો પણ તમે મને વારંવાર કેમ પૂછ્યા કરો છો...તમને તમારી મનગમતી સ્વીટ ખબર નથી? "દીપ્તિએ તેના હાથ ઉપર ચડાવેલી બંગાડીઓને કાંડા પર ઉતારતા કહ્યું.

      "ના...મને મારી મનગમતી સ્વીટ નથી ખબર એટલે તને પુછયુ "દિપેને ચોખવટ કરતા કહ્યું. 

      "સારુ ..તમારો આ જવાબ સાંભળીને હવે તમે સાવ ગાંડા છો એ પણ સાબીત થઇ ગયુ "દીપ્તિએ સ્માઇલ કરતા હળવેકથી દિપેન ને કહ્યું. આ સાંભળીને થોડી વાર પહેલા ખુશ દેખાતો દિપેન થોડો દુખી થઇ ગયો.દિપેને દીપ્તિની આંખો સામે જોયુ તો,તેને ભમર ઉછાળી.આ જોયને દિપેન પણ હસ્યો. 

      "એ જે હોય તે,તુ કહેતો ખરી કે મારા માટે તે શુ બનાવ્યુ? " દિપેને ફરી દીપ્તિને પુછયુ.

     "તમારા માટે મે રાજગરાનો શીરો બનાવ્યો,તમે તો મને કહેલુ કે એ મારી મનગમતી સ્વીટ છે ,ભુલી ગયા કે શુ ?"દીપ્તિએ તેના ગળાની પાછળના ભાગમાં ખેંચાયેલા મંગળસૂત્રને સરખુ કરતા કહ્યું. 

     "મને તો મારી મનગમતી સ્વીટ ખરેખર યાદ હતી,આતો હું તને મારી મનગમતી સ્વીટ યાદ છે કે નહી તે ચકાસવા માગતો હતો એટલે પુછ્યુ. "દિપેને પોતાનો બચાવ કરતા,દીપ્તિના કુણા ગોરા ગાલ ખેંચતા કહ્યું. 

     "સારુ...હવે તમે તમારી હોંશિયારી બંધ કરો તો આપણે જમી લઇએ "દીપ્તિ તેની આંગળીની વીંટી ઉપર ચોંટેલા ઘીને સાફ કરતા બોલી.

     "હા...ચાલ...આપણે જમી લઇએ "દિપેને દીપ્તિના ખંભે હાથ વીટાળતા કહ્યું.દીપ્તિએ દિપેનની સામે જોયુ.દિપેન હસતો હતો.આ જોયને દીપ્તિએ દિપેનના હાસ્ય ઉપર હાથ ફેરવ્યો.દિપેન અને દીપ્તિ બન્ને ડાઇનીંગ ટેબલ પર એકબીજાની સામે બેસીને જમી રહ્યા છે.દીપ્તિ મનભરીને પુરા હેત થી દિપેનને તેની મનગમતી સ્વીટ ખવરાવે છે. 

         "કેવી લાગી સ્વીટ તમને "દીપ્તિએ પાણી પીય રહેલા દિપેનને પુછ્યુ.

         "મને તારી આ સ્વીટ તારા જેવી સ્વીટ લાગી "દિપેને તેની સામે તાકી રહેલી દીપ્તિને સ્માઇલ આપતા કહ્યું. આ સાંભળીને દીપ્તિના ગાલ ,લાગણીના સ્મિતીથી તરબોળ થઇ ગયા. 

               * * * * * *

          દિપેન તેના બેડરૂમમા બારી પાસે રહેલા ટેબલ પર લેપટોપ ઓપન કરીને,તેમા આવેલા ઇ-મેલ વાંચી રહ્યો છે. 

દીપ્તિ ટીવી પર આવી રહેલી સીરીયલ જોઇ રહી છે.

         "દીપ્તિ....પાણી આપને "દિપેને રૂમના દરવાજા પાસે આવીને,દીપ્તિની સામે જોતા કહ્યું. 

         "થોડીવાર લાગશે...."દીપ્તિએ તેની નજર સામે ટીવીમા ચાલી રહેલી સીરીયલને જોતા દિપેનને કહ્યું. 

        "સિરીયલતો સવારે રીપીટ થાય ત્યારે જોઇ લેજે ને,મને પાણી આપને "દિપેને દીપ્તિને કહ્યું. 

      "શુ...તમે પણ,રૂમના દરવાજાથી પાણીનુ માટલુ કંઇ દૂર નથી,થોડીવારતો શાંતી થી સીરીયલ જોવાદો મને "દીપ્તિએ પાણીનો ગ્લાસ આપતા દિપેનને કહ્યું. 

      "સીરીયલમા ઝધડાઓ હોય,આ ઝધડાઓ જોવામાં શાંતીની કોઇ જરૂર ખરી ?"દિપેને ખાલી પાણીનો ગ્લાસ આપતા દીપ્તિને કહ્યું. 

      "આવુ ખોટુ કનફયુઝ થવાની કંઇ જરૂર ખરી ?"દીપ્તિએ તેની સામે તાકી રહેલા દિપેનને જોતા કહ્યું. 

      "ના..કોઇ જરૂર નથી "દિપેને દીપ્તિને જવાબ આપતા કહ્યુંં. 

   "તો કેમ..કનફયુઝ થયા તમે?"દીપ્તિએ દિપેનને તેના આંખોની ભમર ઉંચી કરતા પુછ્યુ. 

   "તારી...સીરીયલના સંકજામા આવી ગયો કંઇ લેવા દેવા વગર "દિપેને તેનો એક હાથ દીપ્તિના ખંભા પર મુકતા કહ્યું. આ સાંભળીને દીપ્તિના ગાલ હાસ્યથી ઉભરાઇ ગયા.

    "એડવર્ટાઈઝીંગ પુરી થઇ ગય છે,હું સીરીયલ જોવા જાવ ?"દીપ્તિએ સીરીયલના નવા એપિસોડનું શરુઆત નુ મ્યુઝીક સાંભળતા દિપેનને કહ્યું. 

   "હા..જલ્દી જા..."દિપેને દીપ્તિને સ્માઇલ આપતા કહ્યુંં. દીપ્તિ પાણીનો ખાલી ગ્લાસ મુકી ફરી સીરીયલ જોવા બેસી ગઇ. દિપેન હજુ તેના લેપટોપમાા કામ કરતો હતો. 

         "તમે હજુ સુતા નથી,નીંદર નથી આવતી કે શુ ?"દીપ્તિએ લેપટોપના કિ-બોડઁ પર આંગળીઓ ફેરવી રહેલા દિપેના ખંભા પર તેના બન્ને હાથ મુકતા કહ્યું. 

     "મને તારા વગર નીંદર નથી આવતી એટલે હું હજુ સુતો નથી "દિપેને તેના ખંભા પર રહેલા દીપ્તિના હાથને તેના હાથથી 

સ્પર્શતા,તેના માથા પર માથુ ઝુકાવીને ઉભી રહેલી દીપ્તિને જોતા કહ્યું. 

     "શુ તમે પણ "દીપ્તિએ એક હાથથી લેપટોપની સ્ક્રીનને કી-બોડઁ પર ઢાળતા,દિપેનના ગળા પર તેનો હાથ વીટાળતા તેના ગાલ પર એક ચુંબન કરતા કહ્યું.દિપેને તરતજ તેના હોઠથી દીપ્તિને ચુંબન કરુ.

          બેડરૂમની બારી માથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો છે.આકાશમા ટમટમતા તારલાઓ બેડરૂમના નાઇટલેમ્પના નજારાને જોઇ રહ્યા છે.બ્લેન્કેટ ઓઢીને સુતેલા દિપેન અને દીપ્તિ તેના અંધારામા એકબીજા સાથે વાતો કરી રહ્યા છે.દીપ્તિ અને દિપેન એકબીજાને વીંટળાઇને નીંદરની મજા માણી રહ્યા છે. 

        બેડરૂમની દિવાલ પર લટકતી ધડીયાળમા રાતના 2 વાગ્યા છે. દિપેનની અધુરી ઉંધથી ભરેલી લાલ આંખો તેને જોઇ રહી છે.બેડ પર થી ઉભો થઇને દિપેન ટેબલ પર પડેલા લેપટોપને ઓપન કરે છે.તે સેલ્સની યાદી જોઇ રહ્યો છે. 

"દસલાખ રુપિયાનુ દેવુ થઇ ગયુ મારા માથે.આ કંપનીએ મારો માલતો વાપરી નાખ્યો પણ મને સમયસર પૈસા ન આપ્યા અને હવે તે પોતે પણ ઉઠામણુ કરીને ચાલી ગઇ.હવે મારો ધંધો ડુબી જવાનો.હું કંગાળ થઇ જવાનો.મારા હાથમાથી મારુ આ ધર પણ જતુ રહે છે,હોમલોનના હપ્તા નહી ભરુતો.હું ધરબાર વગરનો થઇ જઇશ.મારુ અને મારી દીપ્તિનુ ભરણપોષણ કંઇ રીતે કરીશ.મે જે ડિલર પાસેથી માલ લીધો તેને પૈસા કેવી રીતે આપીશ.હવે હું શુ કરીશ "વિચિત્ર વિચારોના વંટોળમા ફંગોળાયેલા દિપેનની આંખો માથી આંસુ સરી પડ્યા.તેના ચહેરા પરનુ ભોળપણ ગભરાઇ ગયુ.તેનો ચહેરો પરસેવાથી પલળી ગયો.લેપટોપના કિ-બોડઁ પર રહેલી આંગળીઓ ધ્રુજી ઉઠી.હૃદયના ધબકારા એકાએક વધી ગયા.આંખોના પલકારા બંધ થઇ ગયા.

           દીપ્તિએ આંખ ખોલતા તેની બાજુમા જોયુ તો દિપેન સુતો ન હતો.તેને ઝડપથી તેનુ બ્લેન્કેટ ઉઠાવ્યું અને બેડ પરથી ઉભી થઇને આમતેમ જોયુ તો તેની નજરે બારી પાસે પાણીનો ગ્લાસ અને હાથમા દવાની કોઇ ગોળીઓ લઇને ઉભેલા દિપેનને જોયો.તેની નજર ટેબલ પર પડેલી એક નાની ડબ્બી પર પડી.તેના પર લખેલુ હતુ possion,dangerous for human life ,તે તરતજ દોડતી દિપેન પાસે ગઇ અને તેના હાથથી દિપેનના હાથ પર જોરથી એક હડસેલો માર્યો.જેના લીધે દિપેનના હાથમા રહેલી ઝેરની ગોળીઓ બારીની બહાર ફેકાઇ ગઇ.પાણીનો ગ્લાસ લોબી પર પડતા ફુટી ગયો.

     દીપ્તિએ દિપેનના હાથ તેના હાથમા લેતા તેની સામે જોયુ.દિપેન નીચુ માથુ કરીને રડતો હતો.તેના આંસુથી તેને પહેરેલુ ટીશટઁ ભીંજાઇ રહ્યુ છે. દીપ્તિએ દિપેનને તેની બાજુમા બેડ પર બેસાડ્યો.

        "દિપેન...થોડીવાર પહેલા તમે શુ કરવા જઇ રહ્યાતા? "દીપ્તિએ ભરડાયેલા અવાજ સાથે નીચુ માથુ રાખીને રડી રહેલા દિપેનને પુછ્યુ.

       "હું....મરવા જઇ રહ્યોતો "દિપેને તેનુ માથુ દીપ્તિના દિલ પર રાખતા,રડતા અવાજે કહ્યું. 

       "કેમ...મરવા?શુ થયુ ? "રડી રહેલી દીપ્તિએ દિપેનના ગાલ પર તેના બન્ને હાથ રાખીને,તેના આંસુ લુછતા પુછ્યુ.

દિપેને દીપ્તિને બધી વાત કહી.દીપ્તિએ દિપેનના હોઠ આગળ પાણીનો ગ્લાસ ધરો.દિપેને તેમાથી પાણીના થોડા ધુટડા ભર્યા.

        "તમે થોડીવાર માટે ઉભા થાવ "દીપ્તિએ બેડ પર બેઠેલા દિપેનને કહ્યું.દિપેન દીપ્તિની આ વાત સાંભળીને બેડ પરથી ઉભો થયો અને દીપ્તિની સામે જોઇ રહ્યો. 

         દીપ્તિએ બેડ પર રહેલી બેડ શીટને હટાવી,અને બેડમા રહેલી પેટી ખોલી.તેમાથી એક મોટી કાળી બેગ કાઢી અને દિપેનના હાથમા આપી.દિપેને તે બેગને હાથમા લેતા કહ્યું. 

        "આ બેગમા શુ છે ?"દિપેને તેની સામે જોઇ રહેલી દીપ્તિને પુછ્યુ. 

      "તમે જાતેજ ખોલીને જોઇ લો "દીપ્તિએ દિપેનને જવાબ આપતા કહ્યું.દિપેને દીપ્તિએ આપેલી બેગ ખોલે છે.

      "તારી જોડે આટલા બધા પૈસા કયાંથી આવ્યા?"દિપેને તેની સામે ઉભેલી દીપ્તિને પુછ્યુ. 

      "આ પૈસા મે કરેલી બચત છે "દીપ્તિએ તેની સામે આંખો ફાડીને જોઇ રહેલા દિપેનને જવાબ આપતા કહ્યું. 

      "તે કયારે બચત કરી? "દિપેને દીપ્તિને ફરી એક સવાલ પુછતા કહ્યું. 

      "આપણા મેરેજ નહોતા થયા તે પહેલા હું અમેરીકાની એક ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતી હતી.જયારે હું ઇન્ડીયા આવી તમારી જોડે મેરેજ કરવા ત્યારે હું વધેલા પૈસા મમ્મી-પપ્પા ને આપવા માગતી હતી,તો ત્યારે તેમને કહેલુ કે આ પૈસા તુ તારી પાસે બચત કરીને રાખ,જયારે તને અને દિપેનને પૈસાની મુશ્કેલી પડે,ત્યારે કામ આવશે "દીપ્તિએ તેની આંસુથી ભીંજાયેલી આંખોને સાફ કરતા દિપેનને કહ્યું. 

       "થેન્ક યુ દીપ્તિ...તારી આ બચતે મારો ધંધો અને મારી જીંદગીને બચાવી લીધી "દિપેને તેની સામે ઉભેલી દીપ્તિને તેની બાહોમા સમાવતા કહ્યું. 

      "દિપેન....યુ આર મોસ્ટ વેલકમ "દીપ્તિએ દિપેનના માથામા હાથ ફેરવતા કહ્યું.દિપેન અને દીપ્તિની આંખો એકબીજાને જોઇ રહી હતી.દિપેન અને દીપ્તિના હોઠ એકબીજાને મળી રહ્યા હતા.થોડીવાર પછી દિપેન અને દીપ્તિ એકબીજા સામે જોઇને હસી રહ્યા હતા. 

      * * * * * * * * * * * * * 


Rate this content
Log in

Similar gujarati story from Drama