ઋતુચક્ર
ઋતુચક્ર
માનવીનું જીવન ભૌગોલિક વાતાવરણની આસપાસ ગોઠવાયેલું હોય છે.
માનવીનો ખોરાક, પોશાક, રહેણીકરણી અને તેનું જીવન ઋતુ અનુસાર જે પ્રદેશમાં રહે છે તેની ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઘડાયેલું હોય છે.
શિયાળો, ઉનાળો, અને ચોમાસું આમ ત્રણ ઋતુ અને તેની ઉપર બીજી ત્રણ મળી અને કુલ છ ઋતુઓ વર્ષ દરમિયાન જોવા મળે છે.
આજે પર્યાવરણમાં પરિવર્તન આવ્યું છે ધોમધખતો તાપ ૪૦ થી ૪૫ ડિગ્રી સુધી ગરમી માનવી ત્રસ્ત બની રહ્યો છે અને ત્યાર પછી વર્ષા ઋતુ ની રાહ જુએ છે.
વર્ષાઋતુ પણ હવે તોફાની બનતી જાય છે. ચારે તરફ ભયાનક વરસાદ, વાવાઝોડાના તોફાનો અને વરસાદને કારણે ચારેતરફ જળબંબાકાર જોવા મળે છે ,અને માનવજીવન ભારે મુસીબતમાં મુકાઈ જાય છે.
જગતનો મુખ્ય આધાર પાક ખેડૂતો વાવે છે. પરંતુ પ્રતિકૂળ વર્ષા ઋતુને કારણે તેમાં ઘણીવાર ભારે નુકસાની જોવા મળે છે.
શિયાળાના ઠંડા પવનો અને બરફના તોફાનો દુનિયાના જુદા જુદા ભાગમાં જોવા મળે છે અને ત્યારે પણ માનવ જીવન ભારે ત્રસ્ત્ર બની જતું હોય છે.
દુનિયાના ઘણા બધા પ્રદેશોમાં આ ત્રણે ત્રણ ઋતુ ઘણીવાર સાનુકૂળ બને છે ત્યારે માનવજીવન જુદી જુદી ઋતુઓમાં આવતા તહેવારોને આનંદપૂર્વક ઉજવે છે. પોતાનું જીવન શાંતિપૂર્ણ રીતે વિતાવે છે. આમ માનવજીવન માટે ભૌગોલિક વાતાવરણ પ્રમાણે તેને વર્તન કરવાનું હોય છે. કુદરત સામે માણસ લાચાર છે.
