Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Girimalsinh Chavda "Giri"

Drama Fantasy Thriller

0.6  

Girimalsinh Chavda "Giri"

Drama Fantasy Thriller

રહસ્યમય છોકરી ભાગ ૧

રહસ્યમય છોકરી ભાગ ૧

2 mins
919


મિસ્ટ્રી શબ્દનો અર્થ રહસ્યમય એવું થાય છે પણ આપણે કોઈ છુપાયેલા ખજાનાના વિશે તો વાત નથી કરવાની કે કોઈ જૂના પડેલા કેસને સાબિત કરવો નથી. આપના બધાના જીવન મા અલગ અલગ વ્યક્તિત્વની વ્યક્તિ આપણી જિંદગીમાં આવે છે. અને જતા રહે છે જે ક્યારેક આપણા માટે મિસ્ટ્રી બનીને રહી જાય છે.

દરિયો આમ તો બધાને અતિશય પ્રિય હોય છે. કોઈને તેમાં નાહવુ ગમે તો કોઈને તેમાં પગના પડીયા ડુબાડી દરિયાના મોજા ઓને તોડવામાં મજા આવતી હોય, તો ક્યારેક દરિયાની સેર કરવાની. પણ ઉદધિ અત્યારે ઘણું બધું સહન કરી રહ્યો છે આપણે એને પ્રદુષણ રૂપી ઝેર પીવડાવીએ છીએ અને દરિયો હસતા હસતા તેને ગળી જાય છે. પણ આપણે આ બાબતનું પણ ધ્યાન કરવું જ રહ્યું.

સોનેરી કિરણોની સાથે સુરજ પોતાની દિવસની શરૂઆત કરી અને સાથે પૃથ્વીની જીવસૃષ્ટિને પણ આળસ મરડીને જગાડતો હતો. અને તેમાં રહેલા પ્રાણીઓ, મનુષ્યો , સજીવથી નિર્જીવ સુધી બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા.

આ સમય દરમિયાન હું મારા મામાને ત્યાં હતો. આખો વિસ્તાર દરિયાઈ. બધી જગ્યાએ અને દૂર-દૂર સુધી જંગલ અને દરિયો જોવા મળે, દરિયો જાણે આખા વિસ્તારની રખેવાળી કરતો હોય તેવું લાગતું. દરિયો મને બહુ ગમે પણ થોડા સમયથી કંઈક વધારે જ ગમવા લાગ્યો હતો. ગમવા કરતા મને તેને મહેસુસ કરવો‌ વધારે ગમતો. ભીની ભીની રેતીને સૂંઘવું, મોજાને સ્પર્શી જાણે રોમ રોમનું જાગૃત થવું, સફેદ રંગના પરપોટાને હાથમાં લઇ અને અનુભવનો આનંદ અનેરો હોય છે.

સમુદ્રથી ચારેબાજુથી ખડકોથી ઘેરાયેલો હતો અને હું એક ખડક ઉપર બેસી વિચાર કરી રહ્યો હતો, નાના નાના બાળકો દરિયાની સાથે સાથે ઉછળી રહ્યા હતા. દરિયાની ઉપરથી પસાર થતી ઠંડી હવા મારા અંતરપટ પર કંઈ થવા જઈ રહ્યું છે એવા સંકેત આપતી હતી. થોડો સમય પસાર થતો થયું થોડીવાર માટે દરિયાઈ સફર કરી લઉં. મારી નાની કહેતા આપણા દરિયાના ભાગના વિસ્તારોમાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે. જેમાં ઘણા ખરા મંદિરો મધ્ય ભાગમાં ખડકોના બનેલા છે અને ટાપુની અંદર આવેલા છે.મને ત્યાર થી તને જોવાનો ઉમળકો જાગ્યો.

મનમાં ઉછળતા વિચારોને શાંત કરી ચાલ આજે દરિયાઈ સફર કરી દરિયાને થોડો ખેડી લવ. ચાલતા ચાલતા થોડે દૂર નાવિકોની નાવની શૃંખલા પથરાયેલી હતી ત્યાં પહોંચ્યો. પણ બપોરનો સમય થવાથી લોકોને જમવાનો ટાઈમ અને નાવિકોનો જમવાનો સમય થઈ ગયો હતો. ત્યાં અચાનક મારી નજર એક નાળિયેરના તાલ અને વાસ થી બનેલી ઝૂંપડી ઉપર પડી.

બધું શાંત થવા લાગ્યું એકી ટસે હું માત્રને માત્ર ઝૂંપડીની સામે જોતો રહ્યો.

ક્રમશ......


Rate this content
Log in

More gujarati story from Girimalsinh Chavda "Giri"

Similar gujarati story from Drama