Jyotindra Mehta

Drama

3  

Jyotindra Mehta

Drama

રેવંત ભાગ ૧૩

રેવંત ભાગ ૧૩

4 mins
261


અગત્સ્યમુનિ એ પ્રેમથી રેવંત ના ખભે હાથ મુક્યો અને કહ્યું કે કદાચ મને મળેલી માહિતી અર્ધસત્યથી ભરેલી હતી અને એનાથી થયેલી ભૂલ અક્ષમ્ય છે દેવ અને અસુર વચ્ચેના સંગ્રામમાં એક આદિજાતિને ખુબ મોટું નુકસાન કર્યું છે. રેવંત આસું ભરેલી આંખોથી પૂછ્યું મુનિવર આપ ન્યાય કરો કહો દુર્વાસુર પાપી હતો કે પુણ્યશાળી દેવસેનાપતિ આપ કહ્યો શું તે આવા મૃત્યુને લાયક હતો ? મેં તો તેને લડવાની તક પણ ન આપી હવે મેં કરેલા પાપ નું પ્રાયશ્ચિત કેવી રીતે કરીશ. મેં થોડી શાંતિ રાખીને વાત કરી હોત તો તે જીવતો હોત. કાર્તિકેયે કહ્યું કે દુર્વાસુર ન તો પાપી હતો ન તો પુણ્યશાળી તે હતો યોદ્ધા અને યોદ્ધા કદી પાપી કે પુણ્યશાળી નથી હોતો અને જો યોદ્ધા પાપ અને પુણ્ય નો વિચાર કરે તો તે કોઈ દિવસ યુદ્ધ કરી ન શકે મામા તમને શું લાગે છે હું કોણ છું પાપી કે પુણ્યશાળી ? ના હું એમાંથી કોઈ નથી હું ફક્ત યોદ્ધા છું અને હું જે દળ માં હોઉં તેના માટે યુદ્ધ કરવું મારુ પ્રાથમિક કર્તવ્ય છે અને દુર્વાસુર પણ યોદ્ધા હતો તેને પોતાના દળ માટે જે યોગ્ય હતું તે કર્યું અને તે માટે તેને સ્વર્ગ મળશે. રેવંત ક્રોધમાં ઉભો થયો અને કહ્યું કેવા સ્વર્ગ ની આપ વાત કરો છો મૃત્યુ પછીનું સ્વર્ગ શા કામનું અહીં તો આ જાતિનું જીવન આપણે નરક જેવું બનાવી દીધું છે. ત્યાં એક બાજુ થોડા ઉભા અને થોડા ઘાયલ લોકો તરફ આંગળી કરીને કહ્યું કે શું આમને જીવવાનો અધિકાર નથી શું આ લોકો શાંતિથી જીવન ન વિતાવી શકે અને જો મૃત્યુ પછી જ સ્વર્ગ મળવાનું હોય તો આ બધાને અત્યારેજ મારી નાખું.


            કાર્તિકેયે કહ્યું મામા શાંત થઇ જાઓ દુર્વાસુર એક યોદ્ધા હતો અને તે પોતાના લોકો માટે લડ્યો અને જે બીજાના સુખ અને શાંતિ માટે લડે છે તે નિશ્ચિત સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને જ્યાં સુધી તેમની જાતિ ને થયેલા અન્યાયની વાત છે અન્યાય કરનારને સજા મળી ગઈ છે અને અહીંની પ્રજાનો કોઈ વાંક નથી તેથી કોઈ અન્યાયકર્તા અત્યારે જીવિત નથી તો આપ વ્યર્થમાં ક્રોધિત થઇ રહ્યા છો મામા. રેવંતે કહ્યું કે વાત એક શ્રીધરન કે રુદ્રરાજનની નથી વાત છે શાંતિની આપણે વ્યક્તિઓને જાતિમાં વિભાજીત કરી દીધા છે. મુનિવર આપ કહો શું આપ કોઈ અસુર ને પોતાની વિદ્યા આપો છો ? અગત્સ્યમુનિ એ માથું ધુણાવી ના પાડી.


            કાર્તિકેય આપ મારી વાત ને સમજો આજે યુદ્ધ ને લીધે ઘણાબધા નિષ્પાપ જીવો મૃત્યુ પામ્યા અને અંતમાં આપણે શું મેળવ્યું વિજય. શું આ વિજય છે? સત્ય કોના પક્ષે હતું આપના પક્ષે કે દુર્વાસુરના પક્ષે ? શું આ યુદ્ધ પછી કોઈ દુરાચારી રાજા નહિ આવે.

           હું રેવંત , પ્રજાપતિ દક્ષનો પુત્ર , માતા સતી નો ભાઈ અને મહાદેવ શિવનો સાળો પ્રતિજ્ઞા લઉં છું કે હવે આ જાતિ મારી છે અને તેના માટે જીવીશ અને મરીશ અને કોઈ આમના પર અન્યાય કરશે તો હું જીવિત નહિ છોડું અને સમગ્ર જીવન લોક કલ્યાણ માં લગાવીશ હવે હું દેવો માટે યુદ્ધ નહિ કરું. કાર્તિકેય , અગત્સ્યમુનિ અને મત્સ્યઘર રેવંત ની તરફ તાકી રહ્યા. અત્યારસુધી મૌન રહેલો મત્સ્યઘર બોલ્યો કે હું આપની સાથે છે હવે હું પણ કૈલાસ પાછો નહિ જાઉં. અગત્સ્યમુનિ એ કહ્યું કે આપનો નિર્ણય સાંભળીને મને પ્રસન્નતા થઇ હું ઉત્તર તરફ પ્રસ્થાન કરવાનો હતો પણ હવે હું અહીં દક્ષિણમાં જ રહીશ અને જ્ઞાન ના પ્રચાર અને પ્રસાર નું કામ કરીશ. મારા કરેલા પાપ નું આ પ્રાયશ્ચિત છે.


           કાર્તિકેયે કહ્યું કે આપના નિર્ણય નું સમ્માન કરું છું પણ આપ પોતાના મન પર ભાર ન રાખશો કે આપે કોઈને અન્યાય કર્યો છે કારણ આપણે અહીં આવ્યા ત્યારે અહીં અંધાધૂંધી ફેલાયેલી હતી અને આપ દુર્વાસુર ની જાતિ ને થયેલા અન્યાયથી અજાણ હતા છતાં આપે થોડું જાણ્યા પછી આપે તેમની તરફથી દેવસેના વિરુદ્ધ યુદ્ધ કર્યું તે ઉલ્લેખનીય છે. આપે કરેલા નિર્ણયથી મને એક વાત જાણવા મળી કે યોદ્ધા એ અંધ ન હોવું જોઈએ તેને સત્ય અને અસત્ય ની પરખ કરતા આવડવું જોઈએ અને સત્ય માટે પોતાના લોકો વિરુદ્ધ યુદ્ધ કરતા ડરવું ન જોઈએ. આપની યાત્રા અહીં પુરી થાય છે પણ મારી યાત્રા હજી બાકી છે મને મળેલા સમાચાર મુજબ દક્ષિણમાં અસુરો ત્રાસ આપી રહ્યા છે અને મારે ત્યાં જવું પડશે. બધા ત્યાં ઉભા હતા તે વખતે દૂરથી કોઈનો ગાવાનો અવાજ આવ્યો તે અવાજ નજીક આવતો ગયો કોઈ શિવ મહિમાનું ગાન કરી રહ્યું હતું. કાર્તિકેય ઓળખી ગયા ગાનાર તે અસુર હતો જેને કાર્તિકેયે બાંધી રાખ્યો હતો. તેના અવાજ માં એવો જાદુ હતો કે વ્યગ્ર રેવંત ના મનમાં શાંતિ છવાઈ ગઈ તેને આંખો મીંચી શિવ નું સ્મરણ કર્યું અને કહ્યું કે હે મહાદેવ મને ખબર નથી હું કરી રહ્યો છું તે યોગ્ય છે કે અયોગ્ય. શિવ માર્ગદર્શન કરો ત્યારે તેને એક અવાજ સાંભળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama