સર્વોત્તમ સરદાર
સર્વોત્તમ સરદાર


પાંચ વર્ષનો એક વિધાર્થી રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક પુર ઝડપે આવી રહેલી કાર તે બાળકને ટક્કર મારે છે. કારની ટક્કરથી બાળકનુ મસ્તક ફુટી ગયુ હતુ અને તેની અંદર રહેલુ લોહી બહાર રોડ પર વહી રહ્યુ હતુ. તે બાળકના મસ્તકમા ઈજા થઈ હતી એટલે તે જોર જોરથી રડી રહ્યો હતો. રોડ પર રહેલા માણસો તે ઈજાગ્રસ્ત બાળકને જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ તેના રુદનમા રહેલી વેદનાને સાંભળી અને સમજી નહોતા શકતા.
આ ઈજાગ્રસ્ત બાળકની વેદના ભરેલુ રુદન એક રોડની નજીક રહેતા શિખ યુવાનના કાને પડે છે. તે તરતજ આ બાળકની પાસે આવે છે અને તેની આ ભયાનક વેદનાનુ દ્રશ્ય જુવે છે. આ ભયાનકતાને જોતાની સાથે જ તે શિખ યુવાન તરતજ તેના માથા ઉપર બાંધેલી પાધડી ઉતારે છે અને તે બેભાન અવસ્થામાં રહેલા બાળકના ઈજાગ્રસ્ત માથાના ભાગે બાંધે છે અને તેને એમ્બ્યુલન્સ મારફતે એક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યાં તેની સારવાર કરવામાં આવે છે. સારવારના અંતે તે બાળકની ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સુધારો આવે છે અને તે બાળકને નવી જીદંગી મળે છે.
મિત્રો આ કોઈ કાલ્પનીક વાર્તા નથી, પરંતુ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમા બનેલી વાસ્તવિક ધટના છે. અકસ્માતનો ભોગ બનેલા પાંચ વર્ષના તે છોકરાનુ નામ ડીજેન પહિયા છે અને તેને જીવનદાન આપનાર શિખ યુવાનનું નામ હરમન સિંગ છે. તેની ઉંમર બાવીસ વર્ષ છે અને તે ઓકલેન્ડમા એમ.બી.એ.નો અભ્યાસ કરે છે.
માથા ઉપર બાંધેલી પાધડી એ શિખ ધર્મની ઓળખ છે. શિખ ધર્મના લોકો ક્યારેય વાળ અને દાઢી કપાવતા નથી. તે મોટા થયેલા તેના વાળનો અંબોડો તેના માથા ઉપર બાંધે છે અને તે વાળની ઉપર પાધડી બાધે છે. શિખ ધર્મના લોકો કયારેય જાહેરમા આ પાધડી ઉતારતા નથી. તે લોકો તેના વાળની સફાઈ કરે છે ત્યારેજ તે પાધડી ઉતારે છે. બાકી તે કયારેય પાધડી વગર બહાર જતા નથી.
પરંતુ હરમનસિંગે શિખ ધર્મના આ પ્રોટોકોલની પરવાહ કર્યા વગર, બે ફિકર બનીને તેની પાધડી ઉતારીને તે નાના બાળકની જીદંગી બચાવી. હરમનસિંગની આ સમજદારીએ વિશ્વભરમા શિખજાતી અને શિખ ધર્મને એક અલગજ ઓળખ સાથે તેની એક નવી મહાનતાને વિશ્વ સ્તરે સ્થાપિત કરી દીધી છે. હરમનસિંગે તેના આ કાર્યથી ભારતના લોકોની માનવતાની મહાનતાનાને વિશ્વ વિખ્યાત બનાવી દીધી છે.
જ્યારે આ ધટના બની ત્યારે ઓકલેન્ડની એક ઓન ન્યુઝ ચેનલે હરમનસિંગની મુલાકાત લીધી. જયારે આ ચેનલના પત્રકારો હરમનસિંગના ધરે પહોંચ્યા અને તેના ધરમા જોયુ તો, હરમન સિંગના ધરમા માત્ર એક પ્લાસ્ટિકનુ ટેબલ, બે પ્લાસ્ટિકની સાદી ખુરશી અને બેડ અને બેડશીટ વગરની નીચે ચાદર પાથરેલી પથારી હતી.
"તમે તો તમારી પાધડી ઉતારીને એક અદ્ભુત મહાન હિરો બની ગયા." પત્રકારે હરમન સિંગ સામે સ્મિત કરતા અંગ્રેજીમા તેને કહ્યુ.
"ના, એવું કંઈ નથી. મારા આ કાર્યથી હુ નહી, પરંતુ મારો ધર્મ મહાન બની ગયો છે." હરમન સિંગે પત્રકારને સરસ જવાબ આપતા કહ્યુ.
"હરમન., તમારા ઘરમા ફર્નિચર કેમ નથી ? તમને ફર્નિચરમા શું ગમે છે ?"પત્રકારે ખાલી પડેલા ઘરનુ અવલોકન કરતા હરમન સિંગને પુછ્યું.
"મને સારુ ટેબલ, બેડ અને સોફા ગમે છે, પરંતુ હાલ હું સ્ટુડન્ટ છુ એટલે મને તેની જરૂર નથી." હરમન સિંગે પત્રકારને જવાબ આપતા કહ્યુ.
હરમનની આ વાત સાંભળીને તે ન્યુઝ ચેનલવાળાએ તેના તરફથી હરમનને ગમતુ ફર્નિચર તેની પરવાનગી વગર ભેટ સ્વરૂપે આપ્યુ. હરમન સિંગને જ્યારે આ ભેટ મળી ત્યારે તેની આંખો આંસુથી છલકાતી ઉઠી અને તેને કહ્યું કે,
"જો આજે મારા પિતાજી જીવીત હોત તો,તેને મારા કામના ગર્વની શ્રેષ્ઠતાને માણી હોત ".
હરમન સિંગ અકસ્માતનો ભોગ બનેલા ડીજેન પહિયાને તેની સારવાર દરમિયાન હોસ્પિટલ પર મળવા ગયા હતા. ડીજેન પહિયાની ફેમીલીએ હરમન સિંગને તેના બાળકનો જીવ બચાવ્યો તે માટે આભાર વ્યક્ત કરતુ કાડૅ અને ફુલો આપીને તેનુ અભિવાદન કર્યું હતુ.
હરમન સિંગે તેની પાધડી ઉતારીને શિખ ધર્મની સજ્જનતાની સાથે સાથે, માનવ ધર્મની મહાનતાના દર્શન આખા વિશ્વને કરાવ્યા છે. જેના થકી આજે પૃથ્વી પર રહેલા દરેક મનુષ્યને માનવધર્મ અને તેના અસ્તિત્વની અનુભૂતિ થઈ છે.
મારી સમજણ પ્રમાણે હરમનસિંગે તેના આ સારા કાર્યથી પાધડી ઉતારીને તેના શિખ ધર્મને અપમાનીત નથી કર્યો, પરંતુ વિશ્વ સ્તરે સન્માનિત કરો છે.