Pravina Avinash

Drama

2  

Pravina Avinash

Drama

રસોડાની રાણી

રસોડાની રાણી

3 mins
1.4K


“રસોડાની રાણી પરણીને આણી” આજે આ વાંચતા અરે, મને લખતાં હસવું આવી ગયું. અરે, રસોડાની રાણી જોઈતી હતી તો પરણ્યા શામાટે? જોઈએ એટલી નાની મોટી હૉટલો છે ! રાંધવાવાળી અને રસોઈયા માંગો ત્યારે મળે છે ! તૈયાર ખાવાનું બજારમાં કે ગલીએ ગલીએ નજરે ચડે છે ! એટલા માટે તો કાંઈ લગ્ન કરવાના હોય!

‘રસોડાના રાજા રાંધે તો રહે સાજા’ ! “હૉલ ફુડમાંથી ગ્રોસરી લાવે. ઑલિવ ઓઈલામાં રાંધે. સલાડ રોજ નવા નવા બનાવે. કાર્બોહાઈ્ડ્રેટથી દૂર રહે. લૉ કેલરી ફુડ ખવડાવે ! ૨૧મી સદીમાં ! આડી લાઈન પર ઉતરી ગઈ.

આપણા પૂર્વજો ત્યાં સુધી શું કામ જવું આપણા માતા અને પિતા આવું ગાંડુ ઘેલું કેમ વિચારતા હશે ? રસોઈ કરવી એ કાંઈ ખાવાના ખેલ છે. કેટલી માથાકૂટ ! બેસુમાર વાસણો ! મરી, મસાલા, દાળો, લોટ , શાક્ભાજી, ઘી, તેલ અ ધ ધ ધ ધ ધ આનો કાંઈ અંત ખરો? એમાં વળી હવે તો ‘મેક્સિકન ફુડ’, ‘ઈટાલિયન’, ‘ચાઇનિઝ’, ‘થાઈ ટફુડ’ અને ‘ફ્યુઝન ફુડ’ તેમાં વપરાતી સામગ્રી. ભલભલાને ગાંડા કરી મૂકે ! આપણા દેશની અવનવી વાનગીઓ તો વિચારવાનું જ નહી.

૨૧મી સદીમાં સ્ત્રી જ્યારે પુરૂષ સમોવડી થઈ ગઈ છે. અનેક કિસ્સાઓમાં સ્ત્રી પુરૂષને બાજુમાં હડસેલી આગળ વધી ગઈ છે ! તેવા સમયે સ્ત્રીઓનું આવું હડહડતું અપમાન ! કોઈ હિસાબે સાંખી ન લેવાય ! શું વાત કરું, ગઈકાલે એક સંગીતના જલસામાં ગઈ હતી. જેણે આ કાર્યક્રમ સંગઠીત કર્યો હતો તેને કાને માત્ર ,’કિચન’ શબ્દ પડ્યો. જાણે એરૂ ન આભડ્યો હોય !

‘હું અને રસોડું, અમારે બાપે માર્યા વેર છે !'

‘કેમ સવારના ચા કે કૉફી નથી પીતા?'

‘કેમ, મારા પતિ છે ને ! એ શું કરશે?'

‘મારા મનમાં થયું , ‘મહારાણી તમે શું કરશો?'

‘જો થપ્પડ ખાવાની તૈયારી હોય તો આવી ઝાંસીની રાણીઓ સાથે વાદ કરવો !'

એમાં ન તે કમાવા જતા હોય યા ન કોઈ કળા? હા, શોખ ઘણા હોય શોપિંગ કરવાનો, સિનેમા જોવાનો અને બહાર કેલરીથી ભરપૂર ખાવા જવાનો.

પાંચ વર્ષ પહેલાં એક મિત્રને ત્યાં ગોવા લગ્નની જાનમાં જતી હતી. ખૂબ પૈસાદાર મારા મિત્ર તેમની ધર્મ પત્ની સાથે હતા. વાતમાંથી વાત નિકળી, ‘તમે બધી સ્ત્રીઓ ઝાંસીની રાણી છો!'

હું તો સ્તબ્ધ થઈ ગઈ. શું જમાનો આવ્યો છે. રસોઈ કરવી એ જાણે કોઈ ‘બેહુદું’ કાર્ય હોય તેમ લોકો વિચારે છે ! તેની વિરૂ્દ્ધમાં ટેલિવિઝન પર આવતા ‘વાનગી’ શૉ પુરૂષો બતાવે છે. આપણા ભારતમાં ઘરના કામકાજ સ્ત્રીઓ કરે અને કમાવાનું મુખ્ય કામ પુરૂષો કરે તેવા ભાગલા હતા. એ સાથે ઘરગૃહસ્થી ચલાવતી સ્ત્રીઓ વિદુષી પણ હતી. એ દરેક ભારતીયની જાણમાં છે. ‘ગાર્ગી’ ના નામથી કોણ અજાણ્યું છે.

‘રસોડા’ને ઘરના અરિસાની ઉપમા આપીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નહી ગણાય ! રસોઈ એ એક કળા છે. રસોડામાં જણાતી સુઘડતા અને ચોખ્ખાઈ ગૃહિણી વિશે ઘણું બધું જણાવે છે. ‘ફૂવડ’ શબ્દ સાંભળ્યો છે? જે સ્ત્રીના ઘરનું રસોડું યુદ્ધના મેદાન જેવું ભાસે તેને માટે વપરાય છે.

વર્ષો પહેલાંનો એક પ્રસંગ નજર સમક્ષ તરવરી ઉઠ્યો. કેલિફોર્નિયા કુટુંબ સાથે ફરવા ગઈ હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama