'રશ્મિ'
'રશ્મિ'


ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતી અને લોકોના ઘરકામ કરતી જીવી આમતો હંમેશા ખુશ રહેતી. પણ હમણાં થોડા દિવસથી તેના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું!
તે એક શેઠને ત્યાં કામે જતી એ શેઠાણી ખૂબ સારા હતા. જીવીની ઉદાસી તેના ધ્યાને ચડી ગઈ. તેણે જીવીને પ્રેમથી પૂછ્યું, "હમણાં કેમ આટલી બધી ઉદાસ રહે છે? જીવીએ આંખમાં આંસુ સાથે કહ્યું, "બુન મારો પતિ બહુ બીમાર છે. ઘણા દિવસોથી કામે પણ જતો નથી. ઘરમાં એક સાંધુ ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ છે. તેમાં વળી મારી દીકરી દસમાં ધોરણમાં ભણે છે તેની ટ્યુશન ફી અને ચોપડાન
ા રૂપિયા ક્યાંથી લાવું? વળી એ ભણવાની જીદ લઈને બેઠી છે. એને કેમ સમજાઉં"?
તેની વાત સાંભળી શેઠાણી બોલ્યા, "અરે આટલી વાતમાં દુ:ખી થવાની જરૂર નથી. હું તારી દીકરીની ફી ભરી દઈશ અને ભણવાનો તમામ ખર્ચ આપી દઈશ, તું ફીકર ન કર. બસ તારી દીકરીને કહે ભણવામાં ધ્યાન આપે. મન લગાવીને ભણે અને જીવનમાં ખૂબ આગળ વધે. એને તારી જેમ કોઈના ઘરકામ ન કરવા પડે."
શેઠાણીની વાત સાંભળી જીવીના મનમાં આશારૂપી તેજોમય રશ્મિ ફેલાય ગઈ. તેને શેઠાણીમાં દેવીના દર્શન થયાં. મનોમન શેઠાણીને વંદન કરી ફરી તે ગીત ગણગણતી કામ કરવા લાગી.